બિઝનેસ

સીડબી અને ટ્રાન્સયુનિયન સિબિલે એમએસએમઇ સક્ષમ લોન્ચ કર્યું

સુરત : ભારતીય અર્થતંત્રને ફરીથી ધમધમતુ કરવામાં મદદરૂપ બનવા તથા માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (એમએસએમઇ)ને મજબૂત કરવા માટે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા (સીડબી)એ ટ્રાન્સયુનિયન સિબિલ સાથે મલીને એમએસએમઇ સક્ષમ લોન્ચ કર્યું છે, જે એમએસએમઇ માટે વ્યાપક નાણાકીય પ્રશિક્ષણ અને નોલેજ પ્લેટફોર્મ છે. આ વિશેષ વન-સ્ટોપ નોલેજ પોર્ટલ સરળ અને ઝડપી નાણાકીય સુવિધા ઇચ્છતી એમએસએમઇને માર્ગદર્શન આપશે તથા ઉદ્યોગ સાહસિકોને તેમની ઋણ જવાબદારીઓનું સંચાલન કરવામાં સહયોગ કરશે.

એમએસએમઇ સક્ષમનો ઉદ્દેશ્ય એમએસએમઇને તેમની ક્રેડિટ લાઇફસાઇકલ અંગે માર્ગદર્શન આપવાનો છે, જેમાં ધિરાણ લેવાથી શરૂ કરીને તેમના કારોબારની વૃદ્ધિ, બિઝનેસના ટકાઉપણાના નિર્માણ માટે ક્રેડિટ લાઇન્સનું સંચાલન સામેલ છે. વધુમાં સમયસર સમાપ્તિ તથા ક્રેડિટ સુવિધાના રિન્યૂઅલ પણ સુનિશ્ચિત કરવા જાણકારી પ્રદાન કરાશે. નાણાકીય પ્રશિક્ષણ અને ધિરાણની સુવિધા એમ બે મુખ્ય પિલ્લર્સ ઉપર કેન્દ્રિત એમએસએમઇ સક્ષમ સીડબીના એમએસએમઇના વિશાળ નેટવર્કનો તેમજ ટ્રાન્સયુનિયન સિબિલની માહિતી અને ઇનસાઇટનો લાભ લેશે, જેનાથી એવી શૈક્ષણિક ઇકોસિસ્ટમનું નિર્માણ કરી શકાય કે તેની મદદથી માળખાકીય રીતે મજબૂત એમએસએમઇનું નિર્માણ શક્ય બને.

આ લોન્ચ અંગે પ્રતિક્રિયાં આપતા સીડબીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર, આઇએએસ, શ્રી મોહંમદ મુસ્તુફાએ જણાવ્યું હતું કે, એમએસએમઇ વર્તમાન પડકારો વચ્ચેથી ઉભરવા સજ્જ બની રહી છે ત્યારે અમે એક વિશ્વાસ અને ભરોસાપાત્ર માહિતી અને સરળ ધિરાણની ઉપલબ્ધતા પ્રત્યેની અમારી મહત્વપૂર્ણ ભુમિકાને સમજીએ છીએ. એમએસએમઇને નાણાકીય જાણકારી આપવામાં તથા લોન-રેડી રાખવા બાબતે સક્ષમ કરવામાં ટ્રાન્સયુનિયન સિબિલ સાથે ભાગીદારી કરતાં સીડબી ખુશી અનુભવે છે, જેથી સમયસર અને વાજબી નાણાકીય સહયોગ પ્રદાન કરી શકાય. આ અમારા મીશન સ્વાવલંબન સાથે સુસંગત છે, જેમાં અમે યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતાની સંસ્કૃતિ વિકસાવવામાં તેમને લક્ષ્યમાં રાખ્યાં છે. એમએસએમઇ સક્ષમ એક ડિજિટલ પ્લેટફોર્મ છે અને તેનો ઉદ્દેશ્ય સમગ્ર ભારતમાં એમએસએમઇ માટે ધિરાણની માહિતી ઉપલબ્ધતા વધુ સારી બનાવવાનો છે. આત્મનિર્ભર પ્રોગ્રામના ઇમર્જન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ (ઇસીએલજીએસ) હેઠળ એમએસએમઇમાં મોટાપાયે ધિરાણની ઉપલબ્ધતા ખુબજ સારી તક છે, જેનાથી એમએસએમઇ આગળ વધવામાં નાણાકીય સહયોગ મેળવી શકશે અને આત્મવિશ્વાસ સાથે આગામી પગલું ભરી શકશે.

