સિટ્રોન ઍ મેડ-ઇન-ઇન્ડિયા નવી સી૩ કાર લોન્ચ કરી
લા મૈસન સિટ્રોન ફિઝીટલ શોરૂમમાં ઉપલબ્ધ અને ૧૦૦% સીધી ઓનલાઈન ખરીદીની સુવિધા
ગ્રાહકોને નવી સી૩ ની ડિલિવરી દેશના તમામ લા મૈસન સિટ્રોન ફિઝીટલ શોરૂમ પર આજથી શરૂ
સી૩ ની પ્રી-બુકિંગ શરૂ થવા સાથે જ ગ્રાહકોનો જબરજસ્ત રિસ્પોન્સ મળ્યો, આકર્ષક ઓફર પણ ઉપલબ્ધ
- નવી સી૩ ની પ્રારંભિક કિંમત રૂ. 5,70,500 (ઍક્સ–શોરૂમ દિલ્હી) થી શરૂ થાય છે
- ભારતીયો દ્વારા બનાવવામાં આવેલ, ભારતીયો માટે, નવું સી૩ 90% થી વધુ સ્થાનિકીકરણ ધરાવે છે
- બે ઍન્જિન વિકલ્પો : 1.2L પ્યોરટેક 110 અને 1.2L પ્યોરટેક 82
- 10 એક્ષટીરીયર કલર કોમ્બીનેશન , 56 કસ્ટમાઇઝેશન વિકલ્પો સાથે 3 પેક સાથે ઉપલબ્ધ
- 2 વર્ષ માટે વાહનની માનક વોરંટી અથવા 40,000 કિમી અને 24/7 રોડસાઇડ સહાય
- 19 શહેરોમાં 20 લા મૈસન સિટ્રોન ફિઝીટલ શોરૂમ દ્વારા વેચવામાં આવશે
- ગ્રાહકો 90 થી વધુ શહેરોમાં ડોરસ્ટેપ ડિલિવરી સાથે ફેક્ટરીમાંથી સીધા જ નવી સી૩ ખરીદી શકે છે
સુરત (ગુજરાત), ૨૦ જુલાઇ ૨૦૨૨ : સિટ્રોન ઇન્ડિયા એ બહુ-પ્રતિક્ષિત નવી સી૩ ને ખાસ ₹ 5,70,500 (ઍક્સ-શોરૂમ દિલ્હી) પ્રારંભિક કિંમતે લોન્ચ કરી છે. 90%થી વધુ સ્થાનિકીકરણ સાથે, આ મેડ-ઇન-ઇન્ડિયા મોડલ વાહનોના C-ક્યુબેડ પરિવારનું પ્રથમ ઉત્પાદન છે અને તે તમિલનાડુના તિરુવલ્લુરમાં તેની ઉત્પાદન સુવિધા સેન્ટરમાં બનાવવામાં આવ્યું છે. ગ્રાહકોને નવી સી૩ ની ડિલિવરી દેશભરના તમામ લા મૈસન સિટ્રોન ફિઝીટલ શોરૂમ પર આજથી શરૂ થશે.
