શ્રમિકોના જીવનની રક્ષા માટે શહેરની ૧૨૫૦ સાયકલોમાં રેડિયમ રિફ્લેકટર લગાડાયા
ડિસ્ટ્રીકટ ટ્રાફિક એજ્યુકેશન અને વેલફેર સોસાયટી અને સુરત ટ્રાફિક પોલીસ સાથે સામાજિક સંસ્થાઓની શ્રમિક સુરક્ષા માટેની પહેલ
સુરત: ડિસ્ટ્રીકટ ટ્રાફિક એજ્યુકેશન અને વેલફેર સોસાયટી અને સુરત શહેર ટ્રાફિક પોલીસ, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ૩૨મા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૧ અંતર્ગત શહેરના શ્રમિકોના જીવનની સુરક્ષા અને રોડ અકસ્માતથી રક્ષણ મળે તે માટે નવજીવન સર્કલ, ભટાર પાસે ૧૨૫૦ જેટલી સાયકલોમા રેડિયમ રિફ્લેકટર લગાડવામાં આવ્યા હતાં, તેમજ બ્રિજેશ વર્મા દ્વારા શ્રમિકોને આ રેડિયમ લગાડવાના ફાયદા અંગે સમજ આપવામાં આવી હતી. ઉધના, ભટાર, પાંડેસરા સહિતના વિસ્તાર આસપાસની ઇન્ડસ્ટ્રીઝમાં હજારો શ્રમિકો રોજી મેળવી રહ્યાં છે, રાત્રિના સમયે કામ પરથી ઘરે પરત ફરતી વેળાએ રોડ પર અવરજવર દરમિયાન શ્રમિકોની સુરક્ષા જળવાઈ રહે એ માટે ટ્રાફિક પોલીસ અને શહેરની અગ્રણી સંસ્થાઓએ આ પહેલ કરી છે.
શહેરના ટ્રાફિક રિજીયન-૩માં આવેલી વિવિધ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા શ્રમિકોની સાયકલમાં રાત્રિના સમયે વિઝીબિલીટી ઓછી હોવાથી તેમની સુરક્ષા માટે રેડિયમ રિફ્લેકટર લગાડવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ અભિયાનમાં શહેર ટ્રાફિક વિભાગના એ.સી.પી. (ટ્રાફિક રિજીયન-૩)શ્રી એચ.ડી.મેવાડા, સર્કલ-૮ ના પી.આઈ. એસ.એમ.જોષી, DTEWS ના પ્રેસિડેન્ટ બ્રિજેશ વર્મા તેમજ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પારસભાઈ જૈન, વંદના ભટ્ટાચાર્ય, ડો.મુકેશ જગ્ગીવાલા તેમજ ટ્રાફિક કમિટીના સભ્યો, લાયન્સ ક્લબ, અને ટી.આર.બી જવાનો, સેમી સર્કલ- ૨૮માથી ઉત્તમભાઈ જોડાયા હતા.