SGCCI બિઝનેસ કનેકટ કમિટીના સભ્યોએ પલસાણાની ગોકુલનંદ પેટ્રોફાઇબર્સ કંપનીની મુલાકાત લીધી હતી
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની એસજીસીસીઆઇ બિઝનેસ કનેકટ કમિટીના સભ્યોએ ફેન્સી યાર્નનું ઉત્પાદન કરતી પલસાણાની ગોકુલનંદ પેટ્રોફાઇબર્સ કંપનીની મુલાકાત લીધી હતી અને કંપની દ્વારા બનાવવામાં આવતા ફેન્સી યાર્ન વિશે વિગતવાર અભ્યાસ કર્યો હતો. ચેમ્બરની એસજીસીસીઆઇ બિઝનેસ કનેકટ કમિટી ચેમ્બરના સભ્યોને એકબીજાની સાથે આપસમાં બિઝનેસ કરવા માટે મહત્વનું પ્લેટફોર્મ પૂરું પાડે છે.
કંપનીના ચેરમેન દીપક ગોંડલીયાએ ચેમ્બરની એસજીસીસીઆઇ બિઝનેસ કનેકટ કમિટીના ૩પ જેટલા સભ્યોને આખા પ્લાન્ટની વિઝીટ કરાવી હતી. તેમની કંપની દ્વારા ફેન્સી યાર્ન બનાવવામાં માટે કયા – કયા પ્રકારની પ્રોસેસ કરવામાં આવે છે તેની વિગતવાર સમજણ તેમણે આપી હતી. આથી ચેમ્બરના સભ્યોને ફેન્સી યાર્ન સહિતના વિવિધ યાર્નના ઉત્પાદન વિશે મહત્વની જાણકારી મળી રહી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ કંપનીમાં ર૭૦૦ કર્મચારીઓ કામ કરે છે અને કંપનીનો આખો પ્લાન ભારતમાં જ બનાવવામાં આવ્યો છે. આથી ભારત સરકારના મેડ ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટને સાર્થક કરવાની દિશામાં ઉદ્યોગકારો દ્વારા પ્રયાસ થઇ રહયો છે.
પ્લાન્ટની મુલાકાત દરમ્યાન કંપનીમાં રાઉન્ડ ટેબલ મિટીંગ મળી હતી. આ મિટીંગનું સંચાલન એસજીસીસીઆઇ બિઝનેસ કનેકટ કમિટીના ચેરમેન ભાવેશ ટેલરે કર્યું હતું. આ પ્રસંગે ચેમ્બરના ગૃપ ચેરમેન હિમાંશુ બોડાવાલા અને દીપકકુમાર શેઠવાલાએ પ્રાસંગિક વિધી કરી હતી. કમિટીના સભ્ય રાજુ માસ્ટરે એસબીસી કમિટીના સભ્યોનું પ્રેઝન્ટેશન આપ્યું હતું. જ્યારે રાજેન્દ્ર જેઠવા, રાજેશ કાપડીયા અને વારીસ ગિગાણીએ મિટીંગના સંચાલનમાં યોગદાન આપ્યું હતું.