ઓટોમોબાઇલ્સમની / ફાઇનાન્સ

બેન્ક ઓફ બરોડા અને ટોયોટા કિર્લોસ્કર મોટરે સાથે મળીને ગ્રાહકો અને વિતરકો માટે ફાઇનાન્સ વિકલ્પો રજૂ કર્યાં

Bank of Baroda with Toyota Kirloskar Motor Introduces Finance Options for Customers & Dealers
Image Credit : Pexel.com

દેશભરના નાના શહેરો અને નગરોમાં સરળ ફાઇનાન્સ સ્કીમની શરૂઆત

ટોયોટા કિર્લોસ્કર મોટરે ગ્રાહકોને પ્રાથમિકતા આપવાના પોતાના પ્રયાસ અંતર્ગત આજે સરકારી ક્ષેત્રે દેશની અગ્રણી બેન્ક ઓફ બરોડા સાથે કરાર કરવાની જાહેરાત કરી છે. તેનાથી મોટી સંખ્યામાં દેશના શહેરો અને નગરોમાં કંપનીના ગ્રાહકો અને વિતરકો બંન્ને માટે ફાઇનાન્સના વિકલ્પો ઉપલબ્ધ બનશે.

આ ભાગીદારી સાથે બેન્ક ઓફ બરોડા ટીકેએમ દ્વારા વેચાતા વાહનોની સંપૂર્ણ શ્રેણી ઉપર પસંદગીના ફાઇનાન્સર્સ પૈકીનું એક રહેશે. નવી સેવામાં ગ્રાહકો માટે વિશેષ પ્રકારે તૈયાર કરાયેલા સોલ્યુશન્સના લાભ પ્રાપ્ત કરવા સરળ બનશે. તેમાં ગાડીની ઓનરોડ કિંમતનો મહત્તમ હિસ્સો, લગભગ 90 ટકા આપવા અને પુનઃચૂકવણીનો લાંબો સમય એટલે કે 84 મહિના સામેલ છે. વધુમાં વહેલા ચૂકવણી કરવા ઉપર કોઇ ચાર્જીસ લેવામાં આવશે નહીં. બીજી તરફ સ્પર્ધાત્મક વ્યાજદરથી ટીકેએમના ડીલરને સર્વશ્રેષ્ઠ ડિજિટાઇઝ્ડ સપ્લાય ચેઇન ફાઇનાન્સનો લાભ મળશે.

આ ભાગીદારી અંગે પ્રતિક્રિયા આપતાં બેન્ક ઓફ બરોડાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર મુરલી રામસ્વામીએ જણાવ્યું હતું કે, અમે ભારતના મહત્વપૂર્ણ પેસેન્જર કાર નિર્માતાઓ પૈકીના એક સાથે જોડાણ કરતાં ખુશી અનુભવીએ છીએ. આ ભાગીદારીથી અમે ઓટમોબાઇલ ડીલર્સ સાથે વધુ ગાઢ સંબંધ બનાવવામાં તથા દેશભરમાં અમારી બ્રાન્ચ દ્વારા ડીલર ફાઇનાન્સ પોર્ટફોલિયો વિસ્તારવાની તક મળી છે. આ વિતરકોને અન્ય પ્રોડક્ટ્સ વેચવાની વિશાળ સંભાવનાઓને જોતાં અમને વિશ્વાસ છે કે આ કરારથી સપ્લાય ચેઇન ફાઇનાન્સના વર્ગમાં અમારી ઉપસ્થિતિ મજબૂત બનશે. વધુમાં ટીકેએમ માટે બજારમાં પહોંચ સારી બનશે.

