આત્મનિર્ભર ભારતમાં શહેરની મહિલાઓ દ્વારા ગેલેરી વનમાં ડીકોડ એડિટ એક્ઝીબિશન રજૂ કરાયું
અમદાવાદ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા આત્મનિર્ભર ભારતને ધ્યાનમાં રાખી અમદાવાદ સ્થિત ગેલેરી વન ખાતે લોકલ બ્રાન્ડનું એકઝીબિશન મુકાયું છે. જેનો વર્ચ્યુઅલ આનંદ માણી ખરીદી શકો છો.આ એક્ઝીબિશન તા.૨ અને તા.૩ ઑક્ટોબર સુધી એમ બે દિવસ ચાલશે સાથે ધ ડીકોડ એડિટ દ્વારા કોરોના ના કારણે લોકો ને ઘર સુધી બધી વસ્તું ઓ મળી રહે અને લોકોને ઘરની બહાર નિકળવું ના પડે એ માટે “શૉપ વર્ચ્યુઅલ”દ્વારા કસ્ટમર વીડીયો કૉલ ફેસીલીટી થી પોતાની વસ્તું ગમાડી શકશે અને એ વસ્તું ની ડીલીવરી ની જવાબદારી ધ ડીકોડ એડિટ દ્વારા પૂરી કર્શે.
પ્રદર્શનના આયોજક ડૉ પૂજા ઠકકરે જણાવ્યું કે, ખાસ કરીને વસ્ત્રો ની ત્રણ સ્થાનિક બ્રાન્ડ રજૂ કરાઈ છે જે ફેસ્ટીવ અને ફ્યુઝન વેર આપશે. આ પ્રદર્શન ની વિશેષતા એ છે કે,આંતરરાષ્ટ્રીય ક્રિકેટર પાર્થિવ પટેલની પત્ની અવની પટેલ તેમની બ્રાન્ડ ના વસ્ત્રો રજૂ કરશે. હશે. આ પ્રદર્શન માં એક બ્રાન્ડ શ્રુતપ્રીત કે જેમનું ખાદીનું કલેક્શન છે. ગાંધી જયંતિ નિમિતે આ ખાદીનું કલેક્શન પણ રખાયું ખાસ રાખવામાં આવ્યું છે . મુલાકાતે આવનારાં લિનન કલેક્શન પણ જોઈ શકશે. અન્ય એક સ્થાનિક ફૂટવેર ની બ્રાન્ડ રજૂ કરવામાં આવી છે જે જાણીતા શેફ પ્રણવ જોશી ના પત્ની અને યામ્હા પટેલ દ્વારા રજૂ કરાશે.
અમદાવાદની મહિલા ઓ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના આત્મ નિર્ભર વા વિચાર ને સાર્થક કરી દેખાડવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રદર્શન અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણાદાયી બની રહેશે.
એક્ઝીબિશનનું નામ ધ ડીકોડ એડિટ એટલા માટે રાખવામાં આવ્યું છે કે , કોરોના ની મહામારી ને લીધે લોકડાઉન બાદ અર્થતંત્ર ધીમું પડયું છે ત્યારે સૌ મળી ને વેપાર ધંધા ધમધમતા થાય. મહિલા ઉદ્યોગસાહસિકો ખાસ આમંત્રિત છે ધ ડિકોડ એડિટ માં.