બિઝનેસસુરત

ઉદ્યોગ સાહસિકોને સુરતથી મેકિસકોમાં ફેબ્રિકસ એકસપોર્ટ કરવાની વિશાળ તક

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા મંગળવાર, તા. ર૯ માર્ચ, ર૦રર ના રોજ સાંજે પઃ૦૦ કલાકે ઝુમના માધ્યમથી ‘મેકિસકોમાં વ્યાપાર – ઉદ્યોગની રહેલી તકો’ વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાત વકતા તરીકે મેકિસકન ઇનકોર્પોરેશન મેકિસન્કના મેનેજિંગ પાર્ટનર અને લીડ કન્સલ્ટન્ટ એમેકા જોહ્‌ન એની એસ્ક દ્વારા ઉદ્યોગ સાહસિકોને મેકિસકોમાં વ્યાપાર – ઉદ્યોગની તકો વિશે મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

એમેકા જોહ્‌ન એની એસ્કે જણાવ્યું હતું કે, મેકિસકોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ગારમેન્ટ ફેકટરીઓ સ્થપાયેલી છે. રેડીમેડ ગારમેન્ટ બનાવવાનો મોટો ઉદ્યોગ હોવાથી ત્યાં કાપડની માંગ વધારે રહે છે. સુરત ટેકસટાઇલના હબ તરીકે ઓળખાય છે ત્યારે સુરતમાં ઉત્પાદિત થતા વિવિધ ફેબ્રિકસની ત્યાં માંગ વધારે છે. આથી ઉદ્યોગ સાહસિકો માટે સુરતથી વિવિધ ફેબ્રિકસનું ઉત્પાદન કરીને મેકિસકોમાં એકસપોર્ટ કરવા માટે વિશાળ તક રહેલી છે. બીજીતરફ, મેકિસકોમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીના બિઝનેસ માટે પણ ઘણી તકો રહેલી છે. આ ઉપરાંત કોમર્શિયલ અને રહેણાંક વિસ્તારો માટે સ્માર્ટ સોલ્યુશનની ખૂબ જરૂરિયાત છે.

ચેમ્બરના ગૃપ ચેરમેન અમિષ શાહે સુરતમાં ડેવલપ થયેલા ટેકનીકલ ટેકસટાઇલ અને ફિલ્ટર મેન્યુફેકચરીંગ બિઝનેસ વિશે ચર્ચા કરી હતી.

ચેમ્બરની કોન્સ્યુલેટ લાયઝન / ઇન્ટરનેશનલ બિઝનેસ ડેલીગેશન કમિટીના ચેરમેન હર્ષલ ભગતે સેમિનારમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે ચેમ્બરની એકસપોર્ટ પ્રમોશન એન્ડ ફોરેન ટ્રેડ કમિટીના ચેરમેન મોક્ષેશ ઝોટાએ વકતાનો પરિચય આપ્યો હતો. એકસપોર્ટ પ્રમોશન એન્ડ ફોરેન ટ્રેડ કમિટીના એડવાઇઝર દેવકિશન મંઘાણીએ સેમિનારનું સંચાલન કર્યું હતું અને અંતે તેમણે સર્વેનો આભાર માની સેમિનારનું સમાપન પણ કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button