હાઉસિંગ સેકટરની માંગને પહોંચી વળવા ક્રેડાઈ દ્વારા વર્ચ્યુઅલ પ્રોપર્ટી ફેસ્ટ 2020 નું આયોજન
22 મી ઓક્ટોબર થી થશે આરંભ, 360 વર્ચ્યુઅલ સ્ટોલ હશે ફેસ્ટમાં
સુરત :શહેરના રીઅલ એસ્ટેટના સર્વાગી વિકાસની ગાથા તથા શહેરના હાઉસિંગ સેક્ટર માંગને પહોચી વળવા શહેરનું બાંધકામ જગતનું સંગઠન-ક્રેડાઈ-સુરત તા: ૨૨/૧૦/૨૦૨૦થી ૩૦/૧૦/૨૦૨૦ સુધી આપની સમક્ષ લઈને આવી રહ્યું છે વર્ચ્યુઅલ પ્રોપર્ટી ફેસ્ટ-2020).
કોવિડ-૧૯ પેન્ડેમિકને કારણે સરકારે જાહેર કરેલા એસ.ઓ.પી.ને ધ્યાને લઇ ક્રેડાઈ-સુરતે આ વર્ષ જાહેર પ્રદર્શન પ્રોપર્ટી ફેસ્ટ મુલતવી રાખવાનું નક્કી કરેલ છે તેમ છતાં સમયની માંગ, લોકોના મનની વાત તથા ઘરની જરૂરીયાતને પહોચી વળવા વર્ચ્યુઅલ પ્રોપર્ટી ફેસ્ટનું આયોજન કરેલ છે.
શું હશે આ પ્રોપર્ટી ફેસ્ટમાં?
આપના આંગળીના ટેરવે આપના કમ્પ્યુટર કે મોબાઈલ દ્વારા આ પ્રદર્શનમાં આપ પ્રવેશ કરી શકશો. પ્રોપર્ટી ફેસ્ટના એન્ટ્રી ગેટ પર ફિલ્ટરનો ઉપયોગ કરી આપ અલગ-અલગ ઝોન જેવા કે અડાજણ ઝોન, વેસુ ઝોન,ઉધના ઝોન, વરાછા ઝોન વિગેરેમાં પ્રવેશ કરી શકશો. માઈક્રો ફિલ્ટર્સના ઉપયોગથી શહેરમાં આપની જરૂરિયાત મુજબના રેસીડેન્સીયલ ફ્લેટો, વીલા, ઓફિસ, કે દુકાનો કે અન્ય પ્રોપર્ટી સાથેના જેવા પ્રોજેક્ટનું લીસ્ટ જોવા સીધા પ્રવેશ મળી શકશે.
૩૬૦* વર્ચ્યુઅલ સ્ટોલમાં આપ શહેરના જાણીતા બિલ્ડર્સના સ્ટોલમાં પ્રવેશી તેના પ્લાન, ડીઝાઇન, વોક થુ જોઈ શકશો તથા ડાઉનલોડ કરી શકશો. સ્ક્રીન પર આપને બિલ્ડર્સનું પ્રોફાઈલ, વોટ્સઅપ ચેટ, ફોનકોલ જેવી સુવિધાઓ મળશે. એટલે કે આધુનિક ટેકનોલોજીના માધ્યમથી જેમ તમે શો માં રૂબરૂ મુલાકાત લેતા હોય તેવો અનુભવ થશે.
સુરત મહાનગરપાલિકાના સ્ટોલમાં આપ સુરતમાં તૈયાર ઇન્ફાસ્ટ્રક્યર તથા ભવિષ્યમાં સાકોર થનાર પ્રોજેક્ટ નિહાળી શકશો.
વર્ચ્યુઅલ ફેસ્ટના ઓડીટોરીયમમાં આપ આપના ફુરસતના સમયે લીસ્ટમાંથી બાંધકામ વ્યવસાયને લગતા અલગ અલગ વિડીયો નિહાળી શકશો. જેમાં શહેરના નામાંકિત વ્યક્તિ વિશેષશ્રીઓ અને અલગ અલગ વિષયોના તજ્ઞજો સાથે ચર્ચાઓ અને વક્તવ્ય સાંભળવાનો પણ લાભ મળશે. આ ફેસ્ટમાં સુરત શહેરને લગતી તમામ માહિતી સુરત શહેરના નહિ પરંતુ દેશ અને દુનિયાભરના લોકો લોભ લઇ ને નિહાળી શકશે.
સુરત ક્રેડાઈ ના દરેક સભ્યોવતી સંસ્થાના હોદ્દોદારો આપ સૌને આ વર્ચુઅલ પ્રોપર્ટી ફેસ્ટમાં અંતઃ પૂર્વક આવકારે છે.
મિલકત ખરીદવા એક કહેવત છે “અભી નહિ તો કભી નહિ” રહી નહિ જતા.