મની / ફાઇનાન્સ

એસબીઆઈ કાર્ડ પાર્ટનર્સે પેટીએમ સાથે પેટીએમ એસબીઆઈ કાર્ડ લોન્ચ કર્યું

SBI Card Partners Launches Paytm SBI Card with Paytm
Logo Credit : PTM and SBI Card

  • ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રમાં બે અગ્રણી કંપનીઓએ આગામી પેઢીના ક્રેડિટ કાર્ડ્સ લોન્ચ કરવા હાથ મિલાવ્યા છે
  • ફોર્મલ અર્થતંત્રમાં નવા ક્રેડિટ યુઝર્સ લાવવા અને તેમને તેમના ધિરાણ પર નિયંત્રણ મેળવવા સક્ષમ બનાવવાનો આશય
  • કાર્ડ એપ્લિકેશન, ઈશ્યુ કરવા અને ખર્ચના સંચાલન માટે ડિજિટલ પ્રક્રિયાને સક્ષમ કરે છે
  • પેટીએમ ઈકોસિસ્ટમ, થર્ડ પાર્ટી પ્લેટફોર્મ અને ઓફલાઈન રીટેલ સ્ટોર્સ પર પણ ઉપયોગ કરી શકાશે
  • અમર્યાદિત અપફ્રન્ટ કેશબેક અને લાઈફસ્ટાઈલ વિશેષાધિકાર સાથે અકલ્પનિય વળતરો અને લાભ
  • અવિરત અને કોન્ટેક્ટલેસ પેમેન્ટ્સ માટે ટેપ ટુ પે સુવિધાથી સજ્જ

ભારતની સૌથી મોટી પ્યોર પ્લે ક્રેડિટ કાર્ડ ઈશ્યુઅર એસબીઆઈ કાર્ડ અને ભારતની અગ્રણી ડિજિટલ નાણાકીય સેવા પ્લેટફોર્મ પેટીએમે ભારતનું આગામી પેઢીનું ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવા હાથ મિલાવ્યા છે. પેટીએમ એસબીઆઈ કાર્ડ અને પેટીએમ એસબીઆઈ કાર્ડ સિલેક્ટ એમ બે આવૃત્તિમાં ઉપલબ્ધ કાર્ડ્સ વિસા પ્લેટફોર્મ પર લોન્ચ કરવામાં આવ્યા છે. પેટીએમ એસબીઆઈ કાર્ડ્સ સ્માર્ટ એપ સુવિધાઓ અને તેના યુઝર્સ માટે ઉત્કૃષ્ટ વળતરો અને લાભો પૂરા પાડીને ક્રેડિટ કાર્ડના અકલ્પનીય અનુભવને સંપૂર્ણપણે બદલી નાંખશે.આ લોન્ચિંગ ગ્રાહકોને તેમની જરૂરિયાત મુજબના ઉત્પાદનો પૂરા પાડવાની એસબીઆઈ કાર્ડના પ્રયાસોને સુસંગત છે. આ ઉત્પાદનો ખર્ચની જરૂરિયાત સાથે મહત્તમ વેલ્યુને અનુરૂપ હોય છે અને ગ્રાહકોને સલામત અને વિસ્તૃત અનુભવ પૂરો પાડવા માટે પેમેન્ટ્સના ડિજિટલ સ્વરૂપને પ્રોત્સાહન આપે છે.

પેટીએમ એસબીઆઈ કાર્ડધારકો એસબીઆઈ કાર્ડ મોબાઈલ એપ અને તેમની પેટીએમ એપ બંને પર ઉપલબ્ધ સ્માર્ટ વન ટેપ સુવિધા મારફત તેમના કાર્ડ્સ પર નિયંત્રણ મેળવી શકશે. પેટીએમ એસબીઆઈ કાર્ડ્સ તુરંત વન-ટચ સર્વિસીસથી સજ્જ હશે, જે ગ્રાહકોને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ માટે કાર્ડ બ્લોક/અનબ્લોક કરવા, કાર્ડ ગૂમ થઈ જાય તો તેને બ્લોક કરવા, ડુપ્લિકેટ કાર્ડ ઈશ્યુ કરવા અને આઉટસ્ટેન્ડિંગ ક્રેડિટ લિમિટ જોવાની સુવિધા પૂરી પાડશે. તે ગ્રાહકોને કાર્ડની જરૂર ન હોય ત્યારે કોન્ટેક્ટલેસ પેમેન્ટ્સ અથવા આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝેક્શન્સ માટે કાર્ડને સ્વિચ ઓફ કરીને છેતરપિંડીથી બચવાનો વિકલ્પ પણ પૂરો પાડશે. આ સેવાઓ ખર્ચના મૂલ્યાંકનમાં મદદરૂપ થવા પર્સનલાઈઝ સ્પેન્ડ એનલાઈઝર સાથે આવશે અને ભવિષ્યના ખર્ચનું કુશળતાપૂર્વક આયોજન કરશે. પેટીએમ યુઝર્સ 1 મિનિટથી ઓછા સમયમાં એપ પરથી કાર્ડ માટે નોંધણી કરાવી શકશે.

