બિઝનેસ

લેન્ક્સેસ ઇન્ડિયાએ ઇન્ડિયન કેમિકલ કાઉન્સિલનો પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યો

નીચેના એવોર્ડ વર્ષ 2019 માટે જીત્યા:

·        પર્યાવરણના સંચાલન માટે બેસ્ટ કંપની

·        માનવ સંસાધન સંચાલન માટે બેસ્ટ કંપની

·        જવાબદાર સંભાળ-પ્રોસેસ સેફ્ટી કૉડ એન્ડ વિતરણ કૉડ હેઠળ સર્ટીફિકેટ ફોર બેસ્ટ કોમ્પ્લાયંટ કંપની

·        આઇસીસી હેઠળ નાઇસર ગ્લોબ પહેલ માટે લેન્ક્સેસ દ્વારા બે ડ્રાઇવરો માટે કરાર કરવામાં આવ્યો હતો જેમાં તેને બેસ્ટ ડ્રાઇવર્સનો એવોર્ડ મળ્યો છે

 

મુંબઇ: સ્પેસિયાલિટી કેમિકલ કંપન લેન્ક્સેસ ઇન્ડિયાએ ઇન્ડિયન કેમિકલ કાઉન્સિલ (આઇસીસી) પાસેથી એક કરતા વધુ એવોર્ડ જીત્યા છે, જે લાર્જ કંપનીકેટેગરી હેઠળ ખાસ કરીને પર્યાવરણ અને માનવ સંસાધન સંચાલન ક્ષેત્રે સંચાલનની પ્રતિબદ્ધતા અને શ્રેષ્ઠ દેખાવને ઓળખી કાઢે છે. ઉપરાંત કંપનીએ જાવબાદાર સંબાળ-પ્રોસેસ સેફ્ટી એન્ડ ડીસ્ટ્રીબ્યૂશન કૉડ હેઠળ બે કૉડ્ઝ માટે સટ્રીફિકેટ ઓફ મેરિટ ફોર બેસ્ટ કોમ્પ્લાયંટ કંપનીનો એવોર્ડ પણ જીત્યો છે. વધુમાં વાહનવ્યવહાર સલામતી માટે આઇસીસીની નાઇસર ગ્લોબ પહેલ પર આધારિત ટોચના ત્રણ ડ્રાઇવર્સમાંથી ટોચના બે ડ્રાઇવરો લેન્ક્સેસ દ્વારા મુકવામાં આવ્યા હતા તેને માર્ગ સુરક્ષા તરફે તેમના શિસ્બદ્ધ દેખાવ માટે બેસ્ટ ડ્રાઇવર્સતરીકે એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.

લેન્ક્સેસને સેફ્ટી પર્ફોમન્સ માટે ટોચના ટ્રાન્સપોર્ટર્સ એન્ડ ડ્રાઇવર ભાગીદારમાં વાર્ષિક સ્તરે એવોર્ડથી નવાજવામાં આવે છે. કંપની સાથે કરાર કરવામાં આવતા દરેક વાહનો જીપીએસથી નજર રાખી શકાય તેમ હોય છે અને તેમાં જો કોઇ ઉલ્લંઘન થાય તો તેને રેકોર્ડ પર લેવામાં આવે છે અને બહારની ભાગીદાર કંપની હ્યુબર્ટ એબનર દ્વારા ડ્રાઇવરને સલાહ આપવા સહિતના સુધારાત્મક પગલાં લેવામાં આવે છે.

આઇસીસી દ્વારા રિસ્પોન્સિબલ કેર એવોર્ડ સંસ્થાના અસરકારક સંચાલન મારફતે ઊંચી પ્રોસેસ સેફ્ટી એન્ડ ડીસ્ટ્રીબ્યૂશન પ્રયત્નો જાળવા રાખવામાં આગળ ધપી રહેલા પ્રયત્નોને ઓળખી કાઢે છે. ભારતમાં આશરે 40,000 જેટલી મહાકાય, મધ્યમ અને નાની કેમિકલ કંપનીઓ રિસ્પોન્સિબલ કેર તરીકે પ્રમાણિત છે અને લેન્ક્સેસ તેમાંની એક છે.

આ એવોર્ડ શુક્રવાર, 25 સપ્ટેમ્બરના રોજ ભારત સરકારના કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ વિભાગના સચિવ, આઇએએસ રાજેશ કુમારના મુખ્ય મહેમાન પદે, તેમજ હલ્દીયા પેટ્રોકેમિકલ્સના સ્થાપક અને ચેરમેન પૂરણેન્દુ અને ધી ચેટર્જી ગ્રુપની ઉપસ્થિતિમાં દરેક વિજેતાઓને વર્ચ્યુઅલ યોજાયેલા એક સમારંભમાં એનાયત કરવામાં આવ્યા હતા.

સફળતા પર ટિપ્પણી કરતા લેન્ક્સેસ ઇન્ડિયાના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, અને 2020 માટે સીઆઇઆઇ (કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી)ની નેશનલ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ કંપનીના તાજેતરમાંજ વાઇસ ચેર તરીકે નિમાયેલા અને સીઆઇઆઇ ખાતે સેફ્ટી એન્ડ સસ્ટેનેબિલીટી પરની પેટા સમિતિના વડા નીલાંજન બેનર્જીએ જણાવ્યું હતુ કે આ અમારા માટે અત્યંત ગર્વની ક્ષણ છે કેમ કે અમે પર્યાવરણ વિષયો અને સુરક્ષા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે બિઝનેસ પ્રક્રિયા અને કાર્યક્ષમતાઓ ક્ષેત્રે નવા માપદંડો સ્થાપિત કરવા માટે સતત સંઘર્ષ કરતા રહીએ છીએ. આઇસીસી દ્વારા આ ક્ષેત્રોમાં અમારા પ્રયત્નોને ઓળખી કાઢતા અમે સન્માન અને ગર્વ અનુભવીએ છીએ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button