ગુજરાતબિઝનેસસુરત

સુરત ખાતે “સ્ટાર્ટ અપ પર્વ”નું આયોજન

સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપક્રમે શહેરના નવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે તા. ૨૧ જાન્યુઆરી, ૨૦૨૧થી તા. ૩૦ જાન્યુઆરી, ૨૦૨૧ દરમ્યાન સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે “સ્ટાર્ટ અપ પર્વ”નું આયોજન કરવામાં આવ્યું છે.

તા. ૨૧ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ સાંજે ૫:૩૦ કલાકે
  • સ્ટાર્ટ અપની દુનિયામાં તમારું સ્વાગત છે અને “સ્ટાર્ટ અપ સંદર્ભે સાઉથ ગુજરાતની ઇકો સીસ્ટમ અને રોડમેપ ૨૦૨૦-૨૦૩૦” વિષયે શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ આઈ હબના શ્રી નાગરાજનજી તથા ચેમ્બરના પ્રતિનિધિ વિશેષ ઉદ્દબોધન કરશે.
તા. ૨૨ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ સાંજે ૫:૩૦ કલાકે
  • એકેડેમિક મીડિયા અને ઇનોવેશન વિષય પર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી, ઓરો યુનિવર્સીટી, એસ. એસ. ગાંધી કોલેજ, એસ.વી.એન.આઈ.ટી., ભગવાન મહાવીર યુનિવર્સીટી અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના વક્તાઓ માર્ગદર્શન આપશે. તેમજ સુરતના સફળ સ્ટાર્ટ અપ પોતાના સ્ટાર્ટ અપ સફરની સફળ સ્ટોરીઓ સુરતીઓ સમક્ષ વ્યક્ત કરશે.
તા. ૨૩ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ સાંજે ૫:૩૦ કલાકે
  • “ઇન્ક્યુબેટર્સ લોન્ચપેડ” વિષય પર પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવશે, જેમાં સુરતના નામાંકિત પાંચ ઇન્ક્યુબેટર્સ – સુરતી આઈ લેબ, ટાઈ, અશાઈન, સિનર્જી, સુરત સ્ટાર્ટ અપ્સ અને જી.આઈ.એસ.સી.ના સંચાલકો ભાગ લેશે. “વુમન સ્ટાર્ટ અપ્સ” વિષય પર દક્ષિણ ગુજરાતની શ્રેષ્ઠતમ પાંચ મહિલા સાહસિકો પોતાના અનુભવોનું વર્ણન કરશે.
તા. ૨૫ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ સાંજે ૫:૩૦ કલાકે
  • સુરત મહાનગરપાલિકાના કમિશ્નર અને ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ ઓફિસરની હાજરીમાં “સ્ટાર્ટ અપ ડેમો ડે” કે જેમાં દક્ષિણ ગુજરાતની ઇકો સીસ્ટમના ટોપ ટેન પોતાના સ્ટાર્ટ અપ્સનું વિગતવાર વર્ણન કરશે.
તા. ૨૯ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ સાંજે ૫:૩૦ કલાકે
  • એન્જલ ઇન્વેસ્ટર માઈન્ડ સેટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્ટાર્ટ અપના ઇન્વેસ્ટર્સ ગૌરવ સિંઘવી, જય છૈરા, રોહન મહેતા, રવિ છાવછરીયા અને નીરવ જોગાણી ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત આયોજિત સ્ટાર્ટ અપ ઇકો સીસ્ટમની પેનલ ડિસ્કશનમાં શ્રી નાગરાજનજી અને શ્રી હિરણ્યમયી મહંતા ઉપસ્થિત રહેશે.
તા. ૩૦ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ સાંજે ૫:૩૦ કલાકે
  • “સ્ટાર્ટ અપ ચેકલીસ્ટ” વિષય પર વક્તવ્ય અને સ્ટાર્ટ અપ સંદર્ભે ઉપયોગી થનાર પુસ્તકનું વિમોચન કરવામાં આવશે. અને એમ.એસ.એમ.ઈ. કમિશ્નર અને સુરતના છ નામાંકિત ઉદ્યોગપતિઓ સ્ટાર્ટ અપમાં તેઓ સ્ટાર્ટ અપ સાહસિકોને કેવી રીતે મદદરૂપ થઇ રહ્યા છે તે વિષે પોતાના મંતવ્યો વ્યક્ત કરશે.

 

રજિસ્ટ્રેશન નિ:શુલ્ક પરંતુ ફરજિયાત પણે આપેલ લીંક https://bit.ly/38CHOHs પર કરાવવું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button