ગુજરાતબિઝનેસ

હિંદુસ્તાન ઝિંક ગુજરાતમાં ઝિરો લિક્વિડ ડિસ્ચાર્જ સાથે અદ્યતન ઝિંક સ્મેલ્ટર પ્લાન્ટ સ્થાપશે

Hindustan Zinc to set-up state-of-the-art Zinc Smelter Plant with zero liquid discharge in Gujarat

  • ડોસવાડા જીઆઇડીસીમાં આ ગ્રીનફિલ્ડ 300 કેટીપીએ ઝિંક સ્મેલ્ટર પ્લાન્ટ 415 એકરમાં આકાર પામશે
  • રાજ્યની સુધારેલી ઔદ્યોગિક નીતિ હેઠળ મોટા એમઓયુ પૈકીના એક ઉપર આજે ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ અને હિંદુસ્તાન ઝિંકના સીઇઓ અરૂણ મિસરાએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં હસ્તાક્ષર કર્યાં
  • વેદાન્તા લિમિટેડના સ્થાપક અને નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન અનિલ અગ્રવાલ વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમમાં સામેલ થયાં
  • ગુજરાત રાજ્યમાં કંપનીનું પ્રથમ સ્મેલ્ટર 5000થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર સર્જશે
  • પૂર્ણ થયા બાદ આ વિશ્વમાં સૌથી ઓછા ખર્ચના સ્મેલ્ટર્સ પૈકીનું એક બનશે
  • તબક્કાવાર રૂ. 5,000-રૂ. 10,000 કરોડના રોકાણ સાથે પ્લાન્ટ વર્ષ 2022 સુધીમાં સંપૂર્ણ કાર્યરત થશે

ગાંધીનગર : દેશમાં સૌથી મોટા ઝિંક ઉત્પાદક અને વિશ્વમાં ટોચના પાંચ પૈકીના એક હિંદુસ્તાન ઝિંક લિમિટેડ (એચઝેડએલ)એ ડોસવાડા જીઆઇડીસીમાં 300 કેટીપીએ ગ્રીનફિલ્ડ ઝિંક સ્મેલ્ટરની સ્થાપના માટે આજે ગુજરાત સરકાર સાથે સમજૂતી કરાર (એમઓયુ) ઉપર હસ્તાક્ષર કર્યાં છે. 415 એકર વિસ્તારમાં આ સુવિધામાં તબક્કાવાર રીતે રૂ. 5,000-રૂ. 10,000 કરોડથી વધુનું રોકાણ થશે, તેનાથી 5000 પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારનું સર્જન થશે અને તે વર્ષ 2022 સુધીમાં કાર્યરત થશે. ગુજરાત રાજ્યમાં આ હિંદુસ્તાન ઝિંકની પ્રથમ સુવિધા છે, જે ઝિરો ડિસ્ચાર્જ ટેક્નોલોજી સાથે સ્થાપિત કરાશે તેમજ વિશ્વમાં સૌથી ઓછા ખર્ચના સ્મેલ્ટર્સ પૈકીનું એક રહેશે. બંદર અને વપરાશ માટેના મુખ્ય માર્કેટ્સની નજીક આવેલી નવી સુવિધા ઝિંક અને અન્ય નાની ધાતુઓનું ઉત્પાદન કરશે.

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ અને હિંદુસ્થાન ઝિંકના સીઇઓ શ્રી અરૂણ મિસરા વચ્ચે આજે સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં. વેદાન્તા લિમિટેડના સ્થાપક અને નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન શ્રી અનિલ અગ્રવાલ વર્ચ્યુઅલ માધ્યમથી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. રાજ્યની સુધારેલી ઔદ્યોગિક નીતિ હેઠળ ગુજરાત સરકાર દ્વારા કરાયેલા મોટા એમઓયુ પૈકીનું આ એક છે. 

આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, લક્ષ્યાંકિત સમયમાં પ્લાન્ટને કાર્યરત કરવા અમારી રાજ્ય સરકાર તરફથી જરૂરી તમામ સહયોગ પ્રદાન કરતાં હું ખુશી અનુભવું છું. મને આશા છે કે હિંદુસ્તાન ઝિંક રાજ્યના વિઝન તથા અસરકારક અને અદ્યતન ઔદ્યોગિક ઇકોસિસ્ટમ વિકસાવવાના પ્રયાસોનો લાભ મેળવશે.

