એજ્યુકેશનવડોદરા

ટીમલીઝસ્કીલ્સ યુનિવર્સિટી દ્વારા દીપક નાઇટ્રાઇટ લિમિટેડના કર્મચારીઓ માટે 2જી કૌશલ્ય વૃદ્ધિ તાલીમનું ઉદઘાટન કરવામાં આવ્યું

વડોદરા: ટીમલીઝ સ્કીલ્સ યુનિવર્સિટી (TLSU), ભારતની પ્રથમ કૌશલ્ય યુનિવર્સિટી દ્વારા ગુજરાતના નંદેસરી ખાતેઆવેલ દીપક નાઇટ્રાઇટ લિમિટેડ(DNL) ના કર્મચારીઓ માટે કૌશલ્ય વૃદ્ધિ તેમજઉન્નતીકરણ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે યુનિવર્સિટીના સેન્ટર ફોર ઈન્ડસ્ટ્રી એન્ડનોલેજ પાર્ટનરશીપ (CIKP) હેઠળ  મેકાટ્રોનિક્સ વિભાગના સહયોગથીહાથ ધરવામાં આવશે.

આ કાર્યક્રમ એ DNLની પહેલ કૌશલ્ય નો જ એક ભાગ છે, જેનુંઆયોજન તેમના અનુભવી કર્મચારીઓને નવા કૌશલ્યની તાલીમ આપવા માટે કરવામાં આવે છે. TLSU દ્વારા દહેજ પ્લાન્ટ ખાતે DNL અનેDPL ના કર્મચારીઓ માટે અગાઉ પણ સમાન તાલીમ કાર્યક્રમનુંસફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.  

તાલીમના ઉદઘાટનદરમિયાન કોર્પોરેટ એલ એન્ડ ડી  ડૉ. રાજીવકુરુલકર, કોર્પોરેટ એચઆર મહેશ ફડકે, નંદેસરીપ્લાન્ટના હેડ પ્રબોધ કુમાર, જયમીન રાવલ એન્જિનિયરિંગ હેડ તેમજ DNL તરફથી પણ રુત્વી પંડ્યા અને હુઝેફ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા આપ્રસંગે TLSU પ્રોવોસ્ટ ડો.પ્રો.અવની ઉમટે કૌશલ્ય ક્ષેત્રમાં પુખ્ત શિક્ષણના મહત્વ પર વક્તવ્યઆપ્યું હતું. તેમણે નોકરીના સ્થળે સુસંગત રહેવા માટે જીવનભર શીખવાની અને સતતઆવનારી નવી અપસ્કીલીંગની  જરૂરિયાત પરપ્રકાશ પાડ્યો હતો. મિકાટ્રોનિક્સ વિભાગના વડા અને તાલીમ કાર્યક્રમના સહસંયોજકશ્રી દિશાંક ઉપાધ્યાયે આ પ્રસંગે કાર્યક્રમની વિશેષતા અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button