સુરત : અલૌકિક ગ્રુપે આઇપીએલ સીઝન 2020માં ખુબજ અસાધારણ બ્રાન્ડ એસોસિયેશન બનાવ્યું છે. તે સુપ્રસિદ્ધ ટીમો ચેન્નઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ઝોટા ફાર્માસ્યુટિકલ્સના વેન્ચર અને ભારતની સૌથી મોટી ખાનગી જિનેરિક ફાર્મસી રિટેઇલ ચેઇન દવાઇન્ડિયા માટે સત્તાવાર લાઇફ કેર પાર્ટનર તરીકે એકસાથે લાવ્યું છે.
પ્રથમવાર બ્રાન્ડિંગ એજન્સી દ્વારા જિનેરિક ફાર્મસી ચેઇન માટે આઇપીએસ સાથે સ્પોર્સ્ટ જોડાણ કરવામાં આવ્યું છે. અલૌકિક ગ્રુપના અલૌકિક દેસાઇએ દર્શકો વચ્ચે જિનેરિક મેડિસન અને રાષ્ટ્રીય સ્તરે તેના લાભો વિશે જાગૃતિ, સુસંગતતા અને જોડાણ પેદા કરવા માટે ખેલેગી ટીમ જિતેગા દવા ઇન્ડિયા કેમ્પેઇનની રચના કરી છે. આ ઓલ ઇન્ડિયા કેમ્પેઇન એસોસિયેશન, પ્રિન્ટ મીડિયા ડિઝાઇન, સોશિયલ મીડિયા, રેડિયો જિંગલ, ટીવી એડ, ટીવી મીડિયા, ઇનડોર અને આઉટડોર પીઓપી ઉપર પ્રસારિત કરાશે. આઇપીએલની વ્યાપક લોકપ્રિયતાથી ઝોટા હેલ્થકેરને લાખો લોકોને દવા ઇન્ડિયાની વિશેષતાઓ તથા આરોગ્ય, ફીટનેસ અને સુરક્ષા સાથે સાંકળવામાં મદદ મળી રહેશે.
ભૂતકાળમાં પણ અલૌકિક ગ્રુપે સેલિબ્રિટિઝ અને બ્રાન્ડ્સ સાથે સફળ જોડાણ કર્યાં છે, જેમાં એનડીટીવી માટે શાહરૂખ ખાન, ઇટાલિયન લક્ઝરી બ્રાન્ડ એડમેન્ટિનો માટે રિતિક રોશન, ફિરદોસ માટે દિપિકા પાદૂકોણ અને કરીન કપૂર, હિરોઇન માટે પ્રિયંકા ચોપરા, ડિઝાઇનર અર્ચના કોચ્ચર માટે કંગના રણોત, રાજગુરુ માટે સોનાક્ષી સિન્હા, એરોબ્લુ માટે યામી ગૌતમ, અરૂણ વસ્ત્ર ભંડાર માટે રવિના ટંડન વગેરે સામેલ છે.