સિટ્રોન ઇન્ડિયા ના બ્રાન્ડ હેડ, સૌરભ વત્સ એ જણાવ્યું કે, “અમે યુવાન અને પ્રગતિશીલ ગ્રાહકો માટે નવી સી૩ લોન્ચ કરવા માટે ઉત્સાહિત છીએ જેઓ તેની 4 થીમ્સ; SUV-સ્ટાઈલ સાથે લાઈવ એલિવેટેડ, ડ્રાઈવિંગ સાથે હેપ્પી સ્પેસ, ફ્લાઈંગ કાર્પેટ ઈફેક્ટ માટે આરામ, ઉષ્ણકટિબંધીય એર કન્ડીશનીંગ અને પેનોરેમિક એક્સટીરીયર વ્યુ સાથે ઈન્ટીરીયર રૂમાઈનેસ, વાયરલેસ એન્ડ્રોઈડ ઓટો સાથે 26 સેમી ઈન્ફોટેઈનમેન્ટ ટચસ્ક્રીન સાથે ઈન્ફોટેઈનમેન્ટ અને મિરર સ્ક્રીન ટેકનોલોજી સાથે કાર પ્લે કનેક્ટિવિટી, 10 એક્સટીરીયર કલર કોમ્બીનેશન, 3 પેક, 56 કસ્ટમાઇઝેશન વિકલ્પો અને લોન્ચ સમયે ઉપલબ્ધ 70 થી વધુ એક્સેસરીઝ સાથે સિટ્રોન એડવાન્સ કમ્ફર્ટ નો અનુભવ કરશે. એવોર્ડ વિજેતા અને બળતણ કાર્યક્ષમ પાવરટ્રેન્સ, 5-સ્પીડ MT સાથે 1.2 NA પ્યોરટેક 82 અને 6-સ્પીડ MT સાથે 1.2 ટર્બો પ્યોરટેક 110 ને કારણે નવી સી૩ સાથે ડ્રાઇવ કરવાની મજા. નવી સી૩ ખરેખર યુવા અને પ્રગતિશીલ ગ્રાહકો માટે નવી સ્ટાઇલ આઇકોન હશે.’’ #EXPRESSYOUURSTYLE”
નવી સિટ્રોન સી૩ હવે નવી દિલ્હી, ગુડગાંવ, મુંબઈ, પુણે, અમદાવાદ, કોલકાતા, બેંગ્લોર, હૈદરાબાદ, કોચી, ચેન્નાઈ, ચંદીગઢ, જયપુર, ચેન્નાઇ જેવા 19 શહેરોમાં લા મૈસન સિટ્રોન ફિઝીટલ શોરૂમમાં છૂટક વેચાણ માટે ઉપલબ્ધ છે. સિટ્રોન નવી સી૩ માટે તેની 100% સીધી ઓનલાઈન ખરીદી પણ થઈ શકશે. ડીલર નેટવર્કની બહારના લોકો સહિત 90 થી વધુ ભારતીય શહેરોના ગ્રાહકોને આ ડાયરેક્ટ ઓનલાઈન પહેલ દ્વારા આવરી લેવામાં આવશે અને તેઓ સીધા જ ફેક્ટરીમાંથી ઓર્ડર કરી શકશે. ગ્રાહકો નવી સી૩ ને કોન્ફીગર અને કસ્ટમાઇઝ કરવા માટે હાઇ-ડેફિનેશન 3D કન્ફિગ્યુરેટરનો ઓનલાઈન અને લા મૈસન સિટ્રોન ફિઝીટલ શોરૂમમાં અનુભવ કરી શકે છે.
સ્ટેલેન્ટીસ ઇન્ડિયાના સીઈઓ અને મેનેજીંગ ડાયરેક્ટર રોલેન્ડ બુચારાઍ જણાવ્યું હતું કે, ‘‘નવી સિટ્રોન સી૩ કારનું ભારતમાં લોન્ચિંગ ઍ સ્ટેલેન્ટીસ માં આપણા બધા માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે. આ લોન્ચ સાથે સિટ્રોન ભારતમાં મુખ્ય પ્રવાહના B-hatch સેગમેન્ટમાં પ્રવેશ કરે છે. અમને વિશ્વાસ છે કે નવી સી૩ ની કસ્ટમાઇઝ્ડ કમ્ફર્ટ યુઍસપી તેને ગ્રાહકો માટે આકર્ષક અને અનન્ય બનાવશે. C-Cubed ફેમિલીમાંથી આ અમારું પહેલું મોડલ છે જે ભારતીયો માટે ડિઝાઇન અને ઍન્જિનિયર્ડ છે. નવી સી૩ કારમાં 90% થી વધુ સ્થાનિક ભાગો સાથે, અમે અમારા મજબૂત સપ્લાયર બેઝ, ચેન્નાઈમાં અમારા આર એન્ડ સી સેન્ટર, તિરુવલ્લુર ખાતેના વ્હીકલ ઍસેમ્બલી પ્લાન્ટ અને તમિલનાડુ રાજ્યમાં હોસુર ખાતે પાવરટ્રેન પ્લાન્ટનો લાભ લઈ રહ્ના છીઍ.’’
