ફૂડબિઝનેસ

વાસ્તુ ડેરીએ વાસ્તુ પ્રીમિયમ ગોલ્ડ ઘી લોન્ચ કર્યું 

  • ઘી સારી રીતે પાળેલા, ખુશ અને સ્વસ્થ પશુઓના દૂધમાંથી બનાવવામાં આવે છે તેમજ પશુઓને પૌષ્ટિક નેચરલ ચારો ખવડાવવામાં આવે છે.  
  • પ્રીમિયમ ઘી તેના અત્યાધુનિક ઉત્પાદન પ્લાન્ટમાં ધીમી ગતીની પ્રક્રિયાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે ·
  • વાસ્તુ પ્રીમિયમ ઘી સાથે,વાસ્તુ ડેરી આગામી પાંચ વર્ષમાં ભારતની ટોચની ડેરી કંપની બનવાના તેના લક્ષ્ય સાથે ઝડપથી આગળ વધી રહી છે. 

સુરત: સુરતની દૂધ અને દૂધની બનાવટોની અગ્રણી ઉત્પાદક શ્રી રાધે ડેરી ફાર્મ એન્ડ ફૂડ્સ લિમિટેડ (વાસ્તુ ડેરી)એ તેની નવી પ્રોડક્ટ વાસ્તુ પ્રીમિયમ ગોલ્ડ ઘી લોન્ચ કર્યું.   વાસ્તુ પ્રીમિયમ ગોલ્ડ ઘી, જે બે વેરાયટીઝમાં બનાવવામાં આવે છે (ગોલ્ડ પ્રીમિયમ ગાય ઘી અને ગોલ્ડ દેશી ઘી), તે શ્રેષ્ઠ ગુણવત્તાના માખણમાંથી બનાવવામાં આવે છે અને તે કંપનીના આ વિશ્વાસનું પરિણામ છે કે આપણે તે છીએ જે આપણે ખાઈએ છીએ.

લોંન્ચિંગ સમયે વાસ્તુ ડેરીના ફાઉન્ડર અને ચેરમેન શ્રી ભૂપત સુખડિયાએ જણાવ્યું હતું કે કંપની તેના નવા પ્રીમિયમ ઉત્પાદનો દ્વારા ગુણવત્તા, આરોગ્ય અને વિશ્વાસ સાથે સર્વિસ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.“ઘીની ગુણવત્તા એ પશુઓની ગુણવત્તા અને આરોગ્ય પર આધારિત છે જેમાંથી દૂધ મેળવવામાં આવે છે. વાસ્તુ ગોલ્ડ પ્રીમિયમ ઘી એ પશુઓના દૂધમાંથી બનાવવામાં આવે છે જેને પ્રેમપૂર્વક ઉછેરવામાં આવે છે અને કુદરતી પૌષ્ટિક ચારો ખવડાવવામાં આવે છે, કારણ કે તે વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે સારી રીતે પાળેલા, ખુશ પશુઓ પૌષ્ટિક દૂધ ઉત્પન્ન કરે છે અને એટલા માટે જ આ વાસ્તુ ગોલ્ડ પ્રીમિયમ ઘી અન્ય કરતા અલગ પડે છે.  

