ગુજરાતબિઝનેસસુરત

ભારતના કાપડ મંત્રાલય દ્વારા “Stregthening Collaboration between Industry and Ministry of Textiles” વિષે ઓફલાઇન/ઓનલાઇન વર્કશોપ યોજાયો 

સરકાર દ્વારા ટફ સ્કીમને તા. ૧લી એપ્રિલ– ર૦રર એટલે કે પાછલી તારીખથી ઇફેકટ આપીને ફરીથી ચાલુ કરવી જોઇએ અને ભવિષ્યમાં ટફ સ્કીમને ટીટીડીએસમાં કન્વર્ટ કરીને ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીને આ સ્કીમ આપવી જોઇએ : ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલા 

MNRE ના સમર્થન સાથે ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રી માટે એકસકલુઝીવ રિન્યુએબલ એનર્જી પોલિસી જરૂરી છે. આ પોલિસી ભારતના તમામ રાજ્યો માટે સમાન હોવી જોઈએ : ચેમ્બરના તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ આશીષ ગુજરાતી 

સુરત. ભારત સરકારના ટેકસટાઇલ મંત્રાલય દ્વારા ગુરૂવાર, તા. ર૦ ઓકટોબર, ર૦રર ના રોજ સવારે ૧૧:૦૦ થી બપોરે રઃ૦૦ કલાક દરમ્યાન વેબેકસ ઉપર “Stregthening Collaboration between Industry and Ministry of Textiles” વિષે ઓફલાઇન/ઓનલાઇન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ હિમાંશુ બોડાવાલા અને ફિઆસ્વી ચેરમેન ભરત ગાંધી ઓનલાઇન જોડાયા હતા. જ્યારે ચેમ્બરના તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ આશીષ ગુજરાતી, ચેમ્બરની ગવર્મેન્ટ સ્કીમ્સ કમિટીના ચેરમેન રાજીવ કપાસિયાવાલા તથા વિવિધ રાજ્યોના ટેકસટાઇલ ઉદ્યોગકારો અને ઔદ્યોગિક ટેકસટાઇલ સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતા અને ઓનલાઇન જોડાયા હતા.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, ભારતમાંથી કાપડનું એકસપોર્ટ વધારવા માટે સરકારની પણ મદદની જરૂર પડશે. કાપડનું એકસપોર્ટ વધારી શકાય તે માટે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ૧.રપ લાખ જેટલા ઓટોમેટિક મોડર્ન લૂમ્સ નાંખવામાં આવ્યા છે. આથી ટફ સ્કીમને સરકાર દ્વારા ફરીથી ચાલુ કરવામાં આવે અને ૧લી એપ્રિલ– ર૦રર એટલે કે પાછલી તારીખથી ઇફેકટ આપીને ચાલુ કરવી જોઇએ તેવી રજૂઆત તેમણે કરી હતી. ભવિષ્યમાં ટફ સ્કીમને ટીટીડીએસમાં કન્વર્ટ કરીને ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીને આ સ્કીમ આપવી જોઇએ. સુરતમાં ટેકસટાઇલ કમિશનરની રિજિયોનલ ઓફિસ શરૂ કરવાની પણ તેમણે માંગ કરી હતી.

ચેમ્બરના તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ટેકનોલોજી મિશન સ્કીમ અંતર્ગત વિવિંગ અને નિટીંગ ઇન્ડસ્ટ્રી માટે ૩૦ ટકા કેપિટલ ઇન્સેન્ટીવ આપવાની જરૂર છે. ટેકનિકલ ટેકસટાઇલ ફેબ્રિકની પ્રક્રિયા માટે ડાઈંગ અને પ્રિન્ટિંગ અને પ્રોસેસિંગ ઉદ્યોગને ૪૦ ટકા કેપિટલ ઇન્સેન્ટીવ આપવાની જરૂર છે. આજે દેશભરમાં ર.રપ લાખ જેટલા હાઇ સ્પીડ મશીનો છે. જેમાં ૯પ ટકા રોકાણ ટફ સ્કીમ અંતર્ગત એમએસએમઇ યુનિટોનું આવી રહયું છે. દક્ષિણ ગુજરાત અને સુરત કલસ્ટર હવે હોમ ટેકસટાઇલ, લગેજ ટેક.માં અને સ્પોર્ટ–ટેક.માં યોગદાન આપી રહયું છે.

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત ક્લસ્ટર પાસે એમએમએફ ટેકસટાઇલ અને ટેકનિકલ ટેકસટાઇલ્સમાં વિશ્વમાં સૌથી મોટું બનવાની ક્ષમતા છે. MNRE ના સમર્થન સાથે ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રી માટે એકસકલુઝીવ રિન્યુએબલ એનર્જી પોલિસી જરૂરી છે. આ પોલિસી ભારતના તમામ રાજ્યો માટે સમાન હોવી જોઈએ. રિન્યુએબલ પ્લાન્ટસને હાલના ટેકસટાઇલ મેન્યુફેકચરીંગ યુનિટની પ્રિમાઇસિસની બહાર મંજૂરી આપવી જોઇએ. આ પોલિસી માટે ટેકસટાઇલના સ્ટેક હોલ્ડરો સાથે ચર્ચા કરવી જોઇએ.

ફિઆસ્વીના ચેરમેન ભરત ગાંધીએ જણાવ્યું હતું કે, ટેકસટાઇલ ઉદ્યોગકારોને રૂપિયા ર કરોડ સુધીની લોન કો–લેટરલ વગર મળવી જોઇએ તેવી જોગવાઇ કરવામાં આવે. કપડું બનાવવા માટે ઉપયોગી કી રો મટિરિયલ્સ ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી લાગુ નહીં કરવામાં આવે. ટફ સ્કીમને કન્ટીન્યુ કરવામાં આવે.

ચેમ્બરની ગવર્મેન્ટ સ્કીમ્સ કમિટીના ચેરમેન રાજીવ કપાસિયાએ જણાવ્યું હતું કે, સુરતમાં રો મટિરિયલ્સ તથા ફેબ્રિકના ટેસ્ટીંગ માટે લેબોરેટરીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે. એના માટે મંત્રા અથવા અન્ય ખાનગી કંપનીને ડેવલપ કરવી જોઈએ.

આ વર્કશોપમાં ભારતના ટેકસટાઇલ સેક્રેટરી ઉપેન્દ્ર પ્રસાદ સિંઘ (આઇ.એ.એસ.), સેક્રેટરી પ્રવીણસિંહ પરદેશી (આઇ.એ.એસ.), જોઇન્ટ સેક્રેટરી ટેકસટાઇલ પ્રાજકતા વર્મા (આઇ.એ.એસ.) અને ટેકસટાઇલ કમિશ્નર રૂપ રાશીને ટેકસટાઇલ ઉદ્યોગકારો અને વિવિધ ઔદ્યોગિક ટેકસટાઇલ સંગઠનોના પ્રતિનિધિઓએ કેપેસિટી બિલ્ડીંગ માટે વિવિધ સૂચનો આપ્યા હતા. ટેકસટાઇલ કમિશ્નર રૂપ રાશીએ જણાવ્યું હતું કે, ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રી માટેના બધા સૂચનોને કમ્પાઇલ કરીને ટેકસટાઇલ મંત્રાલય સમક્ષ રજૂ કરાશે. ઉદ્યોગકારોને સમજવામાં સરળતા રહે તે રીતે પોર્ટલ ડેવલપ કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button