એલ’ એટેલીયર સિટ્રોન નામના આફ્ટરસેલ્સ નેટવર્ક માટે, કંપની રિમોટ ડાયગ્નોસ્ટિક્સ જેવી અનન્ય સેવાઓ અને નવી સી૩ કાર ગ્રાહકોને સ્ટ્રેસ-ફી માલિકી અનુભવની ખાતરી આપવા 100% પાર્ટ્સની ઉપલબ્ધતા પ્રદાન કરશે. સિટ્રોન સર્વિસ ઓન વ્હીલ્સ ગ્રાહકોના ઘરઆંગણે સૌથી સામાન્ય સમારકામને આવરી લેતા ગ્રાહકોની પહોંચ અને ઉપલબ્ધતાને વધારશે. નવી આકર્ષક સિટ્રોન સર્વિસ વચનનું પ્રતિનિધિત્વ કરે છે જે ગ્રાહકો માટે ‘કમ્ફર્ટ ઍટ યોર ફિંગરટીપ્સ’ વિસ્તારે છે.
નવી સી૩ના વોરંટી પ્રોગ્રામના ભાગ રૂપે, સિટ્રોન પાસે બે વર્ષ અથવા 40,000 કિમી (જે પહેલા હોય તે) માટે સ્ટાન્ડર્ડ વ્હીકલ વોરંટી જેવી સર્વિસ છે. 12 મહિના અથવા 10,000 કિમી (જે પહેલા હોય તે) માટે સ્પેરપાર્ટ્સ અને ઍસેસરીઝ પર વોરંટી અને મહત્તમ આરામ અને ગતિશીલતા માટે 24/7 રોડસાઇડ સહાય ઉપરાંત વિસ્તૃત વોરંટી અને જાળવણી પેકેજો પણ સમગ્ર નેટવર્ક પર ઉપલબ્ધ છે.
સિટ્રોન માલિકીના અનુભવને વધુ આરામદાયક બનાવવા માટે, કંપની નવા સી૩ ગ્રાહકો માટે સિટ્રોન ફ્યુચર શ્યોર પણ ઓફર કરશે. આ વ્યાપક પેકેજ ગ્રાહકોને INR 11,999* (T&C લાગુ) થી શરૂ થતી સરળ માસિક ચુકવણી સાથે સિટ્રોન ધરાવવાની મંજૂરી આપે છે. આ પેકેજમાં રૂટિન મેન્ટેનન્સ, ઍક્સટેન્ડેડ વોરંટી, રોડસાઇડ સહાય અને પાંચ વર્ષ સુધીના ઓન-રોડ ધિરાણનો પણ સમાવેશ થાય છે.
નવી સિટ્રોન સી૩: પ્રારંભિક કિંમતો (એક્સ-શોરૂમ દિલ્હી)
1.2P Live | ₹ 5,70,500 |
1.2P Feel | ₹ 6,62,500 |
1.2P Feel VIBE PACK | ₹ 6,77,500 |
1.2P Feel DUAL TONE | ₹ 6,77,500 |
1.2P Feel DUAL TONE VIBE PACK | ₹ 6,92,500 |
1.2P Turbo Feel DUAL TONE VIBE PACK | ₹ 8,05,500 |
ગ્રાહકો હવે તેમની નજીકના લા મૈસન સિટ્રોન ફિઝીટલ શોરૂમની મુલાકાત લઈને અને/અથવા www.citroen.in પર ઓનલાઈન કાર બુક કરીને નવી સિટ્રોન સી૩ ની ટેસ્ટ-ડ્રાઈવ અને કસ્ટમાઈઝ્ડ આરામનો અનુભવ કરી શકે છે.