આ કરાર વિશે બેન્ક ઓફ બરોડાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વિક્રમાદિત્ય સિંહ ખિચિએ જણાવ્યું હતું કે, ઓટો લોન ફાઇનાન્સ માટે ટોયોટા કિર્લોસ્કર મોટર પ્રાઇવેટ લિમિટેડ સાથે કરાર ઉપર હસ્તાક્ષર કરતાં અમે ખુશી અનુભવીએ છીએ. આ ભાગીદારીથી રિટેઇલ ઓટો ફાઇનાન્સ કારોબાર ઉપર અમારું ધ્યાન વધુ કેન્દ્રિત બનશે તેમજ અમારા અને ટોયોટાના ગ્રાહકોને મૂલ્ય મળશે. 9000થી વધુ બ્રાન્ચના વિશાળ નેટવર્ક સાથે અમે દેશભરના ગ્રાહકોને ફાઇનાન્સની સુવિધા પ્રદાન કરી શકીશું તથા ઓટો લોન બજારમાં અમારી પહોંચી વિસ્તારી શકીશું. આ જોડાણથી બંન્ને સંસ્થાઓની સંભાવનાઓ સારી બનશે તેમજ અમારા એમએસએમઇ વર્ગ ડીલર ફાઇનાન્સ પ્રોગ્રામ તથા રિટેઇલ સેગમેન્ટ, ઓટો લોન ફાઇનાન્સ મજબૂત બનશે.

આ અંગે ટીકેએમના સેલ્સ એન્ડ સર્વિસના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ નવીન સોનીએ જણાવ્યું હતું કેસ આ ભાગીદારી અમારા ગ્રાહકો અને વિતરકો બંન્ને માટે સમસ્યામુક્ત અને સરળ અનુભવ માટે નવા જમાનાના બેન્કિંગ અને ફાઇનાન્સ સોલ્યુશન્સ સંભવ કરવાના અમારા પ્રયાસોનો હિસ્સો છે. તેના ગ્રાહક અને વિતરકોને નવા વિકલ્પ મળી રહેશે. વર્તમાન આવશ્યકતાઓ અને બજારની ઉભરતી માગ અંગે જાણકારી મળશે. બેન્ક ઓફ બરોડા સાથે આ કરાર યોગ્ય સમયે થયો છે.

તાજેતરમાં અમે નવા મોડલ જેમકે નવી ટોયોટા અર્બન ક્રુઝર સાથે બી-વર્ગમાં પગલું ભર્યું છે તથા મોટા અને નાના બંન્ને શહેરોમા સારી માગ જોઇ રહ્યાં છીએ. આ માગ અર્બન ક્રુઝર અને ગ્લાન્ઝા બંન્ને માટે છે. આ ભાગીદારી અંતર્ગત અમારી પહોંચી સઘન નેટવર્ક સુધી વિસ્તરશે, જે દેશભરમાં મેટ્રોની સાથે-સાથે ટીયર 2 અને 3 શહેરોમાં ઉપસ્થિતિ ધરાવે છે. તે અમારા માટે આદર્શ ભાગીદાર છે અને ટોયોટા પ્રોડક્ટ્સની પહોંચ ભારતના ખૂણે-ખૂણે સુધી વધારવા માટે અમે તેમની સાથે કામ કરતાં ખુશી અનુભવીએ છીએ.

 

Overview of TKM

Company name

Toyota Kirloskar Motor Private Limited

Equity participation

TMC: 89%, Kirloskar Systems Limited (Mr. Vikram S. Kirloskar): 11%

Number of employees

Approx. 6,500

Land area

Approx. 432 acres (approx.1,700,000 m2)

Building area

74,000 m2

Total Installed Production capacity

Upto 3,10,000 units

 Overview of TKM 1st Plant:

Established

October 1997 (start of production: December 1999)

Location

Bidadi

Products

Innova, Fortuner manufactured in India.

Installed Production capacity

Upto 1,00,000 units

 Overview of TKM 2nd Plant:

Start of Production

December 2010

Location

On the site of Toyota Kirloskar Motor Private Limited, Bidadi

Products

 Toyota Yaris & Camry Hybrid

Installed Production capacity

Upto 2,10,000 units

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button