નવ્યા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોવિડ રસીકરણ કેમ્પ યોજી ૧૬૦ નાગરિકોનું વેક્સીનેશન કરાયું
સુરત: ૧૧ થી ૧૪ એપ્રિલ દરમિયાન રસી મૂકાવીને ‘રસીકરણ ઉત્સવ’ ઊજવવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે, જેના ભાગરૂપે સુરત શહેરના નાગરિકો સ્થાનિક પ્રશાસન અને વિવિધ સેવા સંસ્થાઓ આયોજિત રસીકરણ કેમ્પમાં તબક્કાવાર રસી મૂકાવી આ ઉત્સવમાં સહભાગી બની રહ્યા છે.
શહેરના નવ્યા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તા.૧૪ એપ્રિલના રોજ કતારગામમાં કસ્તુરબા વિદ્યાભવન, રામજીનગર સોસાયટી, નાની બહુચરાજી મંદિરની સામે, વેડરોડ ખાતે કોરોના વિરોધી રસીકરણ કેમ્પ યોજાયો હતો, જેમાં ૪૫ થી વધુ ઉંમર ધરાવતા ૬૦ નાગરિકોને વિનામૂલ્યે વેક્સીન આપવામાં આવી હતી.
ટ્રસ્ટ દ્વારા છેલ્લા બે રવિવારથી કેમ્પ યોજી રસી મૂકવામાં આવે છે. જે મુજબ તા. ૧૧ એપ્રિલના રોજ કતારગામ વિધાનસભા વિસ્તારની પ્રભુનગર સોસાયટીની વાડીમાં આયોજિત વેક્સીનેશન કેમ્પમાં કુલ ૧૦૦ નાગરિકોને રસી મુકવામાં આવી હતી.
રસીકરણ સેન્ટરમાં ટ્રસ્ટના અધ્યક્ષશ્રી પ્રમુખશ્રી ભાવેશભાઈ.ડી. ઝાઝડીયા, ઉપપ્રમુખશ્રી ધીરૂભાઇ.પી.માંડવીયા, મોઘજીભાઈ.આર.ચૌધરી, ધાર્મિકભાઈ.એન.માલવિયા, કિશોરભાઈ.બી.મયાણી સહિતના અગ્રણીઓ સેવા આપી રહ્યા છે.