ગુજરાત

કોરોનાના સંક્રમણને રોકવા રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

  • દેશના તમામ રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ ઇચ્છુક નાગરિકોનો RTPCR ફરજિયાત : નેગેટીવ રીપોર્ટ હશે તેને જ ગુજરાતમાં પ્રવેશઃ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ
  • તમામ નાગરિકો નું સ્ક્રીનીંગ કરાશે: આગામી તા.૧લી એપ્રિલ-૨૦૨૧થી અમલ
  • ગુજરાતમાં આજે સાંજે ૪ વાગ્યા સુધી કુલ ૫૦,૫૮,૬૨૬ લાભાર્થીઓનુ રસીકરણ કરાયું

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ જણાવ્યું છે કે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે તે માટે રાજ્ય સરકાર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાંથી ગુજરાત પ્રવેશ ઇચ્છુક તમામ નાગરિકોએ RTPCR ટેસ્ટ ફરજિયાત કરાવેલો હોવો જરૂરી છે અને જે નાગરિકોનો ટેસ્ટ નેગેટિવ હશે તેને જ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવશે.

નાયબ મુખ્યમંત્રી શ્રી પટેલે ઉમેર્યુ કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા મહારાષ્ટ્ર રાજ્યમાંથી ગુજરાતમાં આવતા તમામ વ્યક્તિઓએ પ્રવેશના છેલ્લા ૭૨ કલાકમાં RTPCR ટેસ્ટ કરાવેલ હોવો જોઇએ અને રીપોર્ટ નેગેટીવ હોવો અનિવાર્ય છે અને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વ્યક્તિઓનું સઘન સ્ક્રીનીંગ થયા બાદ જ તેમને ગુજરાતમાં પ્રવેશ આપવાનો નિર્ણય કરાયો છે પરંતુ દેશ ના ઘણા રાજ્યોમાં વધી રહેલા કોરોના વાઈરસના સંક્રમણને ધ્યાને લેતા તેમજ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા વ્યક્તિઓમાં સંક્રમણનું પ્રમાણ વધારે જોવા મળતું હોઈ દેશના અન્ય રાજ્યોમાંથી આવતા મુસાફરોના RTPCR ટેસ્ટ કરાવવાનું જરૂરી હોઈ ગુજરાત રાજ્યમાં અન્ય રાજ્યોમાંથી કોવડ-૧૯ નાં કેસોનો વ્યાપ ન વધે તે માટે તકેદારીના ભાગ રૂપે એપિડેમિક ડીસીઝ એકટ અન્વયે મળેલ સત્તાની રૂઈએ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ ઈચ્છુક તમામ વ્યક્તિઓએ છેલ્લા ૭૨ કલાકમાં RTPCR ટેસ્ટ કરાવેલ હોય અને તે નેગેટિવ હોય તેઓને જ પ્રવેશ મળવાપાત્ર થશે.અન્ય ૨ાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ માટે આવતા તમામ વ્યક્તિઓનું સ્ક્રીનિંગ ફ૨જયાત પણે ક૨વાનું રહેશે. આ હુકમ તા .૦૧.૦૪.૨૦૨૧ થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

નાયબ મુખ્યમંત્રી શ્રી પટેલે ઉમેર્યુ કે, ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ સુચના મુજબ તા. ૧લી માર્ચ, ૨૦૨૧ના રોજ થી ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા (તા. ૦૧.૦૧.૨૦૨૨ સ્થિતિએ) તથા ૪૫થી ૫૯ વર્ષ ઉંમરના અન્ય રોગ ધરાવતા (ઉંમર-૦૧.૦૧.૨૦૨૨ સ્થિતિએ અને બીમારી અંગેનું ડોક્ટરનું પ્રમાણપત્ર) નાગરિકોને રસી આપવાનું શરૂ કરવામાં આવ્યુ છે જેના ભાગ રૂપે ગુજરાતને ભારત સરકારતરફથી આજ રોજ તા. ૨૭.૦૩.૨૦૨૧ના રોજ કોવિશિલ્ડ રસીના ૧૮,૦૦,૦૦૦ ડોઝનો જથ્થો મળેલ છે. આ જથ્થા સહિત આજ દિન સુધી ગુજરાત રાજ્યને કોવિશિલ્ડ રસીના ૫૭,૦૬,૯૭૦ ડોઝ અને કોવેક્સીન રસીના ૯,૮૨,૨૦૦ ડોઝનો જથ્થો મળ્યો છે.

તેમણે ઉમેર્યુ કે, ગુજરાતમાં આજ રોજ તા. ૨૭.૦૩.૨૦૨૧ના રોજ સાંજે ૪:૦૦ વાગ્યા સુધીમાં કુલ ૧,૬૪,૫૯૯ રસીના ડોઝ અને તા. ૨૬.૦૩.૨૦૨૧ સુધીમાં કુલ ૪૮,૯૪,૦૨૭ ડોઝ એમ મળી તા. ૨૭.૦૩.૨૦૨૧ના સાંજે ૪ વાગ્યા સુધી કુલ ૫૦,૫૮,૬૨૬ રસીના ડોઝ લાભાર્થીઓને આપવામાં આવેલ છે.

નાયબ મુખ્યમંત્રી શ્રી પટેલે ઉમેર્યુ કે રાજ્યમાં 10,03,050 કોવિશિલ્ડ વેકસીનના નો જથ્થો સિરમ ઈન્સ્ટીટયુટ પુના દ્વારા ગુજરાતને ઉપલબ્ધ થયો છે જે અમદાવાદ,રાજકોટ,સુરત અને વડોદારા ખાતે પહોચતો કરાશે ત્યારે આગામી તા.૧લી.એપ્રિલ થી ૪૫ વર્ષથી ઉપરના તમામ નાગરિકોને કોવિડની રસી આપવાની શરૂઆત થવાની છે ત્યારે સો નાગરિકોને આ રસી લેવા તેમણે અપીલ પણ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button