ચેમ્બર દ્વારા જાન્યુઆરીમાં યોજાયેલા ‘સીટેક્ષ– ર૦રર’એકઝીબીશનને મળેલી ભવ્ય સફળતા બાદ ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીની માંગને પગલે હવે માર્ચમાં ‘સીટેક્ષ– ર૦રર’(સીઝન– ર) યોજાશે
ATUF સબસિડી હાલમાં ૧૦ ટકા છે, તેમાં પ્રપોઝ ડ્રાફટમાં TTDS વધારીને રપ ટકા કરવામાં આવશે, જેને લઇને પણ ઉદ્યોગકારોને નવા રોકાણ માટે પ્રોત્સાહન મળી રહેશે, આથી ચેમ્બરનું ‘સીટેક્ષ– સીઝન ર’સાર્થક બની રહેશે : ચેમ્બર પ્રમુખ આશીષ ગુજરાતી
ચેમ્બરના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બની રહયું છે કે એક જ પ્રમુખના કાર્યકાળ દરમ્યાન કોઇ એકઝીબીશન બીજી વખત યોજાઇ રહયું છે
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે ગત ૮, ૯ અને ૧૦ જાન્યુઆરી, ર૦રર ના રોજ સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા ત્રિદિવસીય ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેકસટાઇલ એક્ષ્પો– ર૦રર’એકઝીબીશનને ભવ્ય સફળતા મળી હતી. જેને પગલે ચેમ્બર દ્વારા હવે બે મહિના બાદ તુરંત જ ‘સીટેક્ષ– ર૦રર’સીઝન – ર નું આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બરના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બની રહયું છે કે એક જ પ્રમુખના કાર્યકાળ દરમ્યાન કોઇ એકઝીબીશન બીજી વખત યોજાઇ રહયું છે.
ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, સીટેક્ષ એકઝીબીશનમાં ભારતમાં બનેલી અદ્યતન ટેકસટાઇલ મશીનરીઓ ઉપરાંત યુરોપિયન મશીનરીઓ તેમજ ચાઇના તથા અન્ય દેશોમાં બનેલી અદ્યતન ટેકસટાઇલ મશીનરીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જાન્યુઆરી– ર૦રર ના સમયગાળા દરમ્યાન ભારતમાં માત્ર સુરત ખાતે જ ટેકસટાઇલ મશીનરીઓ અને એન્સીલરીઓ માટેનું વિશાળ એકઝીબીશન યોજાયું હોવાથી દેશભરમાંથી ટેકસટાઇલ ઉદ્યોગકારોએ અને બાયર્સે સીટેક્ષ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આથી ત્રણ દિવસ દરમ્યાન એકઝીબીટર્સને સ્થળ પર જ રૂપિયા રપ૦ કરોડથી વધુની ટેકસટાઇલ મશીનરીઓના ઓર્ડર મળ્યા હતા. તદુપરાંત મશીનરીઓ તેમજ એન્સીલરીઓ માટે જે મહત્વની ઇન્કવાયરી એકઝીબીટર્સને જનરેટ થઇ હતી તેનું એનાલિસિસ કરવામાં આવે તો આગામી ચાર – છ મહિનામાં જ ટેકસટાઇલ મશીનરીઓમાં રૂપિયા ૧૩૦૦ કરોડથી વધુના કેપીટલ ઇન્વેસ્ટમેન્ટની પ્રબળ સંભાવના વ્યકત કરવામાં આવી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ATUF સબસિડી હાલમાં ૧૦ ટકા છે, તેમાં પ્રપોઝ ડ્રાફટમાં TTDS વધારીને રપ ટકા કરવામાં આવશે, જેને લઇને પણ ઉદ્યોગકારોને નવા રોકાણ માટે પ્રોત્સાહન મળી રહેશે. આથી સમગ્ર ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીની માંગને ધ્યાને લઇને ચેમ્બર દ્વારા સીટેક્ષ એકઝીબીશનની સફળતાના ત્રીજા જ મહિને ફરીથી આગામી તા. ૧ર, ૧૩ અને ૧૪ માર્ચ ર૦રર દરમ્યાન ત્રણ દિવસ માટે ‘સીટેક્ષ– સુરત ઇન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો– ર૦રર’સીઝન ર નું આયોજન કરવામાં આવ્યું છે.
સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ૧.૧૬ લાખ સ્કવેર ફૂટ એરિયામાં આ પ્રદર્શન યોજાશે. જેમાં સમગ્ર ટેકસટાઇલ વેલ્યુ એડીશન ચેઇન પ્રોડકટસ, મશીનરીઝ અને ટેકનોલોજી સાથેના ૧૦૦ થી વધુ એકઝીબીટર્સ ભાગ લેવા જઇ રહયા છે. આ પ્રદર્શન થકી ટેકસટાઇલ ઉદ્યોગકારોને બિઝનેસ માટેની તથા નેટવર્કીંગ માટેની તક મળી રહીશે. નેશનલ ડેલીગેશન્સ આ પ્રદર્શનમાં આવશે તથા બાયર – સેલર મીટ પણ યોજાશે. સીટેક્ષ સીઝન ર માટે ચેમ્બરને સુરત ટેકસમેક ફેડરેશનનો સહકાર પ્રાપ્ત થયો છે.
સીટેક્ષ પ્રદર્શનમાં આ બિઝનેસ સેગમેન્ટ રહેશે
સીટેક્ષ પ્રદર્શનમાં વોટરજેટ મશીન, રેપીયર મશીન, એરજેટ મશીન, હાઇ સ્પીડ વોર્પિંગ મશીન, નીડલ લૂમ્સ મશીન, સકર્યુલર નીટિંગ ગ મશીન, વોર્પ નીટિંગ મશીન, પાવર લૂમ્સ, જેકાર્ડ ટેકનોલોજી તથા એસેસરીઝ પ્રદર્શિત કરવામાં આવશે. ટેકનીકલ ટેકસટાઇલની મશીનરીઓ તથા એસેસરીઝ ઉપરાંત સ્પીનિંગ પ્રિપરેશન માટેની મશીનરીઓ, મેન–મેઇડ ફાયબર પ્રોડકશન, સ્પીનિંગ, વાઇન્ડીંગ, ટેકસ્ચ્યુરાઇઝીંગ, ટ્વીસ્ટીંગ, ઓકઝીલરી મશીનરી અને એસેસરીઝનો સમાવેશ કરવામાં આવશે. નીટિંગ એન્ડ હોઝીયરી મશીનરી, ઓકસીલરી મશીનરી એન્ડ એસેસરીઝ, એમ્બ્રોઇડરી એન્ડ બ્રાન્ડીંગ મશીનરી એન્ડ એસેસરીઝ, ગારમેન્ટ મેકીંગ મશીનરી, અન્ય ટેકસટાઇલ પ્રોસેસિંગ મશીનરી, મેકીંગ અપ ઇન્ડસ્ટ્રી માટેની મશીનરી તથા રિસાયકલીંગ, વેસ્ટ રિડકશન અને પોલ્યુશન પ્રિવેન્શન માટેના ઇકવીપમેન્ટ અને એસેસરીઝ સીટેક્ષ પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવશે.
સીટેક્ષ પ્રદર્શનમાં બિઝનેસ માટેની ઘણી ઓપોર્ચ્યુનીટીઝ મળી રહેશે
આ પ્રદર્શનમાં ટેકસટાઇલ ઉદ્યોગકારો તેઓની નવી પ્રોડકટ લોન્ચ કરી શકશે. ઇન્ડસ્ટ્રીમાં પોતાની બ્રાન્ડ વિશે અવેરનેસ લાવી શકશે. પ્રદર્શનમાં અદ્યતન પ્રોકડટસ તેમજ ટેકનોલોજી મળી રહેશે. આ પ્રદર્શનમાં પણ દેશભરમાંથી ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો પાર્ટીસિપેટ કરશે. સાથે જ દેશ – વિદેશમાંથી બાયર્સ આ એકઝીબીશનમાં ટેક્ષ્ટાઇલની અદ્યતન મશીનરીઓનું પ્રદર્શન નિહાળવા આવશે. આથી બિઝનેસ માટેની ઘણી નવી તકો ઉદ્યોગકારોને મળી રહેશે.
અત્રે નોંધનીય છે કે, ચેમ્બર દ્વારા કોવિડ– ૧૯ ગાઇડલાઇન્સનું ચૂસ્તપણે પાલન કરવામાં આવશે. માસ્ક તથા હેન્ડ સેનીટાઇઝરની વ્યવસ્થા સાથે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવશે. કોવિડ વેકસીનના બંને ડોઝ લેનારા બીટુબી બાયર્સને જ એકઝીબીશન સેન્ટરની ૧/૩ કેપેસિટી મુજબ પ્રવેશ આપવામાં આવશે.