ફોરેવરમાર્કે ભારતમાં તેનું પ્રથમ વર્ચ્યુઅલ ફોરમ રજૂ કર્યું
‘અર્થપૂર્ણ આવતીકાલ’ વિષય પર ફોરેવરમાર્ક ફોરમની 9મી આવૃત્તિ આજના પડકારો અને આવતીકાલની તકો પર ભાર મૂકે છે
મુંબઈ : હાલની મહામારી સહિતની તમામ પ્રતિકૂળતાઓ હોય તો પણ હીરા તેમની ચમકમાં જે સ્થિતિસ્થાપકતા અને ઉદ્દેશ્યને પ્રતિબિંબત કરે છે તે સત્યને જાળવી રાખવા ડી બીયર્સ ગ્રુપની ડાયમંડ બ્રાન્ડ- ફોરેવરમાર્કે તેના વાર્ષિક ફોરેવરમાર્ક ફોરમમાં આગળ વધીને તેના ભાગીદારો પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પાલન કર્યું છે. તેની સ્થાપના પછી પ્રથમ વખત આ બ્રાન્ડે વિશ્વભરના તેના અધિકૃત ભાગીદારો, ઝવેરીઓ, હીરાના વેપારીઓ અને ઉત્પાદકો માટે થીમ ‘અર્થપૂર્ણ આવતીકાલ’ વિષય પર વર્ચ્યુઅલ રીતે ફોરમનું આયોજન કર્યું હતું.
ફોરમની નવમી આવૃત્તિએ, જે 18- 20 ઓગસ્ટ 2020ના રોજ યોજાઈ હતી, ફોરેવરમાર્ક માટે તેના ભાગીદારોને તેમના વ્યવસાયને શ્રેષ્ઠ બનાવવા અને ગ્રાહકોની બાબતમાં આગળ રહેવામાં મદદ કરવા એકદમ નવી રીટેલ નવીનતાઓ, આધુનિક ટેકનોલોજિસ અને ઉપભોક્તા વિશેની ઊંડી જાણકારીઓથી સજ્જ કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું.
2020 નવા દાયકાની શરૂઆતનું વર્ષ હોવાથી, ‘અર્થપૂર્ણ આવતીકાલો’ વિષયનો ઉદ્દેશ બ્રાન્ડ અને તેના ભાગીદારોને માહિતીને ગ્રહણ કરવામાં અને નવી પદ્ધતિઓ અમલમાં મૂકવામાં મદદ કરવાનો છે. આ પ્રયાસોનો હેતુ એવા વધુ અર્થપૂર્ણ વિશ્વ બનવા માટે માર્ગ મોકળો કરવાનો છે કે જે હાલના ગ્રાહકની ભાવનાને પ્રાધાન્ય આપે અને કોન્સિયસ લક્ઝરીને સ્વીકારે.
“હું અમારા બધા ભાગીદારોને ભારતમાં ફોરેવરમાર્કના પ્રથમ વર્ચ્યુઅલ ફોરમમાં આવકારું છું, જે સાચી નવીનતા અને સર્જનાત્મકતાનું એક પરાક્રમ છે. ફોરમનો વિષય, અર્થપૂર્ણ આવતીકાલો, ખાસ કરીને હાલના વાતાવરણમાં સુસંગત છે, જ્યાં રોગચાળાએ આપણા અંગત સંબંધો અને ડાયમંડ્સ ભજવી શકે છે તે ભૂમિકા તેમજ ઉજ્જવળ આવતીકાલની આશા રાખવાના મહત્વને બળવત્તર બનાવ્યું છે. સમય અસાધારણ રહ્યો છે અને છે, પરંતુ પરિવર્તન તકો પણ લાવી શકે છે. ફોરેવરમાર્ક એ એક મજબૂત સામાજિક ઉદ્દેશ ધરાવતી બ્રાન્ડ છે, જે અસલી અને સ્થાયી મૂલ્ય- વિશિષ્ટતાઓ પર કેન્દ્રિત છે- જે આપણે જાણીએ છીએ તેમ, આપણા ગ્રાહકો માટે એક અર્થપૂર્ણ આવતીકાલને પ્રેરણાદાયી બનાવવા માટે મૂળભૂત રીતે મહત્વની છે.” એમ ડી બીયર્સ ગ્રુપની ફોરેવરમાર્કના ચેરમેન અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ, કન્ઝ્યુમર એન્ડ બ્રાન્ડ્સ, સ્ટેફન લુસિઅરે જણાવ્યું હતું.
