કૃષિ

ખેડૂતોએ બાગાયત ખાતાની યોજનાઓના લાભ મેળવવા માટે આઇ-ખેડૂત પોર્ટલ પર તા.૩૦મી એપ્રિલ સુધી અરજી કરવાની રહેશે

સુરત: રાજ્ય સરકાર દ્વારા બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂતોએ આઇ-ખેડૂત પોર્ટલ (ikhedut.gujarat.gov.in) પર તા.૩૦/૦૪/૨૦૨૧ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેથી ખેડૂત મિત્રો યોજનાઓમાં લાભ લેવા માટે પોતાના નજીકના ગામના ઇ-ગ્રામ સેન્ટર, ખાનગી ઇન્ટરનેટ દ્વારા સવારના ૧૧.૦૦ કલાકથી સાંજના ૫:૦૦ કલાક દરમ્યાન ૭/૧૨, ૮-અ ની નકલ, આધાર કાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ અને બેંક ખાતાની વિગત સાથે લઇ જઇને લાભ લેવા માંગતા ઘટકમા સમયસર અરજી કરવાની રહેશે.
અરજી કર્યા બાદ અરજીની કોપી અને ઉપર જણાવેલ સાધનિક કાગળો દિન ૭માં નાયબ બાગાયત નિયામકની કચેરી, લાલ બંગલા સામે, ઓલપાડી મહોલ્લો, અઠવાલાઇન્સ, સુરત. (ફોન નં: ૦૨૬૧-૨૬૫૫૯૪૮) ઉપર મોકલી આપવાની રહેશે તેમ સુરતના નાયબ બાગાયત નિયામક દ્વારા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button