જી. ડી.ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ડુડલ આર્ટ દ્વારા દેશના ગૌરવ રફાલની પ્રસ્તુતિ કરી
સુરત : ભારતીય હવાઇ દળ (આઇએએફ)ની સ્થાપના 8 ઓક્ટોબર, 1932ના રોજ થઇ હતી અને ગાઝિયાબાદમાં એર ફોર્સ સ્ટેશન હિંડન ખાતે 88મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે એર ફોર્સ પરેડ કમ ઇન્વેસ્ટિચર સેરેમની તરીકે વિવિધ એરક્રાફ્ટ્સ દ્વારા અદ્ભુત એર ડિસ્પ્લેનું પ્રદર્શન કર્યું હતું. 08 ઓક્ટોબરે એર ફોર્સ ડે પરેડમાં રફાલ ફાઇટર એરક્રાફ્ટ પ્રથમવાર સામેલ થયું હતું. ઉલ્લેખનીય છે કે 29 જુલાઇ, 2020ના રોજ આઇએએફના પ્રથમ પાંચ રફાલ એરક્રાફ્ટ અંબાલા એર ફોર્સ સ્ટેશન આવી પહોંચ્યાં હતાં.
તિબેટના પહાડી ક્ષેત્રોમાં ચાઇના સાથે કોઇપણ હવાઇ લડાઇની સ્થિતિમાં રફાલ એરક્રાફ્ટ ભારતને વ્યૂહાત્મક લાભ પ્રદાન કરશે. ભારતીય હોવા તરીકે દરેક નાગરિકને આપણી ઇન્ડિયન એર ફોર્સ ઉપર ગર્વ છે, જે ઘાતક ફ્લાઇંગ મશીન રફાલ સાથે દુશ્મનોની સામે આપણી રક્ષા કરે છે.
આ પ્રસંગે જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ (જીડીજીઆઇએસ)ના વિદ્યાર્થીઓએ ડુડુલ આર્ટ દ્વારા સોલ્જર્સ, રફાલ, ઇન્ડિયા – યુનિટી ઇન ડાયવર્ઝિટિ વગેરે જેવા સુંદર સંદેશાઓની પ્રસ્તુતિ સાથે ઇન્ડિયન એર ફોર્સ પ્રત્યે પોતાની ભાવના અને ગર્વની અભિવ્યક્તિ રજૂ કરી હતી. ડુડલ આર્ટ સુંદર અને ઓરિજનલ ડિઝાઇન માટેની ઉત્તમ કલા છે, જેમાં રસપ્રદ કેરેક્ટર, રેન્ડમ અને એબસ્ટ્રેક્ટ પેટર્ન દ્વારા વિચારોની રજૂઆત કરાય છે.
આર્ટ અને ક્રાફ્ટ શિક્ષક તેજસ રાજપૂતના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ આ પહેલ કરી હતી, જે નવી આશા અને અપેક્ષાઓનું પ્રતિક બની રહેશે.