એજ્યુકેશનસ્પોર્ટ્સ

જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલનો ભુતપૂર્વ વિદ્યાર્થી આઇપીએલ 2020નો હિસ્સો બન્યો

સુરત : વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે હંમેશા અગ્રેસર જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ (જીડીજીઆઇએસ)ની સિદ્ધિઓમાં વધુ એક ઉમેરો થયો છે. શાળાને જાહેર કરતાં ગર્વ થાય છે કે તેના ભુતપૂર્વ વિદ્યાર્થી માનવ પટેલની રાજસ્થાન રોયલ્સમાં નેટ બોલર તરીકે પસંદગી કરવામાં આવી છે. આ ખરા અર્થમાં ખુશીની બાબત છે કારણકે શાળાના ક્રિકેટ કોચે માનવમાં ઉત્તમ બોલર બનવાની સંભાવનાઓની ઓળખ કરી હતી અને કારકિર્દીનો પાયો નાંખ્યો. કોચ આશિષ સિંઘના અથાક પ્રયાસો અને માર્ગદર્શન તથા માનવ પટેલની સખત મહેનતને પરિણામે આજે માનવ એવા મુકામે પહોંચ્યો છે, જ્યાં પહોંચવામાં ઘણા વર્ષોનો સમય લાગે છે.

ઉલ્લેખનીય છે કે જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ, સુરત ઇવનિંગ સ્પોર્ટ્સ ક્લાસિસ પણ ચલાવે છે, જેમાં માનવ જેવાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની ઓળખ કરીને તેમની પ્રતિભાને નિખારવામાં આવે છે, જેથી તેઓ પસંદગીના ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરવા માટે સક્ષમ બની શકે.

19 સપ્ટેમ્બર, 2020થી શરૂ થનારી આઇપીએલ 2020 માટે રાજસ્થાન રોયલ્સ ટીમ હેઠળ માનવ પટેલ હાલમાં ટ્રેનિંગ પ્રાપ્ત કરી રહ્યો છે. ટીમમાં ઇંગ્લેન્ડના જોસ બટલર અને જોફરા આર્ચર, ભારતીય ઓપનર રોબિન ઉથપ્પા, ઇંગ્લિશ ટી20 કેપ્ટન બેન સ્ટ્રોક્સ, સ્ટિવ સ્મિથ, દક્ષિણ આફ્રિકાના ડેવિડ મીલર તેમજ ભારતીય પેસર જયદેવ ઉનડકટ સહિતના ઉત્કૃષ્ટ ખેલાડીઓ સામેલ છે.

શાળાના સંચાલકો, શિક્ષકો અને માનવના પરિવારજનોને ખુશી છે કે છ વર્ષ પહેલાં હેડ કોચ આશિષ સિંઘે સાચી ઉંમરે માનવની પ્રતિભાની ઓળક કરીને તેનું ઘડતર કર્યું, જેના પરિણામે આજે માનવ કારકિર્દીમાં ઝડપથી આગળ વધી રહ્યો છે તથા શાળા અને પરિવારજનોને ગર્વ પણ અપાવ્યું છે. જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકોએ માનવને ઉજ્જવળ કારકિર્દીના નિર્માણ માટે શુભેચ્છા પાઠવી હતી.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button