નવયુવાનો, ડિજિટલ સાવી ગ્રાહકો માટે ડિઝાઈન કરાયેલા પેટીએમ એસબીઆઈ કાર્ડ અને પેટીએમ એસબીઆઈ કાર્ડ સિલેક્ટ પેટીએમ એપ  તેમજ લાખો ઓનલાઈન અને ઓફલાઈન સ્ટોર્સપર કાર્ડના ઉપયોગ બદલ ગ્રાહકોને વળતરો અને બચતની સુવિધા પૂરી પાડશે. કાર્ડધારકોને પેટીએમ એપ પરથી મુવી ટિકિટ્સ અને ટ્રાવેલ ટિકિટ્સના બૂકિંગ તેમજ પેટીએમ મોલ પરથી કોઈ વસ્તુની ખરીદી પર પેટીએમ એસબીઆઈ કાર્ડ સિલેક્ટ પર પાંચ ટકા અને પેટીએમ એસબીઆઈ કાર્ડ પર 3 ટકા કેશબેક મળશે. પેટીએમ એસબીઆઈ કાર્ડ્સનો ઉપયોગ કરીને પેટીએમ એપ પરથી અન્ય ખર્ચાઓ માટે કાર્ડધારકોને 2 ટકા કેશબેક જ્યારે અન્યત્ર ખર્ચ કરવા માટે 1 ટકા કેશબેકની ઓફર કરવામાં આવી છે. પેટીએમ ઈકોસિસ્ટમ અનેક ખરીદી કેટેગરી ઓફર કરે છે અને પેટીએમ સબીઆઈ કાર્ડ રેગ્યુલર પેટીએમ યુઝર્સને તેમની સૌથી સુસંગત ખર્ચ કેટેગરીસ પર વ્યાપક સંખ્યામાં કેશબેક ઓફર કરે છે.

પસંદગીના ગ્રાહકોએ 1લી નવેમ્બરથી પેટીએમ એપ પર લાઈવ થઈ ગયેલી વેઈટલિસ્ટમાં જોડાઈને વહેલા એક્સેસ માટે અરજી કરવાની રહેશે. 

પેટીએમ સાથે જોડાણ અંગે વાત કરતાં એસબીઆઈ કાર્ડના એમડી અને સીઈઓ શ્રી અશ્વિની કુમાર તિવારીએ જણાવ્યું હતું કે, ભારતમાં ક્રેડિટ કાર્ડ ઈન્ડસ્ટ્રીના હજી ઘણા પ્રસારની સંભાવનાઓ છે. ઉપરાંત વર્તમાન પરિસ્થિતિ કે જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ જીવનનો એક ભાગ છે અને કેશલેસ પેમેન્ટને એક સલામત વિકલ્પ માનવામાં આવે છે ત્યારે બધા જ ખૂણાઓમાંથી ડિજિટલ પેમેન્ટ્સ માટે નવી પ્રેરણા મળી રહી છે. પેટીએમ સાથે અમારી વ્યૂહાત્મક ભાગીદારીનો આશય ક્રેડિટ કાર્ડ્સને બધા માટે સુલભ બનાવવાનો છે. આ ભાગીદારી મારફત અમે સમગ્ર ભારતમાં પેટીએમની નવયુવાનો સુધીની વ્યાપક પહોંચ, ડિજિટલી વિકસિત ગ્રાહકો અને સલામત, સાનુકૂળ તથા ક્રેડિટ કાર્ડના લાભ સાથે વળતર આપતા પેમેન્ટ સોલ્યુશનનો લાભ મેળવવા સક્ષમ બની શકીશું. વધુમાં એક નવીન પહેલથી અમે પેટીએમ પર ગ્રાહકોની ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીના આધારે તેમને અન્ડરરાઈટિંગ કરીશું અને તે રીતે પેટીએમ એસબીઆઈ કાર્ડ અવિરતરીતે ગ્રાહક બેઝ વધારશે.

