કોરોના મહામારીના કારણે કાપડ ઉદ્યોગ પર થયેલી અસરો વિશે ચર્ચા સાથે જ મંત્રાનું વાર્ષિક સરવૈયું રજૂ કરાયું
સુરત : મંત્રાની 40મી વાર્ષિક સાધારણ સભા આજરોજ પ્રમુખ રજનીકાંત બચકાનીવાલાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં કોરોના મહામારી ના કારણે કાપડ ઉદ્યોગ પર થયેલી અસરો વિશે વિસ્તૃત ચર્ચા કરવા સાથે જ મંત્રા નું વાર્ષિક સરવૈયું સભાસદો સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.
મંત્રા ખાતે યોજાયેલ સામાન્ય સભામાં પ્રમુખ રજનીકાંત બચકાનીવાલાએ હાજર સભ્યો તથા ઉપસ્થિત મહેમાનોને આવકાર્યા હતા.ત્યારબાદ પ્રેસિડેન્ટશ્રીએ ગત વર્ષ દરમ્યાનની મંત્રાની પ્રવુત્તિ તેમજ હાલ માં ચાલતા અને પૂર્ણ થયેલ રિસર્ચ પ્રોજેકટ અને મંત્રા દ્વારા સંચાલિત સેન્ટરો ની વિસ્તૃત માહિતી આપેલ હતી તથા ગત નાણાકીય વર્ષના મંત્રા ના નફા-નુકશાન તેમજ પાકા સરવૈયા ની વિગતો પણ ઉપસ્થિત સભ્યો સમક્ષ રજૂ કરેલ હતી અને હિસાબો સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ હતા.
આ ઉપરાંત પ્રેસિડેન્ટશ્રીએ હાલમાં વૈશ્વિક મહામારી કોરોનાના કારણે ટેક્સટાઇલ ઇંન્ડસ્ટ્રીઝ પર થયેલ અસર તેમજ તે કેવી રીતે વહેલા માં વહેલી રીતે બહાર આવે તે વિષે પણ ચર્ચા કરી હતી.
સભામાં વર્ષ ૨૦૨૦-૨૧ માટે ના મંત્રાના કાઉન્સીલ ઓફ મેનેજમેંટના સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી અને તેમાથી મંત્રાની અલગ અલગ કેટેગરીના સભ્યો ની નિમણૂક અંગે માહિતીગાર કરી બધા નિમણૂક થયેલ સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે મંત્રા ના ઓડિટર તરીકે નટવરલાલ વેપારી એન્ડ કં. ની નિમણૂક કરેલ હતી.
પ્રેસિડેન્ટશ્રીએ ચાલુ વર્ષમાં મંત્રા તેમજ ભારત ના તમામ ટેક્સટાઇલ રિસર્ચ એસોસિએશન (TRA)નું સરકાર દ્વારા સ્ટેટસ બદલવામાં આવ્યું હતું તેના વિષે પણ સભ્યો ને જણાવ્યુ હતું.
અંતમાં પ્રેસિડેન્ટશ્રીએ હાજર સભ્યોનો આભાર માની ટેક્સટાઇલ પ્રવુતીને વેગ મળે એ શુભેશ્છા સહ મિટિંગ ની પૂર્ણાહુતિ કરી હતી.