હેલ્થ એન્ડ બ્યૂટી

વિરારમાં ‘દૃષ્ટિ આઈ હોસ્પિટલ’ના આધુનિક વિસ્તરણનું ઉદ્ઘાટન; વર્લ્ડ ક્લાસ આંખોની સારવાર હવે સ્થાનિક સ્તરે ઉપલબ્ધ

મુંબઈ: વિરાર પશ્ચિમ ખાતે ‘દૃષ્ટિ આઈ હોસ્પિટલ’ના વિસ્તૃત અને અત્યાધુનિક સુવિધાસભર નવા કેન્દ્રનું ઉદ્ઘાટન શનિવારે ઉત્સાહભેર કરવામાં આવ્યું. ઉદ્ઘાટન પૂર્વે યોજાયેલી પત્રકાર પરિષદમાં હોસ્પિટલની અદ્યતન સુવિધાઓ અને સર્વગ્રાહી આંખોની સારવાર સેવાઓ અંગે માહિતી આપવામાં આવી.

આ પ્રસંગે લોકનેતા હિતેન્દ્ર ઠાકુર, ભૂતપૂર્વ ધારાસભ્ય ક્ષિતિજ ઠાકુર, વસઈ-વિરાર મહાનગરપાલિકાના પ્રથમ મેયર રાજીવ પાટીલ, વર્તમાન મેયર અજીવ પાટીલ, ભૂતપૂર્વ કોર્પોરેટર અને સ્થાયી સમિતિના પ્રથમ અધ્યક્ષ જેટુભાઈ શાહ તેમજ VMA અને IDAના ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. પ્રવિણ ક્ષીરસાગર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિરારમાં વર્લ્ડ ક્લાસ આંખોની સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવવા માટેના આ ઉપક્રમની તેમણે પ્રશંસા કરી.

હોસ્પિટલના સ્થાપક અને નિયામક ડૉ. હેમંત ચાસિયા (MS Ophthalmology, DOMS) એ પોતાના વ્યાવસાયિક પ્રવાસ અંગે માહિતી આપી. કે.ઈ.એમ. હોસ્પિટલ, મુંબઈમાં તાલીમ લીધેલા ડૉ. ચાસિયા પાસે ખાનગી પ્રેક્ટિસમાં 28 વર્ષનો વિશાળ અનુભવ છે.

તેમણે વર્ષ 2007માં વિરાર પશ્ચિમના ગોકુલ ટાઉનશીપમાં ‘દૃષ્ટિ આઈ હોસ્પિટલ’ની સ્થાપના કરી હતી. છેલ્લા 19 વર્ષમાં હોસ્પિટલ દ્વારા અદ્યતન આંખોની સારવાર ટેકનોલોજી વિસ્તારમા ઉપલબ્ધ કરવામાં આવી છે અને 20,000થી વધુ મોતીયાબિંદ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે. ડૉ. ચાસિયા LASIK, Epi-LASIK અને બ્લેડલેસ LASIK જેવી રિફ્રેક્ટિવ સારવારમાં પણ નિષ્ણાત છે.

આ પ્રસંગે ડૉ. ચાસિયાએ જણાવ્યું હતું કે, “દર્દીઓનો વિશ્વાસ અમારી સૌથી મોટી શક્તિ છે. આ વિસ્તરણ અમારી યાત્રામાં મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે, જેનાથી અમે અદ્યતન ટેકનોલોજી અને માનવીય સેવા સાથે વિરારમાં જ ઉચ્ચ ગુણવત્તાની આંખોની સારવાર આપી શકીશું. અમારી કોશિશ છે કે દર્દીઓને હવે મહાનગરોમાં જવાની જરૂર ન પડે.”

નવી સુવિધાની ખાસિયત તરીકે વિરારમાં પ્રથમ અલ્ટ્રા એચડી LASIK મશીન સ્થાપિત કરવામાં આવ્યું છે, જેમાં 0.5 મીમીનું સૌથી નાનું સ્પોટ સાઇઝ, 500 હર્ટ્ઝની ઝડપી સિસ્ટમ અને જર્મન ટેકનોલોજી આધારિત 5D 1050 આઈ ટ્રેકર સામેલ છે, જે વધુ ચોક્કસ અને સુરક્ષિત દ્રષ્ટિ સુધારાની ખાતરી આપે છે.

અપગ્રેડ થયેલી ‘દૃષ્ટિ આઈ હોસ્પિટલ’માં મોતીયાબિંદ સર્જરી, રિફ્રેક્ટિવ સારવાર, ગ્લોકોમા ટ્રીટમેન્ટ, રેટિના કેર તેમજ આધુનિક ડાયગ્નોસ્ટિક સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ નવી સુવિધા ‘દૃષ્ટિ આઈ હોસ્પિટલ પ્રા. લિ.’, યશવંત પ્રેસ્ટિજ બિલ્ડિંગ, પ્રથમ માળ, ડી-માર્ટ નજીક, ન્યૂ વિવા કોલેજ સામે, ચિંતામણિ વિહાર, તિરુપતિ નગર ફેઝ II, વિરાર પશ્ચિમ, મુંબઈ ખાતે શરૂ કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button