ભાવેશ ગુપ્તા (પેટીએમ લેન્ડિંગના સીઈઓ)એ જણાવ્યું હતું કે,અમે ઉત્કૃષ્ટ સુવિધાઓ અને ક્યારેય પૂરાં નહીં થતા રીવોર્ડ્સ સાથે ભારતનું સૌથી નવીન ક્રેડિટ કાર્ડ રજૂ કરવા અમારા ભાગીદાર તરીકે એસબીઆઈ કાર્ડને આવકારતાં ગૌરવ અનુભવીએ છીએ. અમારા કાર્ડ્સ ખરા અર્થમાં ભારતના આશાસ્પદ યુવાનો અને ઊભરતા પ્રોફેશનલ્સને લાભ પૂરો પાડવા ડિઝાઈન કરાયા છે. આ કાર્ડ્સ તેમના નાણાકીય જીવનના સંચાલનમાં તેમને મદદરૂપ થશે અને પેટીએમ એપ મારફત તેમના ખર્ચનું નિરિક્ષણ કરવા સક્ષમ બનશે તેમજ તેઓ સભાનતાપૂર્વક નાણાકીય નિર્ણયો લઈ શકશે. અમારી ભાગીદારીનો આશય જનતામાં ક્રેડિટ કાર્ડ્સ સરળતાથી ઉપલબ્ધ કરાવવાની દિશામાં છે. અમારું માનવું છે કે આ ભાગીદારી ફોર્મલ અર્થતંત્રમાં ન્યૂ ટુ ક્રેડિટ યુઝર્સના ઉમેરા દ્વારા ક્રેડિટ બજારમાં પરિવર્તન લાવી શકે છે અને અમારા ગ્રાહકોને ખરા અર્થમાં પર્સનલાઈઝ્ડ કાર્ડ મેનેજમેન્ટનો અનુભવ પૂરો પાડી શકે છે.

વિસાના ભારત અને દક્ષિણ એશિયાના ગ્રૂપ કંટ્રી મેનેજર ટી. આર. રામચંદ્રને ઉમેર્યું હતું કે,બજારમાં આ અજોડ ઓફર લાવવા માટે ભારતમાં અમારા બે વેલ્યુ ભાગીદારો એસબીઆઈ કાર્ડ અને પેટીએમ સાથે જોડાતા અમને ખૂબ જ આનંદ થાય છે. વર્તમાન સમયમાં કાર્ડથી ચૂકવણી એકદમ સુસંગત હોવા ઉપરાંત આ કાર્ડમાં ત્રણે ભાગીદારો દ્વારા પ્રીમિયમ ઓફર્સ અને ડિસ્કાઉન્ટ્સનું પેકેજ તેને ભારતીય ગ્રાહકો માટે આકર્ષક ઓફર બનાવે છે. ભારતીયોની નવી પેઢીને ડિજિટલ પમેન્ટ્સ માટે સક્ષમ બનાવવા ઉત્પાદનો અને ઉકેલો રજૂ કરવામાં આ વિશેષ ભાગીદારીની સંભાવનાઓ અંગે અમે ખૂબ જ રોમાંચિત છીએ.’ 

કાર્ડ્સ નોંધણી સમયથી જ મૂલ્યવાન સુવિધાઓ પૂરી પાડે છે, જેમાં રૂ. 750ના મૂલ્યની પેટીએમ ફર્સ્ટ મેમ્બરશિપ જેવા વેલકમ બેનિફિટ્સનો સમાવેશ થાય છે. પેટીએમ એસબીઆઈ કાર્ડ સિલેક્ટ પણ પહેલાં વપરાશ પર કાર્ડધારકોને રૂ. 750 કેશબેકની સુવિધા ઓફર કરે છે.

