ગુજરાત

ગુજરાત સરકારના VISWAS Project ને ‘Safe City’ કેટેગરીમાં ‘Smart Cities India Awards-2021’ એવોર્ડ મળ્યો

ગૃહ વિભાગ, ગુજરાત સરકારના VISWAS Project ને ‘Safe City’ કેટેગરીમાં ‘Smart Cities India Awards-2021’ એવોર્ડ મળેલ છે. તા.૨૬/૦૩/૨૦૨૧ ના રોજ નવી દિલ્હી પ્રગતિ મેદાનમાં India Trade Promotion Organization, વાણિજ્ય મંત્રાલય, ભારત સરકાર અને Exhibition India Group દ્વારા આયોજીત એક સમારંભમાં શ્રી જિબેશ કુમાર માનનીય મંત્રી (આઇ.ટી.) બિહાર સરકાર દ્વારા ગુજરાત પોલીસના VISWAS Project ને ‘Safe City’ કેટેગરીમાં ‘Smart Cities India Awards-2021’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. આ પ્રસંગે શ્રીમતી અંજુ ભલ્લા, સંયુક્ત સચિવશ્રી, સાયન્સ અને ટેકનોલેજી મંત્રાલય, ભારત સરકાર નવી દિલ્હીનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ગૃહ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા કાર્યરત VISWAS Project અંતર્ગત ૩૪-જિલ્લાના મુખ્ય મથકો, ૬-પવિત્ર યાત્રાધામો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા મળી કુલ ૪૧-શહેરોમાં ટ્રાફિક જંકશન, પ્રવેશ, એક્ઝિટ પોઇન્ટ અને અન્ય સ્ટ્રેટેજિક સ્થળોએ ૭૦૦૦થી વધુ સીસીટીવી કેમેરા લગાવી, સબંધિત જિલ્લાના “નેત્રમ” (District Level Command & Control Centre) સાથે Broad Band કનેક્ટીવીટીથી જોડવામાં આવ્યા છે અને તમામ જિલ્લાઓના “નેત્રમ” ને ગાંધીનગર ખાતેના “ત્રિનેત્ર” (State Level Command & Control Centre) સાથે જોડવામાં આવેલ છે. આ પ્રોજેક્ટ હેઠળ વિવિધ પ્રકારના Video Analytics સ્થાપિત કરવામાં આવેલ છે અને Integrated Traffic Management Systemના ઉપયોગથી e-Challan System કાર્યરત કરવામાં આવેલ છે જેના થકી ટ્રાફીક નિયમના ભંગ બદલ વાહન માલિકને e-Challan ઇસ્યુ કરવામાં આવે છે. જેની માંડવાળ રકમની ચુકવણી માટે નાગરિકોને સરળતા રહે તે માટે Online Payment Systemની સુવિધા ચાલુ કરવામાં આવેલ છે. રાજ્યના લોકોની સુરક્ષા વધુ મજબૂત બનાવવા અને કાયદો અને વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવામાં આ પ્રોજેક્ટ ખૂબ જ મહત્વનો સાબિત થઇ રહ્યો છે. આ પ્રોજેકટ અંતર્ગત CCTV કેમેરાનું મજબૂત નેટવર્ક ગોઠવવામાં આવ્યું છે જેના ઉપયોગથી રાજ્યભરના વિવિધ જિલ્લામાં અકસ્માત, હિટ એન્ડ રન, ચોરી, લૂંટ, ચેન સ્નેચિંગ, કિડનેપિંગ, ગુમ થયેલ વ્યક્તિ, VVIP/VIP ના બંદોબસ્ત તેમજ મેળા-ઉત્સવો પ્રસંગે ટ્રાફિક નિયમન તેમજ Post incident investigation વિગેરેમાં અત્યાર સુધીમાં કુલ-૩૦૦૦ થી વધુ બનાવો વખતે ગુન્હા ઉકેલવામાં, તપાસના કામે તેમજ બંદોબસ્ત સમયે ગુજરાત પોલીસને આ પ્રોજેક્ટ ઉપયોગી થયેલ છે.

૩. આ અગાઉ પણ ગૃહ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા કાર્યરત VISWAS Project ને સને વર્ષ ૨૦૧૯ માં પ્રતિષ્ઠીત “Skoch Gold Award-2019” અને વર્ષ ૨૦૨૦ માં “Governance Now India Police Awards-2020” મળેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button