સુરત જિલ્લામાં તા.૦૧લી માર્ચથી કોરોના પ્રતિકારક રસીકરણ કેન્દ્રો શરૂ કરાયા
સુરત: કોરોના પ્રતિકારક રસીકરણના બીજા તબક્કા અંતર્ગત દેશમાં તા.૧લી માર્ચથી ૬૦ વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો તેમજ ગંભીર બિમારી, કેન્સર, કિડનીની, હ્રદયરોગ, ડાયાબિટીસ, હાઈપર ટેન્શનથી પીડિત ૪૫ વર્ષથી વધુ અને પ૯ વર્ષ સુધીના લોકોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના સેવણી ગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને નવી પારડી, ઓરણા,વલણ, વાવ, કઠોદરા, કામરેજ પ્રાથમિક આ.કેન્દ્રમાં કોરોના પ્રતિકારક રસીકરણ કેન્દ્રો શરૂ કરાયા છે. આ ઉપરાંત બારડોલી સામુહિક આરોગ્ય કેન્દ્ર તેમજ વાંકાનેર, કડોદ, સરભોણ, ઉમરાખ, કડોદ, ઉવા, વાંસકુઈ, વરાડ પ્રાથમિક આ.કેન્દ્ર અને બારડોલી શહેરી આરોગ્ય કેન્દ્ર, ચોર્યાસી તાલુકાના ખરવાસા સામુહિક આરોગ્ય કેન્દ્ર અને ઇચ્છાપોર, લાજપોર, મોહિણી, સચિન, સુવાલી, કનકપુર પ્રાથમિક આ.કેન્દ્ર, મહુવા સામુહિક કેન્દ્ર, મહુવરિયા પ્રાથમિક આ.કેન્દ્ર અને ગુણસવેલ, કરચેલીયા, ખરવાણ, નલધરા, વહેવલ, વલવાડા પ્રાથમિક આ.કેન્દ્ર, માંડવી પેટા આરોગ્ય કેન્દ્ર તેમજ ગોડસંબા, આમલીડેમ, બોધાન, દૂધવાડ, સથવાવ, તડકેશ્વર, પાતળ, કમલાપુર, રતનીયા પ્રાથમિક આ.કેન્દ્ર, ઓલપાડ તાલુકાના ઓલપાડ અને સાયણ સામુહિક આ.કેન્દ્ર આ સાથે દિહેણ, એરથાણ, કરંજ, કિમ, કુદિયાણા, મોર, સંધિયેર પ્રાથમિક આ.કેન્દ્ર પર રસીકરણ કેન્દ્રો કાર્યરત થયાં છે.
ઉમરપાડા તાલુકામાં ઉમરપાડા સામુહિક આ.કેન્દ્ર, ડોંગરીપાડા પ્રા.આ.કેન્દ્ર તેમજ કેવડી, વાડી, વડપાડા પ્રાથમિક આ.કેન્દ્ર, પલસાણા, ગંગાધરા, કડોદરા, કણાવ, વણેસા પ્રાથમિક આ.કેન્દ્ર, માંગરોળમાં કોસંબા, લવેટ, નાની નરોલી, સીમોદ્રા, વાંકલ, વેલાછા, તરસાડી, પાલોદ, વેરાકુઈ પ્રાથમિક આ.કેન્દ્ર ખાતે રસીકરણ કેન્દ્રો શરૂ કરાયા છે.