કૃષિ

ઘઉંના શ્રીરામ સુપર 111 બિયારણથી ગુજરાતનાં ખેડૂતોની ઘઉંની ઉપજમાં વધારો થયો

Wheat yield of Gujarat farmers increased with Shriram Super 111 seeds of wheat

ભરુચ: ડીસીએમ શ્રીરામ લિમિટેડનાં શ્રીરામ ફાર્મ સોલ્યુશન્સની ઘઉંની વેરાઇટી શ્રીરામ સુપર 111 બિયારણનો ઉપયોગ કરીને ગુજરાતના ખેડૂતોએ ઉપજમાં વધારો કર્યો છે. શ્રીરામ સુપર 111 ખેડૂતોને તેમના પાકની ઉપજ અને કૃષિ ઉત્પાદકતા વધારવા સક્ષમ બનાવવા કંપની દ્વારા વિકસાવેલા નવીન સંશોધન-સંચાલિત ઉત્પાદનો પૈકીનું એક છે.  

ગુજરાતના વડોદરા જિલ્લામાં સિનોરના યુવાન ખેડૂત નિપુલભાઈ ઠાકરે એમની જમીનના 15 એકરમાં શ્રીરામ સુપર 111 ઘઉંના બિયારણનું વાવેતર કર્યું હતું. આ અગાઉ શ્રીરામ ફાર્મ સોલ્યુશન્સે પડોશના ગામમાં આ બિયારણનું પ્રદર્શન કર્યું  હતું, જેમાં નિપુલભાઈ પ્રભાવિત થયા હતા.

યુવાન ખેડૂતને એના નિર્ણયથી મોટો લાભ થયો હતો, કારણ કે તેને અન્ય જાતની સરખામણીમાં એકરદીઠ આશરે 3થી 4 ક્વિન્ટલ વધુ ઉપજ મેળવવામાં સફળતા હાંસલ થઈ હતી. આ રીતે તેને તેના ઘઉંના 15 એકરનાં ખેતરમાં આશરે 1,00,000નો વધારાનો નફો થયો છે. તેમણે જણાવ્યું હતું કે, આ વેરાઇટમાં કંઠીદીઠ આશરે 70થી 80 દાણા સાથે અનાજની વધારે સંખ્યાને કારણે ઊંચું ઉત્પાદન થયું હતું.

શ્રીરામ સુપર 111 ઘઉંના બિયારણ લોંચ કર્યા પછી અત્યાર સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ખેડૂતો વચ્ચે એની લોકપ્રિયતામાં વધારો થયો છે. આ વેરાઇટી શ્રીરામ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સમાં ઘઉંના જગપ્રસિદ્ધ વૈજ્ઞાનિકે વિકસાવી છે.

શ્રીરામ સુપર 111 ઘઉંના બિયારણો લોકપ્રિય છે, જે માટે ઘઉંની અન્ય કેટલીક વિવિધતાઓની સરખામણીમાં એની વધારે ઉપજ કે ઉત્પાદકતા જવાબદાર છે. આ સાથે ચમકદાર અનાજ અને સારી ગુણવત્તાયુક્ત ચપાતી કે રોટલી એને ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના વિસ્તારોમાં ઘઉં માટે પસંદગીનું બિયારણ બનાવે છે.

ગુજરાતના ખેડૂતોને શ્રીરામ સુપર 111 ઘઉંના બિયારણોનો ઉપયોગ કરીને આ જ પ્રકારની સફળતા મળી છે. સાબરકાંઠાના અન્ય એક અનુભવી ખેડૂત ધુલાભાઈ પટેલે એમના ખેતરમાં શ્રીરામ સુપર 111નું વાવેતર કર્યું હતું અને તેમને એકરદીઠ 24 ક્વિન્ટલ ઉપજ મળી હતી. તેમને કંઠીદીઠ 80થી 100 દાણા મળ્યાં હતાં, જેથી છોડદીઠ આશરે 20 દાણા વધારે મળ્યાં હતાં અને છોડની ઊંચાઈ આશરે 100 સેમી હતી. તેમણે ગુણવત્તા અને જથ્થા એમ બંને દ્રષ્ટિએ ઊંચું ઉત્પાદન મેળવવા માટે શ્રીરામ સુપર 111નો ઉપયોગ કરવાનું નક્કી કરેલ છે.

જ્યારે શ્રીરામ સુપર 111 ગુજરાતના ખેડૂતો વચ્ચે ઘઉંના મનપસંદ બિયારણમાં સામેલ છે, ત્યારે શ્રીરામ ફાર્મ સોલ્યુશન્સ દ્વારા વિકસાવવામાં આવેલી અન્ય વેરાઇટી શ્રીરામ સુપર 231 અને શ્રીરામ સુપર 252 પણ છેલ્લાં થોડાં વર્ષોમાં સારી ગુણવત્તા અને ઉત્પાદકતાને કારણે એટલી જ લોકપ્રિય છે.

શ્રીરામ ફાર્મ સોલ્યુશન્સ વિશે

શ્રીરામ ફાર્મ સોલ્યુશન્સ (એસએફએસ) 131 વર્ષ જૂનાં અગ્રણી વ્યાવસાયિક જૂથ ડીસીએમ શ્રીરામ લિમિટેડની કંપની છે. ગ્રૂપનું ટર્નઓવર રૂ. 7,767 કરોડ છે. શ્રીરામ ફાર્મ સોલ્યુશન્સ બિયારણો, વિશેષ પોષક દ્રવ્યો અને પાક સંરક્ષણ કેટેગરીઓ જેવી કૃષિલક્ષી ચીજવસ્તુઓનાં વ્યવસાયમાં છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button