એજ્યુકેશન
વિશ્વ નદી દિવસ પર તાપી નદીને બચવવાનું અલોહા વિદ્યાર્થીઓનો સંકલ્પ
સુરત: વિશ્વ નદી દિવસ નિમિત્તે અલોહા સેન્ટર ના વિધાર્થીઓ દ્વારા ગણેશ ઉત્સવ સમિતિના સહયોગથી તાપી બચાઓ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત શહેરના ગણેશ મંડળો ને તાપી નદીમાં pop મૂર્તિ નહિ પધરાવવા માટે અપીલ કરવામાં આવે છે.
વિધાર્થીઓ દ્વારા જાગૃતિ બેનરો પણ બનાવાયા છે જેમાં સ્વચ્છ પાણી સ્વચ્છ જીવન, ચલો અબ કુછ નામ કરે તાપી બચાને કા કામ કરે, સંકલ્પ કરીએ કે pop ની મૂર્તિ તાપીમાં નહિ પધરાવીએ, અબ હમને યહ ઠાના હૈ તાપી કો બચાના હૈ, આપણે તાપીને બચાવીશું તો તાપી આપણને બચાવશે જેવા સૂત્રો થી જાગૃતિ લાવવાનાં પ્રયાસ કરાઈ રહ્યા છે.