સુરતહેલ્થ એન્ડ બ્યૂટી
કોરોના વેકસીનેશનની જાગૃતિ અર્થે જિનાજ્ઞા ટ્રસ્ટ દ્વારા રેલી યોજાઈ
સૂરત: સુરતમાં કોરોનાના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે દરેક શહેરીજનો કોરોના સામે સુરક્ષિત થાય તેવા આશયથી કોરોનાની રસી લેવી ખૂબ આવશ્યક છે.
નાગરિકો કોઈ પણ જાતના ભય વગર વધુમાં વધુ રસી લે તે માટે શ્રી જિનાજ્ઞા સેવા ટ્રસ્ટ દ્વારા વેકસીનને લગતા જનજાગૃતિલક્ષી બેનરો સાથે પગપાળા ટ્રસ્ટની ઓફિસથી શરૂ કરી પગપાળા સુભાષ ચોક, મહિલા સ્કૂલ, અંબાજી રોડ, ખપાટીયા ચકલા ચોક બજાર ગાંધીજીનું પૂતળા જેવા દરેક સ્થળોએ ફરી અને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ વેળાએ ટ્રસ્ટના પ્રમુખ પિયુષ કુમાર શાહ, ટ્રસ્ટી કૌશિક રાણા, સભ્યો રજનીકાંત પટેલ, ભારતીય ગૌ રક્ષા મંચના ધર્મેશ ગામી અને બીજા સ્થાનિક જાગૃત યુવાનો રમેશભાઈ ગોહિલ, અક્ષય પુજારી, મંગળભાઈ જાદવ તથા બીજા લોકો કાર્યક્રમને સફળ બનાવવા માટે અને લોકોને જાગૃતિ ફેલાય તે માટે સહકાર આપવા જોડાયા હતા.