કેન્દ્રિય ઔદ્યોગિક સુરક્ષા દળે ઓએનજીસી-હજીરા ખાતે ‘નેશનલ ફાયર સર્વિસ ડે’ની ઉત્સાહભેર ઉજવણી કરી
CISF તા.૧૪ થી ૨૦ એપ્રિલ સુધી 'અગ્નિશમન સેવા સપ્તાહ'રૂપે ઉજવણી કરશે
સૂરતઃ દેશભરમાં દર વર્ષે ૧૪ એપ્રિલે ‘નેશનલ ફાયર સર્વિસ ડે’ની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે કેન્દ્રિય ઔદ્યોગિક સુરક્ષા દળના ઓએનજીસી-હજીરા યુનિટ દ્વારા પ્લાન્ટ મેનેજર શ્રી ડી.એમ. રોયના અતિથિવિશેષપદે ‘ફાયર ડે’ની ઉજવણી કરવામાં આવી હતી. સામાન્ય નાગરિકોને આગ વિશે જાગૃત કરવાના આશય સાથે હજીરા યુનિટ દ્વારા તા.૧૪ થી ૨૦ એપ્રિલ સુધી ‘અગ્નિશમન સેવા સપ્તાહ’રૂપે ઉજવણી કરાશે.
કાર્યક્રમના પ્રારંભે અગ્નિશમનની કામગીરી દરમિયાન શહીદ થયેલા બહાદુર જવાનોને બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. પ્લાન્ટ મેનેજર શ્રી ડી.એમ. રોયે આગની દુર્ઘટના નિવારવા અંગે માર્ગદર્શન આપી સૌને જાગૃત્તિના શપથ ગ્રહણ કરાવ્યાં હતાં. તેમણે ‘અગ્નિશમન સેવા સપ્તાહ’ અંતર્ગત પ્લાન્ટ કામદારો, એજન્સીઓ, કર્મચારીઓ અને ગૃહિણીઓને અગ્નિશામક ઉપકરણો અને બચાવની તાલીમ આપવામાં આવશે.
આ વેળાએ ફાયર ટેન્ડરને પ્રભાત ફેરી માટે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું. કાર્યક્રમમાં સહાયક કમાન્ડન્ટ (ફાયર) સંજીવકુમાર સદ્દી અને CISFના અન્ય સભ્યો, ઓએનજીસીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.