દક્ષિણ ગુજરાતહેલ્થ એન્ડ બ્યૂટી

મેડ ક્ષત્રીય સમાજના બ્રેઈનડેડ યશ ઝવેરીલાલ વર્માના પરિવારે તેના કિડની અને લિવરનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી

કિડની અને લિવર સમયસર અમદાવાદ પહોંચાડવા માટે વાપીની હરિયા એલ. જી. રોટરી હોસ્પીટલથી અમદાવાદની IKDRC સુધીના ૩૬૨ કિ.મિ. ના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.

ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા વધુ એક અંગદાન વાપીની હરિયા એલ. જી. રોટરી હોસ્પિટલ માંથી કરાવવામાં આવ્યું.

બોરડીમાં જીનલ ટાયરના નામથી વિવિધ કંપનીઓના ટાયરની ડીલરશીપ ધરાવતો યશ ૧૩ એપ્રીલના રોજ રાત્રે ૮:૩૦ કલાકે પોતાની દુકાને થી પોતાના ઘરે મોટરસાઈકલ પર આવી રહ્યો હતો ત્યારે ગોવાડા કોસ્ટલ હાઇવે ખાડીના પુલ પર ગુજરાત તરફના છેડે મોટરસાયકલ સ્લીપ થઇ જતા તેને માથામાં ગંભીર ઈજાઓ થઇ હતી. તેથી તેને ઉમરગામમાં પબ્લિક હેલ્થ સેન્ટરમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાત્રે ૧૧:૫૦ કલાકે વાપીમાં આવેલ હરિયા એલ. જી. રોટરી હોસ્પીટલમાં ન્યુરોસર્જન ડૉ.વાસુદેવ ચંદવાણીની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું.

શુક્રવાર, તા.૨૨ એપ્રીલના રોજ મેડીકલ ડાયરેક્ટર ડૉ.એસ.એસ. સીંગ, ન્યુરોસર્જન ડૉ.વાસુદેવ ચંદવાણી, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.સુકેત ગાંધી અને ફીજીશ્યન ડૉ.ભાવેશ પટેલે યશને બ્રેનડેડ જાહેર કર્યો.

હરિયા એલ. જી. રોટરી હોસ્પીટલના કોર્ડિનેટર આનંદ શીરસાર્થે ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નીલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી યશના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી.

ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી યશની પત્ની માનસી, પિતા ઝવેરીલાલ, ભાઈ દુર્ગેશ, સાળા કરણ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.

યશની પત્ની માનસીએ જણાવ્યું કે મારા પતિ બ્રેઈનડેડ છે અને તેમનું મૃત્યુ નિશ્વિત જ છે. શરીર બળીને રાખ જ થઇ જવાનું છે, ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોઈ તો અંગદાન માટે આપ આગળ વધો. યશના પરિવારમાં તેની પત્ની માનસી ૨૧ વર્ષ, ૪ વર્ષની પુત્રી જીનલ, ૨ વર્ષનો પુત્ર તનિષ્ક, પિતા ઝવેરલાલ ૬૪ વર્ષના છે. યશની માતાનું છ મહિના પહેલા અવસાન થયું હતું.

પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નિલેશ માંડલેવાલાએ State Organ and Tissue Transplant Organization (SOTTO) નો સંપર્ક કરી કિડની અને લિવર દાન માટે જણાવ્યું.

SOTTO દ્વારા કિડની અને લિવર અમદાવાદની Institute of Kidney Diseases and Research Center (IKDRC) ને ફાળવવામાં આવ્યા. અમદાવાદની Institute of Kidney Diseases and Research Center (IKDRC)ના ડૉ.કલ્યાણ અને તેમની ટીમે આવી કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું.

દાનમાં મેળવવામાં આવેલી બંને કિડની માંથી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ જેતપુરના રહેવાસી ૩૧ વર્ષીય વ્યક્તિમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી ૩૯ વર્ષીય વ્યક્તિમાં, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી ૪૩ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની Institute of Kidney Diseases and Research Center (IKDRC) માં કરવામાં આવ્યું છે.

કિડની અને લિવર સમયસર અમદાવાદ પહોંચાડવા માટે વાપીની હરિયા એલ. જી. રોટરી હોસ્પીટલથી અમદાવાદની Institute of Kidney Diseases and Research Center (IKDRC) સુધીના ૩૬૨ કિ.મિ. ના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.

અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા સ્ટેટ એડવાઇઝરી કમિટી ફોર ઓર્ગન અને ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટેશનના કમિટી મેમ્બર અને ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી જેમાં યશની પત્ની માનસી, પિતા ઝવેરીલાલ, ભાઈ દુર્ગેશ, સાળા કરણ તેમજ પરિવારના અન્ય સભ્યો, હરિયા એલ. જી. રોટરી હોસ્પીટલના ચેરમેન કલ્યાણ બેનરજી, મેડીકલ ડાયરેક્ટર ડૉ.એસ.એસ. સીંગ, ન્યુરોસર્જન ડૉ.વાસુદેવ ચંદવાણી, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.સુકેત ગાંધી, ફીજીશ્યન ડૉ.ભાવેશ પટેલ, એડમિનીસ્ટેટીવ ઓફિસર સોમેશ દયાલ, કોઓર્ડીનેટર આનંદ શીરસાર્થ, હરિયા એલ. જી. રોટરી હોસ્પીટલના ટ્રસ્ટીઓ અને સ્ટાફ, ડોનેટ લાઈફ વાપી અને વલસાડની ટીમના જયંતીભાઈ દામા (ઓધો હેલ્થ કેર), હિમાંશુભાઈ વ્યાસ, પંકજભાઈ કિનારીવાલા (ઉમિયા સોશીયલ ટ્રસ્ટ), દિલીપભાઈ વીરા, યશ ખેરાજ ભાનુસાળી, નિરાલી દામા, રેખા દામા, પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણી, રોહન સોલંકી અને ચિરાગ સોલંકીનો સહકાર સાંપડ્યો હતો.

સુરત અને દક્ષિણ ગુજરાત માંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ ૧૦૦૯ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં ૪૨૪ કિડની, ૧૮૧ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૪૦ હૃદય, ૨૬ ફેફસાં, ૪ હાથ અને ૩૨૬ ચક્ષુઓના દાનથી કુલ ૯૨૨ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button