વૃદ્ધિને વધુ પ્રોત્સાહિત કરવા અને ભારતીય ગ્રાહકને વધુ સારી રીતે સમજવા માટે ફોરેવરમાર્કે હાલના ગ્રાહકના વલણને સમજવા માટે કંપની દ્વારા કરવામાં સંશોધનનાં ઊંડાણપૂર્વકનાં પરિણામો પણ જાહેર કર્યા હતા. રિપોર્ટમાં એવું બહાર આવ્યું છે કે જ્યારે ભારતીય ગ્રાહકો જે રીતે તેઓ ખર્ચ કરે છે તેમાં સાવચેત રહ્યા હતા, પરંતુ હીરાઓ પ્રત્યેની તેમની કદર ખૂબ જ મજબૂત રહી છે. તેણે એવું પણ બતાવ્યું કે ઝવેરાતને વસ્ત્રોમાં અને ઉત્સવ અને ઉજવણીની વિધિઓમાં પહેરવામાં આવે છે, તેથી તેને વૈભવી ખર્ચની શ્રેણીઓમાં ખૂબ પ્રાધાન્ય આપવામાં આવે છે, અને ભેટ આપવા માટે અથવા પોતાના માટે ખરીદી કરવામાં હીરા યુવાન સ્ત્રીઓ માટે ટોચની પસંદગી છે. રિપોર્ટમાં જણાવાયું હતું કે બજાર સુધરી રહ્યું છે અને લોકોએ નવી પરિસ્થિતિમાં રહેવાનું સ્વીકારી લીધું છે. જાહેર કરવામાં આવેલા બીજા હકારાત્મક આંકડા એ હતા કે ઓનલાઇન વપરાશ અત્યાર સુધીના સમયમાં ઉચ્ચતમ સ્તરે છે, જે ગ્રાહકો માટે ફોરેવરમાર્કની ઇ-ટેઇલ યોજનાની મહત્તાને પ્રબળ બનાવે છે.
ફોરેવરમાર્કના સીઈઓ, નેન્સી લિયુએ ભારતમાં બ્રાન્ડ અને તેની વૃદ્ધિ વિશે બોલતા જણાવ્યું હતું કે, “આપણે બધા માનીએ છીએ કે વર્ષની માની ન શકીએ એવી પડકારજનક શરૂઆત રહી છે. ફોરેવરમાર્ક ગ્રાહકના નવીનતમ વલણો અને અમારી અજોડ બ્રાન્ડ તાકાતના સહારે આ પડકારોનો જવાબ આપી રહી છે, કારણ કે લોકડાઉન હળવું થાય અને રીટેલ કામગીરીનું વાતાવરણ ફરી ખુલ્લું થાય ત્યારે મજબૂત માંગના પુન: ઉદભવ માટે તૈયાર છીએ. ખાસ કરીને ભારતમાં, અમે છેલ્લા કેટલાક વર્ષોમાં અસાધારણ સફળતા જોઈ છે અને 2021માં ફરીથી મજબૂત વૃદ્ધિની અમે આશા રાખીએ છીએ.”
ફોરમમાં રજૂ કરવામાં આવેલા 2020ના મુખ્ય વલણોમાં વર્ષ માટેના ઝવેરાતને લગતા વલણો હતા જે ભવિષ્યના છે છતાં ટકાઉ છે. ફોરેવરમાર્કે મુખ્ય ચાર મનોભાવની 1700થી વધુ ડિઝાઇન્સ પ્રદર્શિત કરી હતી: અર્બન નેચર, ઓપન માઇન્ડ, લા સુર્ટે અને રોયલ 2.0. ફોરમમાં હાજર રહેનારાઓને સફળ ઉપભોક્તા અભિયાનોથી અવગત કરવામાં આવ્યા હતા, જે આ પ્રમાણે છે- ફોરેવરમાર્ક ટ્રિબ્યુટ સંગ્રહ, એવી પૂર્વધારણા સાથે કે ઋતુઓ બદલાય છે પરંતુ હીરા કાયમ માટે છે, જે સતત સફળતાનું પ્રતીક છે; ફોરેવરમાર્ક આયકોન સંગ્રહ, જે આ વર્ષના અંત ભાગમાં રજૂ થનારો એક નવો ટ્રેડમાર્ક સંગ્રહ છે; અને દક્ષિણ ભારતના સમૃદ્ધ વારસાથી પ્રેરિત ફોરેવરમાર્ક ટ્રેડિશનલ સેટિંગ સંગ્રહ.