પેટીએમ એસબીઆઈ કાર્ડ સિલેક્ટ ગ્રાહકો પહેલાં બે કાર્ડ મેમ્બરશિપ વર્ષો માટે કોમ્પ્લિમેન્ટરી પ્રાયોરિટી પાસ મેમ્બરશિપ તેમજ પ્રત્યેક વર્ષે ચાર કોમ્પ્લિમેન્ટરી ડોમેસ્ટિક એરપોર્ટ લાઉન્જની મુલાકાતની ઓફર મેળવશે. આ લાભો ઉપરાંત કાર્ડ્સ ગ્રાહકોને વિવિધ વાર્ષિક સિમાચિહ્નરૂપ લાભો મારફત તેમની વફાદારી માટે વળતર પણ આપશે. પેટીએમ એસબીઆઈ કાર્ડ સિલેક્ટ ગ્રાહકો ચોક્કસ સિમાચિહ્નરૂપ ખર્ચ પર વાર્ષિક રૂ. 6,000 સુધીના ગીફ્ટ વાઉચર્સ પણ મેળવી શકશે જ્યારે પેટીએમ એસબીઆઈ કાર્ડ ગ્રાહકો રૂ. 1 લાખનો વાર્ષિક રીટેલ ખર્ચ કરીને કોમ્પ્લીમેન્ટરી પેટીએમ ફર્સ્ટ મેમ્બરશિપ વાઉચર મેળવી શકશે. કાર્ડધારકો પણ 1 ટકા ઈંધણ સરચાર્જ માફી ઉપરાંત પેટીએમ એસબીઆઈ કાર્ડ અને પેટીએમ એસબીઆઈ કાર્ડ સિલેક્ટ માટે અનુક્રમે રૂ. 1 લાખ અને બે લાખનું સાઈબર ફ્રોડ ઈન્સ્યોરન્સ કવર મેળવી શકશે.

એસબીઆઈ કાર્ડ અને પેટીએમ એપ્લિકેશનની પ્રક્રિયાથી ટ્રેકિંગ અને ઈશ્યુ કરવા સુધીના સંપૂર્ણ અનુભવને ડિજિટાઈઝ્ડ કર્યો છે. આ સર્વિસ દસ્તાવેજો એકત્ર કરવાથી લઈને કાર્ડ ઈશ્યુ કરવા અને ડિલિવરી માટે કાર્ડના ઓનલાઈન ટ્રેકિંગ સાથે પેટીએમ એપ પર સાનુકૂળ સમય પસંદ કરવાની સુવિધા પૂરી પાડે છે. અવિરત એપ્લિકેશન પ્રક્રિયા એપ્લિકેશન રદ થવાનો સમય ઘટાડશે અને વધુ લોકોને ફોર્મલ ક્રેડિટ સિસ્ટમમાં જોડાવા માટે સક્ષમ બનાવશે.

પેટીએમ એસબીઆઈ કાસિલેક્ટ અને પેટીએમ એસબીઆઈ કાર્ડની મુખ્ય બાબતો

પેટીએમ એસબીઆઈ કાર્ડ સિલેક્ટ

  • વેલકમ લાભ – કોમ્પ્લિમેન્ટરી પેટીએમ ફર્સ્ટ મેમ્બરશિપ અને રૂ. 750 કેશબેક
  • પેટીએમ એપ પર ખર્ચ પર 5 ટકા સુધી કેશબેક અને અન્યત્ર ખર્ચ પર 1 ટકા કેશબેક
  • સિમાચિહ્નરૂપ ખર્ચ કરતા રૂ. 6,000 સુધીના મૂલ્યના ગીફ્ટ વાઉચર્સ
  • કોમ્પ્લીમેન્ટરી પ્રાયોરિટી પાસ મેમ્બરશિપ અને ડોમેસ્ટિક લાઉન્જની સુવિધા
  • રૂ. 2,00,000નું સાયબર ફ્રોડ વીમા કવચ
  • 1 ટકા ઈંધણ સરચાર્જ માફી

પેટીએમ એસબીઆઈ કાર્ડ

  • વેલકમ લાભ – કોમ્પ્લિમેન્ટરી પેટીએમ ફર્સ્ટ મેમ્બરશિપ
  • પેટીએમ એપ પર ખર્ચ પર 3 ટકા સુધીનું કેશબેક અને અન્યત્ર ખર્ચ પર 1 ટકા કેશબેક
  • કાર્ડ રીન્યુઅલ પર કોમ્પ્લિમેન્ટરી પેટીએમ ફર્સ્ટ મેમ્બરશિપ વાઉચર
  • 1 ટકા ઈંધણ સરચાર્જ માફી
  • રૂ. 1,00,000નું સાયબર ફ્રોડ વીમા કવચ

ગ્રાહકો પેટીએમ એસબીઆઈ કાર્ડ અને પેટીએમ એસબીઆઈ કાર્ડ સિલેક્ટ માટે પેટીએમ એપ મારફત ઓનલાઈન અરજી કરી શકે છે. બંને કાર્ડ્સ અનુક્રમે રૂ. 499 અને રૂ. 1499ની વાર્ષિક ફી પર ઉપલબ્ધ બનશે. ગ્રાહકો પેટીએમ એપ પર બે કલરના વેરિયન્ટ્સમાંથી એક વિકલ્પ પસંદ કરી શકશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button