ગુજરાત

હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા ૨૦૨૧માં ધ્યાન શિખવા નિ:શુલ્ક માસ્ટરક્લાસ 

આશા અને બદલાવનાં યુગમાં પ્રવેશ હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા ૨૦૨૧માં ધ્યાન શિખવા નિ:શુલ્ક માસ્ટરક્લાસ 

વર્ષ ૨૦૨૦ની વિદાય વેળાએ આપણે જો પાછળ નઝર કરીએ તો આ વર્ષ સમગ્ર માનવ સમુદાય માટે અનેક પડકારો, અનિશ્ચિતતાઓ, તણાવ, ભય, ચિંતા અને નુકસાનીનું રહ્યું કહી શકાય. આ તબક્કે નવા વર્ષને નવી આશાઓ સાથે સ્વાગત કરવા માટે હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા એક અત્યંત ઉપયોગી પહેલ કરવામાં આવી રહી છે. તારીખ ૩૧ ડિસેમ્બર ૨૦૨૦, ૧ અને ૨ જાન્યુઆરી ૨૦૨૧ ત્રણેય દિવસ દરમ્યાન સાંજે ૬:૦૦ કલાકે પુનઃ સ્થાપિત થવા, પુનઃ તાજા થવા અને હૃદય સાથે પુન: જોડાણ દ્વારા રુપાંતરિત કરનાર નિ:શુલ્ક માસ્ટરક્લાસીસની શ્રેણી પ્રસ્તુત કરી રહ્યા છે. 

હાર્ટફુલનેસ એટલે, જીવન પ્રત્યેનો હૃદય કેન્દ્રિત અભિગમ જેમાં આપણે દરેક ક્ષણને હૃદયથી જીવી શકીએ છીએ. હાર્ટફુલનેસ, એ ધ્યાનની એક ખૂબ સરળ અને વ્યવહારુ પધ્ધતિ છે જેમા     જિજ્ઞાસુઓને પ્રશિક્ષકો દ્વારા વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં આવે છે અને તેઓ પોતાના ઘરે પોતાના અનુકૂળ સમયે ધ્યાનનો અભ્યાસ કરી શકે છે. આ પદ્ધતિની ખાસિયત પ્રાણાહુતિ છે, જેને આપણે દિવ્ય ઉર્જા પણ કહી શકીએ. ધ્યાન દરમ્યાન આ પ્રાણાહુતિના સંચરણ દ્વારા જિજ્ઞાસુને ધ્યાનસ્થ થવામાં મદદ મળે છે અને તે આંતરિક પરિવર્તનમાં પણ મદદરુપ છે. હાર્ટફુલનેસના અભ્યાસો આપણને આપણા પ્રતિભાવોને સરળ બનાવવા અને આપણા દૈનિક જીવનને સમૃદ્ધ તેમજ પરિપૂર્ણ રીતે સંચાલન કરવામાં મદદ કરે છે.

હાર્ટફુલનેસ સંસ્થાના વૈશ્વિક માર્ગદર્શક શ્રી કમલેશભાઇ પટેલ, જેઓ દાજી તરીકે જાણીતા છે, તેમના દ્વારા સદર માસ્ટરક્લાસ કરાવવામાં આવશે જેમાં તેમની સાથે જોડાશે યોગઋષિ સ્વામી રામદેવ, બ્રહ્માકુમારી બહેન શિવાની અને શ્રી ગૌર ગોપાલ દાસ. સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન શ્રી શેખર કપુર દ્વારા કરવામાં આવશે.

આ ત્રણ દિવસના માસ્ટરક્લાસ દરમિયાન ધ્યાન કરવા માટેની પ્રાથમિક માહિતી ઉપરાંત પુ. દાજીના માર્ગદર્શનમાં ધ્યાનનો અનુભવ પણ કરાવવામાં આવશે. પહેલા દિવસે આખા શરીરને રિલેક્સ કરીને ધ્યાનનો પ્રાયોગિક અનુભવ કરાવવામાં આવશે. બીજા દિવસે શુદ્ધિકરણની પ્રક્રિયા દ્વારા આપણાં મન, ચેતના તથા સૂક્ષ્મ સ્તરોને શુદ્ધ કરી અને ધ્યાન કરાવવામાં આવશે. ત્રીજા દિવસે આપણાં અંત:કરણ સાથે જોડાણ દ્વારા ધ્યાન કરાવવામાં આવશે. આ ત્રણેય સત્રોના માર્ગદર્શિત ધ્યાન દ્વારા આપ પોતાની મેળે ધ્યાન કરવા સક્ષમ બની શકો.  

હાર્ટફુલનેસ માસ્ટરક્લાસ ની:શુલ્ક છે તથા કોઈ પણ જ્ઞાતિ/જાતિના ભેદભાવ વગર દરેકનું સ્વાગત છે. વધુ માહિતી માટે તથા કાર્યક્રમમાં રજીસ્ટ્રેશન કરવા માટે આ વેબસાઈટ ઉપર જવા વિનંતી www.heartfulness.org/en/refresh2021

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button