ગુજરાતસુરત

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા સ્ટોક માર્કેટ ઉપર વેબિનારનું આયોજન

સુરત :ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સ્ટોક માર્કેટ ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કે.આર. ચોકસી ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ પ્રા.લિ.ના પ્રમોટર એન્ડ એમ.ડી. દેવેન ચોકસીએ રોકાણકારોને મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, લોકો હવે તેઓની મૂડી બેંકોને બદલે અન્ય જગ્યાએ રોકવાની દિશામાં વિચારી રહયા છે અને રોકાણ માટે નવો સોર્સ શોધી રહયા છે. હાલના તબકકે સ્ટોક માર્કેટમાં જે પ્રકારની મુવમેન્ટ છે તેનો લોકો લાભ લઇ શકે તેના માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
દેવેન ચોકસીએ સ્ટોક માર્કેટમાં દેખાઇ રહેલી તકો વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, એડીશનલ ફંડને કારણે સ્ટોક માર્કેટમાં તેજીનો માહોલ ઉભો થયો છે. વિશ્વમાં ક્રાઇસિસ આવે ત્યારે નવા ફંડ રિસ્ક એસેટમાં જાય છે. ભારતમાં હવે પ્રોસ્પેકટ્‌સ વધારે કલીયર થયા છે. ઇન્ફ્રાસ્ટ્રકચરની દૃષ્ટિએ સી રૂટ, એરપોર્ટ અને રોડવેઝને કનેકટ કરવામાં આવી રહયા છે. ઇકોનોમીમાં આવેલું ફંડ જુદી–જુદી ઇન્ડસ્ટ્રીમાં જવા લાગ્યું છે. ભારતની ઇકોનોમીની રિકવરી થઇ રહી છે. જે ઇન્ડસ્ટ્રીમાં વધારે ગ્રોથ થઇ રહયો છે ત્યાં ફંડ રેપીડલી જવું જોઇએ.
તેમણે વધુમાં કહયું કે, એપ્રિલ ર૦ર૦થી જૂન ર૦ર૦ દરમિયાન સ્ટોક માર્કેટ નીચે ગયું હતું. ત્યારબાદ જુલાઇથી સપ્ટેમ્બર ર૦ર૦ દરમિયાન સ્ટોક માર્કેટ રિકવર થયું હતું. ઓકટોબરથી ડિસેમ્બર ર૦ર૦ દરમ્યાન સ્ટોક માર્કેટ ગ્રો થઇ રહયું છે અને જાન્યુઆરી ર૦ર૦થી માર્ચ ર૦ર૧ દરમ્યાન માર્કેટ સરપાસિંગ થવાની શકયતા દેખાઇ રહી છે.
તેમણે રોકાણકારોને જણાવ્યું હતું કે, આમ તો બધા જ સેકટરમાં રોકાણ કરી શકાય છે. પરંતુ તેમના પોઇન્ટ ઓફ વ્યુથી જોઇએ તો રીટેલ ક્રેડીટ અને હોમલોન ક્રેડીટવાળી કંપનીઓમાં અત્યારે રોકાણ કરી શકાય છે. આ ઉપરાંત હાઉસિંગ ફાયનાન્સ સેકટર, લાઇફ ઇન્સ્યુરન્સ, ફાર્માસ્યુટીકલ, કેમિકલ તથા ઓટો/ઓટો એન્સીલરી સેકટરમાં રોકાણ કરવું તેમની દૃષ્ટિએ હિતાવહ સાબિત થઇ શકે તેમ છે.
દેવેન ચોકસીએ વધુમાં કહયું કે, ચાઇનાની અનફ્રેન્ડલી પોલિસીને કારણે વિશ્વના દેશો તે સ્વીકારવા હવે ખચકાઇ રહયા છે. આથી ચાઇનામાં રોકાણ કરનારા વિશ્વના અન્ય દેશોના મોટા રોકાણકારો હવે ભારતમાં રોકાણ કરવા માટે આકર્ષાઇ રહયા છે. એવામાં ચાઇનાને કારણે વિશ્વભરમાં સર્જાયેલી કોરોના મહામારીની પરિસ્થિતિમાં ભારત સરકારે તેની પોલિસીમાં જે બદલાવ લાવ્યો છે તેના વિશે તેમણે વિસ્તૃત ચર્ચા કરી હતી.
તેમણે કહયું હતું કે, ભારતની ઇકોનોમીને ગ્રો થવા માટે ત્રણ ફેકટર્સ અને પાંચ પોલિસી ખૂબ જ મહત્વની સાબિત થશે. આ ત્રણ ફેકટર્સમાં ભારતમાં અનાજનું ઉત્પાદન, ઓઇલનો ભાવ અને ઇન્ટરેસ્ટ રેટનો સમાવેશ થાય છે. જ્યારે પોલિસીમાં ન્યુ એજ્યુકેશન પોલિસી, ન્યુ એગ્રીકલ્ચર પોલિસી, ન્યુ ક્રેડીટ પોલિસી, ન્યુ ટેક્ષેશન પોલિસી અને પ્રોડકશન લીન્ક ઇન્સેન્ટીવ સ્કીમનો સમાવેશ થાય છે.
ચેમ્બરના ગૃપ ચેરમેન બિજલ જરીવાલાએ વેબિનારમાં પ્રાસંગિક વિધી કરી હતી. ચેમ્બરની કેપીટલ એન્ડ કોમોડિટી માર્કેટ કમિટીના એડવાઇઝર કેતન દલાલે વકતાનો પરિચય આપ્યો હતો. અંતે કમિટીના ચેરમેન ઐયુબ યાકુબઅલીએ સર્વેનો આભાર માની વેબિનારનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button