મગજના એન્યુરિઝમ (રક્ત વાહિનીના પરપોટા)થી પીડિત મહિલાની શેલ્બી હોસ્પિટલમાં સફળ સારવાર
દક્ષિણ ગુજરાતમા પ્રથમ વખત ન્યૂરોવાસ્કયુલર ઈન્ટરવેન્શન નામની એન્ડોવાસ્ક્યુલર ટેકનીકથી સારવાર કરવામાં આવી
સુરત: સુરત શહેરની શેલ્બી હોસ્પિટલમાં મગજના એન્યુરિઝમ (રક્ત વાહિનીના પરપોટા)થી પીડિત ૪૫ વર્ષીય મહિલાની ન્યૂરોવાસ્કયુલર ઈન્ટરવેન્શન નામની એન્ડોવાસ્ક્યુલર ટેકનીકથી સફળ સારવાર કરવામાં આવી હતી .
આ અંગે માહિતી આપતા ડૉ. જેની ગાંધીએ કહ્યું હતું કે, થોડા દિવસો અગાઉ અમારી હોસ્પિટલમાં એક 45 વર્ષીય મહિલા મગજમાં લોહીની નસોની તકલીફ સાથે આવી હતી . તેણીની ગંભીર અવસ્થા જોતા તાત્કાલિક એમ.આર.આઇ (Magnetic Resonance Imaging) અને એમ.આર.એ. (Magnetic Resonance Angiography) ટેસ્ટ કરી મગજની તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ અમને જાણવા મળ્યું કે આ મહિલા મગજમાં એન્યુરિઝમ (રક્ત વાહિનીનો પરપોટો) પીડાઇ રહી છે. જરૂરી તપાસ અને રિપોર્ટ બાદ ‘ન્યુરોવાસ્ક્યુલર એન્ડોવાસ્ક્યુલર નામની એન્ડોવાસ્કયુલર’ ટેકનીક દ્વારા મગજના એન્યુરિઝમની સારવાર કરવામાં આવી હતી .
ડૉ. ગાંધીએ વધુમાં કહ્યુ હતુ કે, આ સાહવારમાં કોઈપણ પ્રકારની ઓપન સર્જરી (માથાની ખોપડી ખોલવાની) જરૂર હોતી નથી. આ પ્રક્રિયા કેથલેબમાં કરવામાં આવે છે. જેમાં પગમાં જાંઘ પાસે નાની સોય શરીરમાં દાખલ કરીને કરવામાં આવે છે. તબીબી ટીમે “એન્ડોવાસ્ક્યુલર WEB ઇન્ટ્રાવાસ્ક્યુલર ઉપકરણ” વડે દર્દીની સારવાર કરી છે . જે સમગ્ર સુરત અને દક્ષિણ ગુજરાતમાં તેના પ્રથમ પ્રકારના એન્ડોવાસ્ક્યુલર ઇન્ટરવેશનલ પૈકીનું એક હતું. સુરતની શેલ્બી હોસ્પિટલ ખાતે તેઓ સહિતની ટીમ દ્વારા છેલ્લાં 5 વર્ષમાં ન્યુરોવાસ્ક્યુલર ઇન્ટરવેન્શનના આવા ઘણા કેસોની સુરત અને દક્ષિણ ગુજરાતમાં સફળતાપૂર્વક સારવાર કરી છે.
ન્યુરો-ઇન્ટરવેન્શનમાં સેન્ટર ઓફ એક્સેલન્સઃ ડૉ. જેની ગાંધી અને શેલ્બી હોસ્પિટલ, સુરત
ડૉ જેની ગાંધી સુરતમાં “ઇન્ટરવેન્શન રેડિયોલોજીસ્ટ/વાસ્ક્યુલર ઇન્ટરવેન્શનિસ્ટ” છે. ઇન્ટરવેન્શન રેડિયોલોજી/વેસ્ક્યુલર ઇન્ટરવેન્શનએ મેડિકલ સુપરસ્પેશ્યાલ્ટી છે જે શરીરની રક્તવાહિનીઓ માટે ઇમેજ-ગાઈડેડ સર્જરી પૂરી પાડે છે. તમામ સર્જરી ત્વચા પર કોઈપણ ચીરા વગર પિન-હોલ દ્વારા કરવામાં આવે છે.
