જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા મહાનગરપાલિકાના ૩૦ વોર્ડના ૩૬૫ ઝોનલ ઓફિસરોને કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકેના પાવર સુપ્રત કરાયા
સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચુંટણી-૨૦૨૧
સુરતઃ- રાજય ચુંટણી આયોગ દ્વારા મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અન તાલુકા પંચાયતોની સામાન્ય/પેટા ચુંટણી-૨૦૨૧નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેને લક્ષમાં લેતા ચુંટણી અંગેની સંવેદશીલ કામગીરી કરવા માટે રાજય ચુંટણી આયોગ તરફથી ચુંટણી અધિકારીઓ તથા મદદનીશ ચુંટણી અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે.
ચુંટણીની કામગીરી મુકત અને ન્યાયી રીતે થઈ શકે તે માટે સુરતના જિલ્લા મેજીસ્ટ્રેટ ડો.ધવલ પટેલે સમગ્ર જિલ્લામાં (શહેરી વિસ્તાર સહિત)ના સાથેના ૩૦ વોર્ડના ૩૬૫ ઝોનલ ઓફિસરો( સેકટર ઓફીસરશ્રીઓ)ને ભારતીય ફોજદારી કાર્યરીતી અધિનિયમની કલમ-૨૧ હેઠળ ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકે નિયુકત કરીને તેઓની નિમણુંક જે વોર્ડ/બેઠકના મતદાર વિભાગ માટે થયેલ હોય તે મતદાર વિભાગની સીમા પુરતા ઉપરોકત અધિનિયમની કલમ-૪૪,૧૦૩,૧૦૪,૧૨૯ અને ૧૪૪ હેઠળના અધિકારો તા.૧/૨/૨૦૨૧ થી તા.૫/૩/૨૦૨૧ સુધી સુપ્રત કરવાનો હુકમ કર્યો છે.