અમદાવાદ: GIIS અમદાવાદે GMP સેગમેન્ટ માટે વિવિધ માહિતીપ્રદ અને આકર્ષક પ્રવૃત્તિઓ સાથે ‘ગુડ સિટીઝનશિપ વીક’ની ઉજવણી કરી. તેઓને એક સારા નાગરિકની લાક્ષણિકતાઓ પર શિક્ષિત કરવામાં આવ્યા હતા, જેમ કે અન્ય વ્યક્તિનો અને તેમની મિલકતનો આદર કરવો, હમેશા પ્રમાણિક અને વિશ્વાસપાત્ર બનવું, શાળાના નિયમોનું પાલન કરવું અને શાળાની મિલકતની કેવી રીતે સંભાળ લેવી અને સમાજને શ્રેષ્ઠ સેવા પ્રદાન કરવી તે શીખવવામાં આવ્યું. વડીલો અને પરિવારના સભ્યોનો આદર કરવો જેવા સારા નાગરિકના લક્ષણો વિશે બાળકોને શિક્ષિત કરવામાં આવ્યા હતા. તેઓ જવાબદાર હોવાનું અને સમુદાયને શક્ય તેટલી શ્રેષ્ઠ સેવા પૂરી પાડવાનું મૂલ્ય પણ શીખ્યા.
અઠવાડિયા સુધી ચાલેલી ઉજવણી દરમિયાન ‘ગુડ સિટીઝનશિપ વીક’ નો અર્થ અને સારા નાગરિકોની લાક્ષણિકતાઓ અને ગુણો સમજાવ્યા. વિદ્યાર્થીઓને આ લાક્ષણિકતાઓ સમજવામાં મદદ કરવા માટે શિક્ષકોએ વિવિધ માહિતી શેર કરી અને તેઓને ઉત્તમ પ્રસ્તુતિઓ અને વિડિયો બતાવ્યા. બાળકો સમજદાર અને અર્થપૂર્ણ પ્રવૃત્તિઓ દ્વારા મૂલ્યોને આત્મસાત કર્યા અને તેમાં સંપૂર્ણ રીતે ઓતપ્રોત ત્યી ગયા હતા.
અઠવાડિયા સુધી ચાલનારા કાર્યક્રમમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિવિધ ઉદાહરણો અને વાર્તાના વર્ણન દ્વારા, બાળકોએ દરેકને માન આપવાની ગુણવત્તા વિશે શીખ્યા. પ્રથમ દિવસે, શિક્ષકોએ નાગરિકતા શું છે, નાગરિકતાના લક્ષણો અને તેના ગુણો સમજાવ્યા. પાવર પોઈન્ટ પ્રેસેન્ટેશન અને અન્ય પ્રસ્તુતિઓની મદદથી, બાળકોને આ ગુણો કેવી રીતે આત્મસાત કરવા તે શીખવવામાં આવ્યું. બીજા દિવસે શિક્ષકોએ ટ્રાફિકના નિયમો સમજાવ્યા. કોઈ આપણને જોતું ન હોય ત્યારે પણ નિયમો કેવી રીતે પાલન કરવું તે શીખાવાવમાં આવ્યું. કાયદા શા માટે ‘સુરક્ષિત’ શિક્ષકોએ વિસ્તાર પૂર્વક સમજાવ્યું. ત્રીજા દિવસે શેરિંગ એ અન્ય મહત્વપૂર્ણ કૌશલ્ય છે એ જ્યારે બાળકો અન્ય બાળકો, સમાજ અને સમુદાય સાથે રમે અને શીખે ત્યારે કામમાં આવે છે. ચોથા દિવસે, શિક્ષકોએ તેમને સમજાવ્યું કે ઉદાર બનવાથી તમને અને અન્ય બંનેને ફાયદો થશે. ઉદારતાના અપ્રત્યાશિત લાભાલાભ માંનું એક એ છે કે ભેટ આપનાર અને મેળવનારને લાભ થાય છે.
જીએમપી સેગમેન્ટના બાળકોએ મ્યુનિસિપલ શાળાના વિદ્યાર્થીઓ માટે ‘સ્ટેશનરી કોન્ટ્રીબ્યુશન ડ્રાઇવ’ હેઠળ પુસ્તકો, પેન-પેન્સિલ સેટ, રંગો વગેરે જેવી સ્ટેશનરી વસ્તુઓનું વિતરણ કરીને તેમની ઉદારતા દર્શાવી હતી. પ્રિન્સિપાલ સીઝર ડી’સિલ્વાએ GIIS અમદાવાદ ટીમને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે ભાવિ નાગરિકોમાં સારા મૂલ્યો કેળવવા માટે એક ઉત્તમ યોજના વિકસાવવા બદલ પાઠવ્યા હતા. બાળકો માટે વૈશ્વિક નાગરિક બનવા માટે જરૂરી કૌશલ્યોની કેળવણી અને સન્માન કરવાનું આ એક અદ્ભુત સપ્તાહ હતું.
ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલ વિશે:
ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ (GIIS) એ GSF હેઠળ પ્રીમિયર ઇન્ટરનેશનલ સ્કૂલના વૈશ્વિક નેટવર્કનો એક ભાગ છે જેણે ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવા માટે 450 થી વધુ એવોર્ડ મેળવ્યા છે. GIIS 6 દેશોમાં કાર્યરત છે, જેમાં સિંગાપોર, મલેશિયા, જાપાન, થાઈલેન્ડ, UAE અને ભારતમાં 16 કેમ્પસ છે. સિંગાપોરમાં 2002 માં સ્થપાયેલ, GIIS કિન્ડરગાર્ટનથી ગ્રેડ 12 ના વિદ્યાર્થીઓ માટે આંતરરાષ્ટ્રીય અને ભારતીય અભ્યાસક્રમની શ્રેણી ઓફર કરે છે. આમાં ઇન્ટરનેશનલ સ્નાતક ડિપ્લોમા પ્રોગ્રામ (IBDP), કેમ્બ્રિજ IGCSE, IB પ્રાઈમરી યર પ્રોગ્રામ, IB મિડલ યર પ્રોગ્રામ, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) અને ગ્લોબલ મોન્ટેસરી પ્લસ પ્રોગ્રામનો સમાવેશ થાય છે.
GIISનું ધ્યેય શૈક્ષણિક અને અભ્યાસેતર શ્રેષ્ઠતામાં વિશ્વાસ ધરાવતા શિક્ષણ પ્રત્યે સ્કિલ-આધારિત અભિગમ દ્વારા આવતીકાલના વૈશ્વિક લિડર અને ટેક્નોલોજીમાં યુવા દિમાગને ઉછેરવાનું છે. આ અભિગમ, જેને 9 GEMS પદ્ધતિ કહેવામાં આવે છે, રમતગમત, પર્ફોર્મિંગ આર્ટ્સ, ઉદ્યોગસાહસિકતા અને ચારિત્ર્ય વિકાસ સાથે શિક્ષણશાસ્ત્રમાં શ્રેષ્ઠતાને સંતુલિત કરે છે. GIIS એ ગ્લોબલ સ્કૂલ ફાઉન્ડેશન (GSF) નું સભ્ય છે જેણે તાજેતરમાં 20 વર્ષની સફર પૂર્ણ કરી છે. તે શાસનના ઉચ્ચ ધોરણો અને સ્થાપિત શૈક્ષણિક માપદંડો માટે વિશ્વભરમાં ઓળખાય છે.