ડોસવાડા જીઆઇડીસી તાપીમાં આવેલી છે અને તે હઝિરા બંદર (110 કિમી) અને આગામી મગદલ્લા બંદર (90 કિમી)ની બેજોડ નિકટતા પ્રદાન કરે છે. નવી સુવિધા મોડલ પ્લાન્ટ રહેશે, તેમાં અદ્યતન ટેક્નોલોજી, ઓટોમેશન, પર્યાવરણના અને આરોગ્ય સુરક્ષા પાલનના ઉચ્ચ ધોરણો સામેલ છે. 

એમઓયુ અંગે પ્રતિક્રિયાં આપતાં વેદાન્તા ગ્રુપના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન અને સ્થાપક શ્રી અનિલ અગ્રવાલે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં અમારી ગ્રુપ કંપની હિંદુસ્તાન ઝિંકને દોરી જવી મારા માટે ગર્વની વાત છે. વેદાન્તા ગ્રુપ ખાતે અમારું માનવું છે કે મૂશ્કેલ સમય ભવિષ્ય માટે રોકાણ કરવાનો ઉત્તમ સમય છે. આ નવો પ્લાન્ટ માત્ર વિશ્વસ્તરીય સુવિધા નથી, પરંતુ કાર્યક્ષમતાના ઉચ્ચ ધોરણો, ઇકો-ફ્રેન્ડલીનેસ, ટેક્નોલોજી અને ઓટોમેશન, ગુણવત્તા અને માળખાને સમાવિષ્ટ કરતા એક મોડલની રચના કરવામાં ગ્રુપના અભ્યાસનું ઉચ્ચતમ સ્તર છે. દેશમાં ઔદ્યોગિક કેન્દ્ર તરીકેની ગુજરાતની પ્રતિષ્ઠાને જોતાં અહીં ઝિંકમાં અમારા ડ્રીપ પ્રોજેક્ટનું નિર્માણ કરવું અમારા માટે ખુશીની વાત છે. આ સુવિધા સાથે અમે સાથે મળીને ઝિંકના સૌથી અસરકારક ઉત્પાદક તરીકે ભારતને વૈશ્વિક નકશામાં સ્થાન અપાવીશું. અમે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનની દિશામાં પ્રયાણ કર્યું છે. આ પહેલ સાથે માર્ગ તરફ દોરી જવાની અમને તક પ્રદાન કરવા બદલ હું મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું. 

આ નવી સુવિધા ડાઉનસ્ટ્રીમ યુઝર ઇન્ડસ્ટ્રીની નજીક રહેશે. વધુમાં તે ભવિષ્યમાં ઔદ્યોગિક ક્લસ્ટર્સ અને સંલગ્ન ઉદ્યોગોના વિકાસમાં પણ મદદ કરશે. 

એમઓયુ ઉપર હસ્તાક્ષર કરવા પ્રસંગે હિંદુસ્તાન ઝિંકના સીઇઓ શ્રી અરૂણ મિસરાએ જણાવ્યું હતું કે, વેદાન્તા ગ્રુપ અને હિંદુસ્તાન ઝિંક અમારા વ્યવસાયના કેન્દ્ર બિંદુ તરીકે સમુદાય વિકાસ અને ઉત્થાનના એજન્ડા ઉપર કામ કર્યું છે. અમે ગુજરાત રાજ્યમાંદરિયાકાંઠા આધારિત કામગીરી સ્થાપિત કરતાં ઉત્સાહિત છીએ અને આ સ્થળ પ્રોજેક્ટ માટે એકદમ આદર્શ છે. અમે વર્ષ 2022 સુધીમાં ડોસવાડા એકમ પૂર્ણ કરવાન યોજના ધરાવીએ છીએ અને આ પ્લાન્ટ રાજ્યમાં હજારો લોકો માટે રોજગારની તકનું સર્જન કરવાની સાથે-સાથે પર્યાવરણ પ્રત્યે જવાબદાર અને ફ્યુચર-રેડી સુવિધા તરીકે ઉદ્યોગમાં બેન્ચમાર્ક સ્થાપિત કરશે. 

હિંદુસ્તાન ઝિંક બહુવિધ ટેક્નોલોજી-આધારિત અને સંચાલકીય પહેલમાં અગ્રેસર રહ્યું છે. તાજેતરમાં કંપનીએ નોન-ફેરસ મેટલ્સ માટે ભારતનું પ્રથમ ઓનલાઇન માર્કેટપ્લેસ ઇવોલ્વ લોન્ચ કર્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button