ચૂંટણીમાં મતદાન માટે તૈયાર છો? મતદાન સમયે આટલું ધ્યાનમાં રાખીએ
સુરત: રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તથા જિલ્લા-તાલુકા પંચાયતોની સામાન્ય/પેટાચૂંટણી-૨૦૨૧નું તા.૨૧ અને ૨૮ ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાનાર છે. કોરોનાની મહામારીની પરિસ્થિતિ ધ્યાને લેતાં રાજ્ય ચુંટણી આયોગ દ્વારા મતદાન મથકે જતાં મતદારો માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. જેમાં નાગરિકોએ શું કરવું અને શું ન કરવું તે માટે માર્ગદર્શન અપાયું છે. જે મુજબ-
મતદાન મથકમાં શું કરવું?
નાગરિકોએ રાજ્ય ચુંટણી આયોગ દ્વારા નિર્ધારિત ઓળખ દસ્તાવેજ સાથે લઈને જવું.
મોં અને નાક ઢંકાય તે રીતે માસ્ક પહેરીને જ પ્રવેશ કરવો
એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર રાખેલ સેનિટાઈઝરનો અચુક ઉપયોગ કરવો અને થર્મલ ગનથી શરીરનું તાપમાન મપાવવુ
મતદાન મથકમાં શું કરવું?
સલામતી માટે અન્ય વ્યક્તિઓથી ૬ ફૂટનું અંતર રાખવું.
મતદાન માટે આપવામાં આવેલ હાથમોજા પહેરીને જ ઈવીએમનું બટન દબાવવું.
મતદાન પછી વપરાયેલ હાથમોજાનો નિયત જગ્યાએ અચુક નિકાલ કરવો.
હથિયાર સાથે કે નશીલા પદાર્થનું સેવન કરી પ્રવેશ ન કરવો.
ક્યાંય થૂકવું નહીં.
કેમેરા (સ્થિર/ડીજીટલ/વિડીયો) અને મોબાઈલ/કોર્ડલેસ ફોન સાથે પ્રવેશ ન કરવો.
મતદારે કોઈ ઉમેદવાર કે રાજકીય પક્ષના નામ, પ્રતિક કે સુત્ર સાથેની ટોપી, શાલ, જેવા પહેરેશ સહિત પ્રવેશ ન કરવો
કોઈ પણ પ્રકારના સુત્રોચાર કે પ્રચાર ન કરવો.