દરરોજના નાસ્તાને આરોગ્યપ્રદ બનાવવા માટે મસ્ટઇન કટીબદ્ધ
સુરત : મસ્ટઇન ઇન્ડિયા એલએલપીએ સીડ્સ, નટ્સ અને સ્પ્રેડ્સની વિશાળ શ્રેણી સાથે આરોગ્યપ્રદ સ્નેક્સ લોન્ચ કર્યાં છે. આ પ્રોડક્ટ્સ ઉદ્યોગમાં પોતાના પ્રકારની પ્રથમ છે, જે વિવિધ ફ્લેવર્સમાં પીનટ બટર, હેઝલનટ સ્પ્રેડ્સ, ફ્લેવર્ડ નટ્સ (કાજૂ અને બદામ) તથા રો અને રોસ્ટેડ સ્વરૂપે વોટરમેલન, ચિયા, પમ્પકિન અને સનફ્લાવર સીડ્સની વિશાળ શ્રેણી ઓફર કરે છે.
લોકડાઉનમાં મસ્ટઇન ઇન્ડિયા એલએલપીના પાર્ટનર્સ શશાંક પચેરીવાલ અને રૂત્વિક શાહ આરોગ્યપ્રદ નાસ્તાના વિકલ્પો શોધતા હતાં, પરંતુ તેમને ખુબજ મર્યાદિત વિકલ્પો મળ્યાં અને તેમાંથી મેક ઇન ઇન્ડિયા ખુબજ ઓછા હતાં, જેને આપણે આંગળીના વેઢે ગણી શકીએ. તેમણે અનુભવ્યું કે આ સેગમેન્ટમાં મોટી ગેપ છે અને બજારની માગ અને કદમાં સતત વધારો થઇ રહ્યો છે. આ સ્થિતિમાં આરોગ્યપ્રદ પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી ઓફ કરતી સારી ભારતીય બ્રાન્ડની તત્કાલ જરૂરિયાત છે. તેનાથી પ્રેરાઇને તેમણે મસ્ટઇન ઇન્ડિયા એલએલપીની રચના કરી છે, જે વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ નાસ્તા ઓફર કરે તથા ગ્રાહકો માટે વાજબી કિંમત પણ ધરાવતી હોય.
મસ્ટઇન ઇન્ડિયા એલએલપીના સ્થાપક શશાંક પચેરીવાલએ જણાવ્યું હતું કે, “મસ્ટઇનની તમામ પ્રોડક્ટ્સનું ઉત્પાદન ભારતમાં જ થાય છે અને માર્કેટ સેગમેન્ટમાં પહેલેથી ઓફર કરતી પ્રોડક્ટ્સ ઉપર આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સનું પ્રભુત્વ છે. આ લોન્ચ સાથે મસ્ટઇન ભારતીય પ્રોડક્ટ્સ અને સ્રોતો ઉપર નિર્ભરતા સુનિશ્ચિત કરવા માગે છે. અમે સુનિશ્ચિત કરીશું કે અમારી બ્રાન્ડ સ્થાનિક સ્તરે બનાવેલી પ્રોડક્ટ્સને પ્રોત્સાહન આપે તેમજ વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારત પહેલમાં યોગદાન આપે.”
ઉલ્લેખનીય છે કે મસ્ટઇન આરોગ્યપ્રદ પેકેજ્ડ ફુડ ઓફર કરે છે, જે કોઇપણ સમયે ઉપયોગ માટે આદર્શ હોય છે. ગુજરાતના સુરતમાં મુખ્યાલય ધરાવતું મસ્ટઇન ઇન્ડિયા એલએલપી સમગ્ર ભારતમાં ડિલિવરી કરે છે. સુરતમાં કંપનીની ફેક્ટરીમાં મસ્ટઇન પ્રોડક્ટ્સના ઉત્પાદન માટે આસપાસના વિસ્તારની મહિલાઓને મુખ્યત્વે રોજગાર પ્રદાન કરે છે અને મહિલા સશક્તિકરણ સુનિશ્ચિત કરે છે. મસ્ટઇન પેકેજિંગ, સેલ્સ, માર્કેટિંગ અને એડમિન ભુમિકા માટે પણ લોકોને રોજગાર પ્રદાન કરીને રોજગારની વિવિધ તકોનું સર્જન કરી રહ્યું છે.
મસ્ટઇન ઇન્ડિયા એલએલપીના સ્થાપક રૂત્વિક શાહે પ્રોડક્ટ રેન્જ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, “આગામી તહેવારોની સીઝન માટે ગિફ્ટિંગના ઉત્તમ વિકલ્પ તરીકે અમારી પ્રોડક્ટ્સ એકદમ આદર્શ છે. મહામારીને કારણે લોકો તેમના મિત્રો અને પરિવારજનોને મળી શકશે નહીં તેવી સ્થિતિમાં મસ્ટઇનની ઓફરિંગ્સ દ્વારા યુઝર્સ વેબસાઇટ ઉપર ઓર્ડર કરી શકશે, જે તેમના પ્રિયજનોને ડિલિવર કરાશે. મસ્ટઇન દરરોજના નાસ્તાને આરોગ્યપ્રદ બનાવવા માટે સજ્જ છે અને દિવસમાં કોઇપણ સમયે ઉપયોગમાં લઇ શકાય છે. મસ્ટઇન ગ્રાહકોને હંમેશા સરપ્રાઇઝ કરતું રહેશે.”
મસ્ટઇન ઇન્ડિયા એલએલપીના સ્થાપકો સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ નાસ્તાના વિકલ્પો સાથે મેક ઇન ઇન્ડિયા કેમ્પેઇનમાં પણ યોગદાન આપી રહ્યાં છે.
વધુ જાણકારી માટે વિઝિટ કરો : www.mustin.in