મની / ફાઇનાન્સ

કોટક મ્યુચ્યુઅલ ફંડે ડિજિટલ કેમ્પેઇન #SapnoPeKoiLockdownNahiHota લોન્ચ કર્યું

Kotak Mutual Fund Launches Digital Campaign 'Sapne Pe No Lockdown' (#SapnoPeKoiLockdownNahiHota

ન્યુ નોર્મલમાં રોકાણકારોને નાણાકીય આયોજન કરવામાં મદદરૂપ બનવા માટે ઇન્વેસ્ટર એજ્યુકેશન પહેલ

સુરત : લોકડાઉન પછી તમે શું કરશો? ગ્રાહકોના સેન્ટિમેન્ટનો પ્રતિસાદ આપતાં કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની (કોટક મ્યુચ્યુઅલ ફંડ)એ આજે તેના ડિજિટલ કેમ્પેઇન #SapnoPeKoiLockdownNahiHotaની જાહેરાત કરી છે, એટલે કે સપના ઉપર કોઇ લોકડાઉન હોઇ શકે નહીં. કોટક મ્યુચ્યુઅલ ફંડના લેટ્સ પ્લાનએજ્યુકેશનલ ઓનલાઇન પ્લેટફોર્મ www.kotakmf.com/letsplan ઉપર લોન્ચ કરાયેલું આ કેમ્પેઇન નિયમિત બચત અને રોકાણની મહત્વતા દર્શાવે છે, જેથી સપનાને વાસ્તવિક કરવાનું સુનિશ્ચિત કરી શકાય. કન્ટેન્ટ અને તેના સુસંગત કેલ્ક્યુલેટરની મદદથી આ કેમ્પેઇન ગ્રાહકોને હાલની અસ્થિરતામાંથી બહાર નીકળવા તથા તેમની નાણાંકીય યાત્રા આગળ વધારવામાં મદદરૂપ બને છે, જેનાથી તેમના નાણાકીય લક્ષ્યોને હાંસલ કરી શકાય.

આ કન્ટેન્ટ, નોકરી અથવા આજીવિકાનો સ્ત્રોત ગુમાવવા છતાં કેવીરીતે જીવનનો સામનો કરવો, હાલની સ્થિતિમાં એસઆઇપી બંધ કરવી અથવા ચાલુ રાખવી, મર્યાદિત પગાર અને આવક વચ્ચે કેવી રીતે ખર્ચ અને

રોકાણનું વ્યવસ્થાપન કરવું જેવા સંબંધિત પ્રશ્નોના જવાબ  આપશે તેમજ કેમ્પેઇનનો વિડિયો ડિજિટલ પ્લેટફોર્મ્સ ઉપર ચલાવવામાં આવશે, જે જીવનના વિવિધ તબક્કાના ગ્રાહકોની આકાંક્ષાઓને કેપ્ચર કરીને દર્શાવે છે કે કેવી રીતે લેટ્સ પ્લાન લોકોના સપનાઓને દરેક પગલે આકાર આપવામાં મદદરૂપ બને છે.

કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડના ડિજિટલ બિઝનેસ અને માર્કેટિંગના વડા કિંજલ શાહે જણાવ્યું હતું કે, અમારા એવોર્ડ-વિજેતા ટોક ટુ મિ. એસઆઇપી પ્રોગ્રામ બાદ #SapnoPeKoiLockdownNahiHota વિશેષ ઇન્વેસ્ટર એજ્યુકેશન પહેલ છે, જેનાથી ગ્રાહકોને ન્યુ નોર્મલમાં વધુ કાળજીથી તેમના ભવિષ્યનું આયોજન કરવામાં મદદ મળશે. આ કેમ્પેઇનનો મુખ્ય વિચાર એ છે કે – વિશ્વભરમાં લોકોના જીવન અને આજીવિકા છીનવી લેનાર જીવલેણ નોવલ કોરોના વાઇરસ મહામારી – કોવિડ-19 પણ, નાણાકીય આયોજનની પ્રક્રિયાને રોકી શકે નહીં. લેટ્સ પ્લાન દ્વારા અમે રોકાણકારોને વિવિધ ટુલ્સ  અને માહિતીથી સશક્ત કરી રહ્યાં છીએ, જે તેમને એસઆઇપી સાથે ભવિષ્યનું આયોજન કરવામાં ઉપયોગી બની રહેશે.

આ કેમ્પેઇનનો ખ્યાલ ડિજિટલ માર્કેટિંગ એજન્સી હાયપર કનેક્ટ દ્વારા રજૂ કરાયો છે. હાઇપર કનેક્ટના સહ-સ્થાપક અને ક્રિએટિવ હેડ કિરણ ખડકેએ જણાવ્યું હતું કે, સપના સ્વતંત્ર હોય છે અને તે વ્યક્તિનો સંભાવનાઓમાં વિશ્વાસ પ્રસ્થાપિત કરે છે. અમે આ મૂળભુત વિચારને પકડીને એસઆઇપી સાથે સાંકળ્યું છે, જેનાથી આ કેમ્પેઇનનો જન્મ થયો છે. આ વિડિયો આ વિચારને સ્થાપિત કરે છે તેમજ કન્ટેન્ટ સીરિઝ નવા અને પ્રવર્તમાન રોકાણકારોને અનુકૂળ કેલ્ક્યુલેટર્સ દ્વારા તેમના સપનાનું કાળજીપૂર્વક આયોજન કરવામાં મદદરૂપ બને છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button