સુરત : સુરતથી હવાઇ માર્ગે વારંવાર પ્રવાસ કરનારા સુરતના મુસાફરો માટે સુરતથી સ્ટાર એર એરલાઇન્સની કિશનગઢ અને બેલગામની પ૦ સીટરની ફલાઇટ શરૂ થઇ છે. આ પ્રસંગે નવસારીના સાંસદ તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ચેમ્બરની એવીએશન/એરપોર્ટ કમિટીના ચેરમેન મનોજ સિંગાપુરી હાજર રહ્યા હતા. સુરતના હીરા અને ટેક્ષ્ટાઇલ ઉપરાંત અન્ય ઉદ્યોગકારોને આ ફલાઇટનો લાભ થશે. ઉદ્યોગકારો એક જ દિવસમાં સુરતથી વેપાર માટે ગંતવ્ય સ્થળે જઇને પાછા સુરત પરત ફરી શકશે. આ ફ્લાઇટ સોમવાર, બુધવાર અને શુક્રવારે ઓપરેટ થનારી છે. બેલગામથી ફલાઇટ બપોરે ૧રઃ૦૦ કલાકે ટેકઓફ થઈ સુરત બપોરે ૧ઃર૦ કલાકે લેન્ડ થશે. બપોરે ૧ઃપ૦ કલાકે સુરતથી ટેકઓફ થઈ કિશનગઢ બપોરે ૩ઃ૧૦ કલાકે લેન્ડ થશે. જ્યાંથી બપોરે ૩ઃ૪૦ કલાકે ટેકઓફ થઈ સુરત સાંજે પઃ૦૦ કલાકે લેન્ડ થશે અને સુરતથી સાંજે પઃ૩૦ કલાકે ટેકઓફ થઈને બેલગામ સાંજે ૬ઃપ૦ કલાકે લેન્ડ થશે. આ નવી સેવા સુરત, ભરૂચ, નર્મદા અને નવસારી જિલ્લામાં રહેતા સેંકડો લોકો માટે લાભદાયી સિદ્ધ થશે.
Read Next
1 week ago
ટ્વિન્સ રિશાન અને રૂષિકા દ્વારા વિશ્વ રેકોર્ડ બનાવાયો!
July 4, 2025
સુરતમાં, GM મોડ્યુલર શાંતિથી રોજિંદા જગ્યાઓને અસાધારણ અનુભવોમાં પરિવર્તિત કરી રહ્યું છે
June 2, 2025
વડીલ વંદના ૪: માનવીતા અને ભક્તિના ભવ્ય ઉમંગ સાથે ૩૫૦૦ વડીલોના ચરણોમાં વંદન
March 7, 2025
કુમાર શાહની ભાવનગરના શહેર ભાજપ પ્રમુખ તરીકે કરાઈ વરણી, 21 વર્ષનો છે રાજકીય બહોળો અનુભવ
September 30, 2024
ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન સુરત ની 2024-૨૫ ની ચુંટણીમાં પારદર્શિતા, પ્રતિબદ્ધતા તથા ઉપલબ્ધતાને પર્યાય એવા ડૉ. વિનેશ શાહ ઉપપ્રમુખ પદે બિનહરીફ ચૂંટાયા
Related Articles
Check Also
Close