‘વાસ્ક્યુલર ઈન્ટરવેન્શન’ એ મેડિકલ સુપર-સ્પેશિયાલિટી છે . જેના દ્વારા ડૉક્ટર કોઈપણ ઓપન સર્જરી વિના શરીરની સરળ તેમજ જટિલ સમસ્યાઓની સારવાર કરે છે, જેમા રિકવરી રેટ ખૂબ જ ઝડપી છે. મોટાભાગના દર્દીઓને 2 દિવસમાં હોસ્પિટલમાંથી રજા મળે છે.
સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર ડૉ. જેની ગાંધીએ અમદાવાદની B.J. મેડિકલ કૉલેજમાંથી MD રેડિયોલોજીમાં સ્નાતક અને UKમાંથી FRCR કર્યું છે. તેણીએ KEM હોસ્પિટલ, મુંબઈ અને KMCH કોઈમ્બતુરમાંથી વિશ્વના ઈન્ટરવેન્શનલ રેડિયોલોજીના વિખ્યાત નિષ્ણાતો દ્વારા ન્યુરોઇન્ટરવેન્શન અને પેરિફેરલ ઈન્ટરેવેન્શન સારવારની તાલીમ પ્રાપ્ત કરી છે. તેણીને 2019 માં ઈન્ડિયન સોસાયટી ઓફ વાસ્ક્યુલર એન્ડ ઈન્ટરવેન્શન રેડિયોલોજી દ્વારા ‘બેસ્ટ ફેલો ઓફ ઈન્ટરવેન્શન રેડિયોલોજી’નો એવોર્ડ આપવામાં આવ્યો છે.
ડૉ. જેની ગાંધી 2019 થી શેલ્બી હૉસ્પિટલ, સુરતમાં સેવારત છે. અત્યાર સુધીમાં તેઓએ 5000 થી વધુ ઈન્ટરવેન્શલ સર્જરીઝ સફળતાપૂર્વક કરી છે. તમામ હાઇ-એન્ડ જટિલ ન્યુરો-ઇન્ટરવેન્શન્સ એટલે કે એન્ડોવાસ્ક્યુલર કોઇલિંગ, ફ્લો ડાયવર્ટર અને મગજની એન્યુરિઝમ્સ માટે કોન્ટૂર/WEB ડિવાઇસ પ્લેસમેન્ટ, કેરોટિડ સ્ટેન્ટિંગ અને સ્ટ્રોક માટે ઇન્ટ્રા-ક્રેનિયલ સ્ટેન્ટિંગ, ડ્યુરલ AVM/AVFનું એમ્બોલાઇઝેશન, મગજ AVMનું એમ્બોલાઇઝેશન સફળતાપૂર્વક કરવામાં આવી રહ્યું છે.
શેલ્બી હોસ્પિટલ, સુરતમાં મગજની એન્યુરિઝમની સફળતાપૂર્વક ફ્લો-ડાઇવર્ટર સારવાર અને ડ્યુરલ AVF અને મગજ AVM ની એમ્બોલાઇઝેશન સારવાર ઉપલબ્ધ છે. ડૉ. જેની ગાંધી સુરતની પ્રથમ IR છે જેમણે શેલ્બી હોસ્પિટલમાં મગજની જટિલ એન્યુરિઝમ માટે ‘કોન્ટૂર અને વેબ ડિવાઇસ પ્લેસમેન્ટ’ સારવાર સફળતાપૂર્વક કર્યું છે. ડૉ. જેની ગાંધી સમગ્ર સુરત અને દક્ષિણ ગુજરાતમાં દર મહિને મહત્તમ સંખ્યામાં ન્યુરોવાસ્ક્યુલર અને પેરિફેરલ વેસ્ક્યુલર ઈન્ટરવેન્શનની સારવાર કરે છે.