સુરત
સુરત ખાતે થશે દક્ષિણ ગુજરાતની મહિલાઓ માટે ‘નારી ગૌરવ એવોર્ડ સન્માન સમારોહ’નું આયોજન
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વીંગના ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે શનિવાર, તા. ૬ માર્ચ, ર૦ર૧ના રોજ પ્લેટીનમ હોલ, સુરત ઇન્ટરનેશનલ એક્ઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે દક્ષિણ ગુજરાતની મહિલાઓ માટે ‘નારી ગૌરવ એવોર્ડ સન્માન સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું છે.
સમાજ સેવા, નાટક, સંગીત, સાહિત્ય, ધર્મ, લલિતકળા, સ્પોટ્ર્સ, શિક્ષણ, ધંધા–ઉદ્યોગ અને વ્યવસાય ક્ષેત્રે દક્ષિણ ગુજરાતમાં રહેતી જે મહિલાઓએ વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરી છે, તેમણે પોતાના બાયોડેટા અને પૂરાવા તા. રપ ફેબ્રુઆરી, ર૦ર૧ પહેલા ચેમ્બરના કાર્યાલય (સમૃદ્ધિ બિલ્ડીંગ, ચોથા માળે, મક્કાઈપુલ પાસે, નાનપુરા, સુરત) ખાતે ઓફિસ સમય સવારે ૧૧:૦૦ થી સાંજે ૬:૦૦ કલાકના સમયગાળા દરમ્યાન જમા કરાવવાના રહેશે.