ટ્રાન્સયુનિયન સિબિલના એમડી અને સીઇઓ રાજેશ કુમારે જણાવ્યું હતું કે, આર્થિક પ્રગતિને બળ આપવા માટે એમએસએમઇને મજબૂત કરવી અથ્યંત જરૂરી છે અને અમને વિશ્વાસ છે કે ધિરાણ ઉદ્યોગ, સરકાર અને એમએસએમઇને સહયોગ કરવાથી તેઓ વિશ્વાસ સાથે ટ્રાન્ઝેક્શન કરવા સક્ષમ બનશે અને તેમને સોલ્યુશન્સ પણ મળી રહેશે. એમએસએમઇ માટે ઝડપી અને ડિજિટાઇઝ્ડ માર્ગે ધિરાણના સોલ્યુશન્સ માટે અમે બેન્કો અને ક્રેડિટ ઇન્સ્ટિટ્યુશન્સને સહયોગ કરી રહ્યાં છીએ તથા અમે એમએસએમઇને માર્ગદર્શન સાથે સિબિલ રેન્ક અને કમર્શિયલ ક્રેડિટ રિપોર્ટ પ્રાપ્ય બને તેવો પ્રયાસ કરીએ છીએ. એમએસએમઇ સક્ષમની રજૂઆત સાથે એમએસએમઇને વધુ શક્તિશાળી બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત કરીએ છીએ તથા ક્ષેત્ર માટે ઉત્પાદક ઇકોસિસ્ટમ બનાવવામાં સહાયરૂપ બનીએ છીએ, જેથી ક્ષેત્રમાં વૃદ્ધિ જાળવી શકાય. એમએસએમઇ સક્ષમએ એમએસએમઇ માટે સહાયરૂપ નાણાકીય માહિતી અને સાધનો જેવાકે સરકારી યોજનાઓ, હસ્તક્ષેપો, સિબિલ રેન્ક અને સ્કોરની પ્રાપ્તિ, બેંક્સ તરફથી લોન ઓફર્સ માટે સિંગલ ડેસ્ટિનેશન બની રહેશે. ઉપરાંત તે બિઝનેસ વિશેની સમજ, ક્રેડિટ અને ક્રેડિટવર્ધીનેસ અંગેની પણ જાણકારી પૂરી પાડશે.

કોવિડ 19 મહામારી એમએસએમઇ માટે ઘણી પડકારજનક બની રહી છે. તેના કારણે આ સેક્ટરમાં રોકડ પ્રવાહ ઘટ્યો છે તથા માગ પણ ઘટી છે. એમએસએમઇ માટે લાંબા સમય માટે સ્થિરતા અને બિઝનેસની વૃદ્ધિ જાળવી રાખવા માટે નાણાકીય શિસ્ત જાળવણી માટે માર્ગદર્શન મળી રહે તે આવશ્યક છે. ક્રેડિટને સારી રીતે જાળવવી અને ઉંચા સિબિલ રેન્ક બનાવવી એ માળખાકીય રીતે મજબૂત બિઝનેસ બનાવવા માટે આવશ્યક છે.

 

એમએસએમઇ સક્ષમની મુખ્ય હાઇલાઇટ્સઃ

1.    બે ભાષામાં પ્રાપ્ય – અંગ્રેજી અને હિન્દી

2.    એમએસએમઇના લાભ માટે ઉપલબ્ધ ભારત સરકાર તથા રાજ્ય સરકારની સમગ્ર યોજનાઓની તથા હસ્તક્ષેપોની યાદી

3.    માહિતીથી ભરપૂર આર્ટિકલ્સ, ઉદ્યોગ સાહસિકોને તથા બિઝનેસ ધરાવતા વ્યક્તિઓને કેવી રીતે બિઝનેસને વૃદ્ધિની દિશામાં આગળ લઇ જવો તે દર્શાવતા હાઉ-ટુ ઇન્ફોગ્રાફિક્સ અને વિડિયોઝ તેમજ બિઝનેસ અંગેની સમજ આપતી વિગતો.

4.    બિઝનેસ ઇનસાઇટ્સ અને એમએસએમઇ રિસોર્સિસ, જે ક્રેડિટ ટ્રેન્ડ્સ અને પ્રાદેશિક માહિતી પૂરી પાડશે

5.    સીમલેસ ક્રેડિટ જર્ની, જે તમામ જરુરી સાધનો હશે. તેમાં સિબિલ સ્કોર, સિબિલ રેન્કનો સમાવેશ થતો હશે. જે કંપનીનીક્રેડિટ પ્રોફાઇલ સમજવામાં ઉપયોગી બનશે. એમએસએમઇ માટે સ્પેશિયલ લોન ઓફર્સ પણ સામેલ રહેશે.

6.    હેલ્પ સેન્ટર તથા ક્રેડિટ, સિબિલ સ્કોર અને સિબિલ રેન્ક અંગે ફ્રિકવન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ સાથેનું ઇવેન્ટ્સ કેલેન્ડર. આ ઉપરાંત એમએસએમઇ ન્યુઝ સ્નિપેટ્સ અને નવી જાહેરાતો.

 

વધુ માહિતી માટે જૂઓ –  https://www.msmesaksham.com

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button