એજ્યુકેશન

200 થી વધુ વૃક્ષારોપણ કરી ટી.એમ. પટેલ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારાવિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો

સુરત :  વિશ્વ પર્યાવરણ દિવસ (5મી જૂન 2024) નિમિત્તે સરસ્વતી એડયુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલીત ટી.એમ. પટેલ ઈન્ટરનેશનલ સ્કૂલ, સુરત દ્વારા ગ્રીન આર્મી ઓર્ગેનાઈઝેશનના સહયોગથી 2000 થી વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ લઇ  વેસુ ખાતે 200થી વધુ રોપા વાવી વૃક્ષારોપણની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી.

શાળાના ટ્રસ્ટી શ્રી હરીશ પટેલ એ જણાવ્યું હતું કે આ ઈવેન્ટનો ઉદ્દેશ પર્યાવરણીય જાગરૂકતા વધારવા અને ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન આપવાનો હતો, જે આબોહવા પરિવર્તન સામે લડવામાં વૃક્ષોના મહત્વને પ્રકાશિત કરે છે અને ઇકોલોજીકલ સંતુલનને વધારે છે. તે પર્યાવરણ સંરક્ષણ માટે શાળા બંધુઓની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી શ્રી હરીશ પટેલ, ડાયરેક્ટર કે. મેક્સવેલ મનોહર, મેનેજમેન્ટ સભ્યો,એડમિન સ્ટાફ, શિક્ષકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ શાળાની આસપાસ અને વેસુ વિસ્તાર ની આસપાસના વિસ્તારોમાં સેંકડો રોપાઓનું વાવેતર કરી શરૂઆત કરવામાં આવી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button