વાસ્તુ ડેરીનું પ્રીમિયમ ઘી પશુઓના દૂધમાંથી બનાવવામાં આવે છે. પશુઓને કુદરતી ઘાસ, મગફળી, ચણા, બિનોલા અને અન્ય સહિત વિવિધ પ્રકારના ચારા આપવામાં આવે છે જેથી કેલ્શિયમ સહિત પશુઓની પોષક જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવે છે. શ્રી સુખડિયાએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે ઉત્પાદનની યુએસપી માત્ર ગુણવત્તાયુક્ત કાચી સામગ્રી (દૂધ)નો સ્ત્રોત નથી પરંતુ ઘીના ઉત્પાદનમાં સામેલ અનોખી અને અલગ પ્રકારની પ્રક્રિયા છે. “અમારી પ્રીમિયમ ઘી ઉત્પાદન પ્રક્રિયામાં ઓછામાં ઓછા 3.5 કલાકની ધીમી ગતીની આંચ થી બનાવવાનો સમાવેશ થાય છે  ઘરે બનાવેલા ઘી જેવી જ દાણાદાર રચના અને મીઠી સુગંધ હોય તે માટે તાપમાન ધીમે ધીમે વધારવામાં આવે છે અને ઘી ના અંતિમ ઉત્પાદનમાં પણ એક સરખો સ્વાદ અને ગુણવત્તા મળી રહે તેની ખાતરી કરવામાં આવે છે    કંપનીની તેના પ્રીમિયમ ઘીની સમગ્ર ઉત્પાદન અને પેકેજિંગ પ્રક્રિયા અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને નિષ્ણાતોની ટીમ દ્વારા હાથ ધરવામાં આવે છે. તેનાથી ખાતરી થઈ છે કે વાસ્તુ ગોલ્ડ પ્રીમિયમ ઘી કૃત્રિમ ઉત્પાદકોથી મુક્ત છે અને તેમાં ભેળસેળ રહિત છે. વાસ્તુ ગોલ્ડ પ્રીમિયમ ઘી 100% શુદ્ધતા, વિશ્વાસ અને સ્વચ્છતાના વચન સાથે પેક કરવામાં આવે છે. ઘાસચારાના તબક્કાથી  દૂધ આપવાથી લઈને ઘી બનાવવા અને વિતરણ સુધીની સરળ અને શ્રેષ્ઠ પધ્ધતિ બનાવાઇ છે.  ઘીના સ્વાસ્થ્ય લાભો વિશે વાત કરતાં શ્રી સુખડિયાએ જણાવ્યું હતું કે ઉત્પાદનમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો સહિત અનેક સ્વાસ્થ્ય લાભો છે અને તે હેલ્ધી ફેટ નો ઉત્તમ સ્ત્રોત છે. તે રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે અને ત્વચા અને વાળને પોષણ આપે છે. અમારા ગ્રાહકોને આરોગ્યપ્રદ અને ગુણવત્તાયુક્ત વાસ્તુ ગોલ્ડ પ્રીમિયમ ઘી ઉત્પાદન પહોંચાડવા માટે આ તમામ ગુણોને પણ અમે સુંદર રીતે પેકેજ કરીએ છીએ.   વાસ્તુ પ્રીમિયમ ઘી સાથે,વાસ્તુ ડેરી આગામી પાંચ વર્ષમાં ભારતની ટોચની ડેરી કંપની બનવાના તેના લક્ષ્ય સાથે ઝડપથી આગળ વધી રહી છે.

વાસ્તુ ડેરી વિશે: શ્રી રાધે ડેરી ફાર્મ એન્ડ ફૂડ્સ લિમિટેડ (વાસ્તુ ડેરી)એ એક સ્ટાર્ટ-અપ છે જેની સ્થાપના 2010માં સ્થાનિક સ્તરે પ્રાપ્ત થતી સારી ગુણવત્તાની સાત્વિક ઉત્પાદનોની ખુશી સાથે ફરીથી રજૂ કરવા માટે કરવામાં આવી હતી. વાસ્તુ ઘી અને શ્રી રાધે ડેરીની શરૂઆત સુરતમાં 350 ચોરસ ફૂટ વિસ્તારમાં થઈ હતી અને આજે 100 કરોડથી વધુના ટર્નઓવર સાથે 35000 ચોરસ ફૂટમાં ફેલાયેલો પ્લાન્ટ અને ફાર્મ છે.

કંપની, જે નૈતિક રીતે પ્રાપ્ત ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પર ગર્વ અનુભવે છે, તેની શરૂઆત સુરતમાં થઈ હતી અને આજે સમગ્ર દેશમાં 2000થી વધુ વિતરકો, એક લાખ ઉપરાંત રિટેલર્સ સાથે સમગ્ર ભારતમાં ઉપસ્થિતી ધરાવે છે. વાસ્તુ ડેરી વિવિધ દૂધ ઉત્પાદનો (ફ્રેશ અને એમ્બિયન્ટ) રજૂ કરે છે અને છ દેશોમાં પણ નિકાસ કરે છે. કંપની પાસે તેના ફોલિયોમાં બે બ્રાન્ડ્સ છે – વાસ્તુ અને ગૌશાળા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button