ફોરમમા ફોરેવરમાર્કના કેટલાક લોકપ્રિય રિટેલ પ્રોગ્રામ્સને પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા, જેમકે એક્સેપ્શનલ્સ, જે કેટલાક સૌથી ઉત્કૃષ્ટ હીરાની પસંદગી છે, જેમાં દરેક ઓછામાં ઓછા ત્રણ કેરેટના હોવા છતાં ઘણા મોટા છે, ફોરેવરમાર્કના વચનની પરાકાષ્ઠાને રજૂ કરતો એક્સેપ્શનલ ડાયમંડ સંગ્રહ; રેડ કાર્પેટ સંગ્રહ કે જેને જાણીતી ખ્યાતનામ વ્યક્તિઓ એકેડેમી એવોર્ડ્સ, સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ એવોર્ડ્સ અને ગોલ્ડન ગ્લોબ્સ જેવા આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ભારતની સુંદરતમ કલાકારીગરીને પ્રસરાવતી જોવા મળે છે. આની સાથે ફોરમમાં ઉત્કૃષ્ટ 2020 સંગ્રહ અને હીરાની બંગડીઓના દેદીપ્યમાન સંગ્રહ, સર્કલ ઑફ ટ્રસ્ટને દર્શાવવામાં આવ્યા હતા.
ફોરમમાં ખાસ નોલેજ સિરીઝનું આયોજન પ્રેરણાને ઉત્તેજન આપે એવી ચર્ચાઓ માટે અનુભવી અને બૌદ્ધિક વ્યક્તિઓને એકસાથે લાવવા માટે કરવામાં આવ્યું હતું, જે વિચાર-કેન્દ્રિત અને અર્થપૂર્ણ વાતચીતને પ્રેરનારી હતી. આ વર્ષે શ્રેણીમાં જાણીતા વક્તાઓ ઝકરબર્ગ મીડિયાના સ્થાપક અને સીઈઓ, શ્રીમતી રેન્ડી ઝકરબર્ગ, મેકમાયટ્રિપના સ્થાપક, શ્રી દીપ કાલરા, અને એન્જિનિયર, નાવીન્ય પ્રવર્તક અને શૈક્ષણિક સુધારાવાદી સોનમ વાંગ્ચુક હતા. ફોરમમાં ભાગીદારો ઉપરાંત, ઉદ્યોગના મહત્ત્વના વગદારો, રિટેલ ચેઇનના માલિકો તથા ઉદ્યોગના સ્વતંત્ર જ્વેલર્સે પણ હાજરી આપી હતી. ડી બીયર્સ ગ્રુપના નિષ્ણાતો દ્વારા ટકાઉપણું અને કોન્સિયસ લક્ઝરી જેવા વિષયો પર વિશેષ બ્રેક-આઉટ સત્રોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
મનોરંજનના ભાગરૂપે, પ્રતિભાશાળી અને એવોર્ડ વિજેતા સુપરસ્ટાર, ફરહાન અખ્તરે રસપ્રદ હૂંફાળી ચેટ અને લાઇવ ધ્વનિ પ્રદર્શનથી ફોરમના ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા.
“ફોરેવરમાર્કે હીરા ઉદ્યોગ અનુસરી શકે તેવા માર્ગનકશાનું સર્જન કરવા અને પગલાંની છાપ મૂકી જવાનું લક્ષ્ય હંમેશા રાખ્યું છે. વર્ચ્યુઅલ જવું એ માત્ર તક જ નહીં, પરંતુ પસંદગી પણ છે. ડિજિટલ વિક્ષેપ અમારા ગ્રાહકો સાથે સંપર્ક કરવા, તેમની આકાંક્ષાને સમજવા અને તેમની સંવેદનાઓને અનુરૂપ ઉત્પાદનો વિકસાવા માટે નવા વિકલ્પોનો માર્ગ મોકળો કરી રહ્યો છે. જ્યારે આપણે ભવિષ્ય વિશે વિચારીએ છીએ ત્યારે હીરા પ્રેમના પ્રતીક કરતાં વધુ છે; તે આપણે સાથે મળીને શું પ્રાપ્ત કરી શકીએ તેનું એક રીમાઇન્ડર છે,” એમ ડી બીયર્સ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર સચિન જૈને જણાવ્યું હતું.
ફોરવરમાર્કે તેના વર્ચ્યુઅલ ફોરમ દ્વારા તેના ભાગીદારોને નેટવર્ક કરવાની, સોદા કરવાની અને ફોરેવરમાર્કની વૃદ્ધિ પર નવો દ્રષ્ટિકોણ પ્રાપ્ત કરવાની ક્ષમતા પ્રદાન કરી છે. વિશ્વભરના ભાગીદારો વિચાર, ડિઝાઇન અને નવીનતાની વિવિધતાને પહોંચી વળવા અને તેની ચર્ચા કરી શક્યા હતા, તેઓ વધુ સુંદર અને અર્થપૂર્ણ આવતીકાલ માટે તેમના ઉત્પાદન, સેવાઓ અને વ્યવસાયિક પદ્ધતિઓને સાથે મળીને કેવી રીતે ફરીથી વ્યાખ્યાયિત કરી શકે છે તે શીખ્યા હતા.