જ્યારે હેડલાઇન નેગેટિવ હોય એ જ રોકાણ કરવા માટે શ્રેષ્ઠ સમય: કેયુર મેંહતા, ચેરમેન – મેંહતા પ્રાઇમ વેલ્થ લિમિટેડ
વર્તમાન સમયમાં ચોતરફ વૈશ્વિક મંદીના સમાચારો વધુ વાંચવા મળી રહ્યા છે જેમ કે ડાઉ જોન્સમાં ટોચથી 20%નો કડાકો, US 10 વર્ષ બોન્ડ સર્વોચ્ચ સ્તરે, ડોલર ઇન્ડેક્સ 115ના લેવલથી નજીક. પરંતુ આ બધા જ નકારાત્મક સમાચાર વચ્ચે પણ લાંબા ગાળાના રોકાણકારો માટે રહેલી એક સારી રોકાણની તકને ગૂડ ન્યૂઝ તરીકે ગણી શકાય.
શા માટે એ જાણીએ
જ્યારે આપણે બિઝનેસને લગતા કોઇપણ નકારાત્મક સમાચારો પર નજર કરીએ છીએ ત્યારે માર્કેટ હવે આગળ તરફ જઇ રહ્યું છે અથવા તે આ નકારાત્મક ઘટનાઓમાંથી પસાર થઇ ચૂક્યું છે તે અંગેનો આપણને અહેસાસ થતો નથી. માર્કેટ દ્વારા પહેલા જ કોમોડિટીની કિંમતોમાં ઘટાડો તેમજ યુએસ ફેડ દ્વારા વ્યાજદરમાં વધારાની ધારણા કરવામાં આવી હતી.
આગામી મહિનામાં જે ઝડપે તેમાં વધારો થયો હતો તેના કરતાં યુએસમાં મંદી વત્તા-ઓછા અંશે ઘટશે તેવું માર્કેટ પહેલા જ જાણે છે. આ દરેકનું પ્રતિબંધ ફાઇનાન્સિયલ આંકડાઓમાં જોવા મળશે પછી તે ફુગાવો હોય કે કોઇ અન્ય વસ્તું જેને કારણે માર્કેટ સાયકલમાં યુ-ટર્ન જોવા મળશે.
જ્યારે ફાઇનાન્સિયલ મીડિયા યુકેમાં 10% સાથે ફુગાવો 40 વર્ષના સર્વોચ્ચ સ્તરે હોવાનું દર્શાવે છે ત્યારે તે જ સમયમાં નેચરલ ગેસની કિંમતમાં થયેલા 65%ના ઘટાડા અંગે કોઇ જ ઉલ્લેખ કરવામાં આવતો નથી જેનાથી ફુગાવાને નીચો લાવવાની દિશાના પ્રયાસો પર સકારાત્મક અસર પડી શકે.
ટૂંકમાં, નકારાત્મક સમાચારોના ચક્કરમાં, રોકાણકાર એક મહત્વપૂર્ણ તક ગુમાવી બેસે છે અને ફરીથી જ્યારે માર્કેટમાં રોનક છવાય ત્યારે અફસોસ કરે છે. જ્યાં સુધી ભારતના માર્કેટની વાત કરવામાં આવે તો તેમાં પણ તકો રહેલી છે.
S&P500, 3600નો મહત્વપૂર્ણ સપોર્ટ ધરાવે છે અને જો તે સપોર્ટ સાથે રિવર્સ ટ્રેન્ડ તરફ જાય તો માર્કેટ નવી ઊંચાઇને સ્પર્શે તેવી મજબૂત શક્યતા છે. ભારતના માર્કેટમાં આ જ સમય રોકાણ કરવા માટે સર્વશ્રેષ્ઠ છે.
ભારતીય માર્કેટ સર્વોચ્ચ સપાટીએથી માત્ર 9 ટકા નીચે છે જે વૈશ્વિક માર્કેટની તુલનામાં સૌથી નીચલા સ્તરે છે. અન્ય અર્થતંત્રોમાં જ્યારે વધુ અસર થઇ હતી ત્યારે ભારતના માર્કેટમાં ખૂબ જ ઓછી અસર થઇ હતી. કોવિડ દરમિયાન યુએસ અને યુકેએ અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે કરન્સી છાપી હતી, જ્યારે ભારતે આવું કર્યું ન હતું. કોવિડ બાદ જ્યારે રિકવરી જોવા મળી ત્યારે ભારતમાં તેજી આત્મનિર્ભર હતી જ્યારે અન્ય દેશોમાં નવી પ્રી પ્રેન્ટેડ કરન્સીને કારણે વધારો નોંધાયો હતો.
બ્રેન્ટ ક્રૂડ 125 ડોલરના સર્વોચ્ચ સ્તરેથી 84 ડોલરની આસપાસ છે અને જો તે 80-90 ડોલરની રેન્જમાં પણ રહે તો ભારત માટે સકારાત્મક રહેશે.
સ્થાનિક વપરાશમાં તેજી એ અર્થતંત્ર માટે પોઝિટિવ છે અને મેન્યુફેક્ચરિંગને વેગ આપવા માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ જેવી સરકારી સ્કીમની પણ સકારાત્મક અસર જોવા મળશે. યુએસ માર્કેટની હમણાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીએ તો ભારતીય શેર માર્કેટમાં બિગ બિલિયન સેલ ચાલી રહ્યો છે જેમાં આપણને કેટલાક સારા શેર્સ ડિસ્કાઉન્ટેડ કિંમતે મળી રહ્યા છે અને એ સારા શેર્સ ખરીદવા માટે આ ઉત્તમ સમય છે અને ભારતના શેર માર્કેટમાં ફરીથી સર્વોચ્ચ સપાટીએ પહોંચતાની સાથે જ શ્રેષ્ઠ રિટર્ન મેળવવા માટે પ્રતિક્ષા કરવી જોઇએ.
વધુ વિગતો માટે: www.mehtaprimewealth.com