Month: January 2022

  • સુરતWebinar on ‘Global Funding’ by the Chamber for the purpose of providing guidance to entrepreneurs

    ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન આપવાના હેતુથી ચેમ્બર દ્વારા ‘ગ્લોબલ ફન્ડીંગ’ વિશે વેબિનાર

    સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શનિવાર, તા. ર૯ જાન્યુઆરી, ર૦રરના રોજ સાંજે ૬:૦૦ કલાકે ‘ગ્લોબલ ફન્ડીંગ’વિષય…

    Read More »
  • સુરતFortyth Incident of Heart Donation by Donate Life from Surat

    સુરતથી ડોનેટ લાઈફ દ્વારા હ્રદયદાનની ચાલીસમી ઘટના

    ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે. સુરતની બેંકર…

    Read More »
  • સુરતWebinar organized by GCCI and SGCCI to make women aware of various laws for protection of women.

    મહિલાઓની સુરક્ષા માટેના વિવિધ કાયદાઓથી મહિલાઓને અવગત કરાવવા માટે જીસીસીઆઇ તથા એસજીસીસીઆઇ દ્વારા વેબિનાર યોજાયો

    સુરત. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સંયુકત ઉપક્રમે ગુરૂવાર, તા. ર૭ જાન્યુઆરી, ર૦રરના રોજ સાંજે પઃ૦૦ કલાકે ‘મહિલાઓની સુરક્ષા માટેના કાયદાઓ’ વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત શહેરના ઝોન– ૪ ના નાયબ પોલીસ કમિશનર પન્ના મોમાયાએ મહિલાઓને જન્મથી લઇને આજિવન સુધી પોતાની સુરક્ષા માટે બનેલા વિવિધ સ્પેશિયલ તથા જનરલ કાયદાઓ વિશે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. નાયબ પોલીસ કમિશનર પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, નોકરીના સ્થળે મહિલાઓનું શોષણ થતું હોય તો  મહિલા પોલીસને ફરિયાદ કરી શકે…

    Read More »
  • સુરતChamber celebrates 73rd Republic Day

    ચેમ્બર દ્વારા ૭૩ માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

    સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આજે ૭૩ માં પ્રજાસત્તાક દિવસના અવસર પર સરસાણા સ્થિત સુરત…

    Read More »
  • સુરતChamber conducts two-day workshop on 'Ethical Hacking' guidance on various methods of cyber reform

    ચેમ્બર દ્વારા બે દિવસીય ‘એથિકલ હેકીંગ’નો વર્કશોપ, સાયબર સુધારણાની વિવિધ પદ્ધતિઓનું માર્ગદર્શન અપાયું

    સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા તા. ર૧ અને રર જાન્યુઆરી, ર૦રરના રોજ સવારે ૧૧:૦૦ થી…

    Read More »
  • બિઝનેસChamber organizes four-day 'Global Textile Trade Fair' in three different states of USA

    ચેમ્બર દ્વારા USA ના ત્રણ જુદા-જુદા રાજ્યોમાં ચાર દિવસ માટે ‘ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’નું આયોજન

    ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો સાથે યોજાયેલી મિટીંગમાં સુરત પેવેલિયન માટે પ૦ થી વધુ એકઝીબીટર્સ દ્વારા સ્થળ પર જ બુકીંગ, ૧૦૦થી વધુ એકઝીબીટર્સ ભાગ લઇ શકશે સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શનિવાર, તા. રર જાન્યુઆરી, ર૦રરના રોજ સમૃદ્ધિ, સરસાણા, સુરત ખાતે ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો સાથે મિટીંગ યોજાઇ હતી. જેમાં ચેમ્બર દ્વારા દુબઇ બાદ હવે યુ.એસ.એ.ના ત્રણ જુદા–જુદા રાજ્યોમાં ચાર દિવસ માટે ‘ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’એકઝીબીશનના આયોજનની જાહેરાત કરાઇ હતી. ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, હાલમાં ભારતમાંથી કાપડના કુલ નિર્યાતમાંથી ર૪ ટકા કાપડનું નિર્યાત એકમાત્ર યુ.એસ.એ.માં થાય છે આથી ભારતીય ટેક્ષ્ટાઇલ પ્રોડકટ્સ માટે યુ.એસ.એ.ના માર્કેટમાં ઘણી તકો ઉભી થઇ છે. આ તકોને યોગ્ય સમયે ઝડપી લેવા માટે તથા સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો સીધા જ યુ.એસ.એ.ના ખરીદદારોના સંપર્ક આવી શકે તે હેતુથી ચેમ્બર દ્વારા ‘ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’નું આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બર દ્વારા આગામી તા. ૧૦ અને ૧૧ જૂન, ર૦રરના રોજ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના એટલાન્ટા શહેરમાં ‘ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’એકઝીબીશન યોજાશે. ત્યારબાદ તા. ૧પ જૂનના રોજ ટેકસીસ રાજ્યના ડેલેસ શહેરમાં તથા તા. ૧૮ જૂનના રોજ કેલીફોર્નિયા રાજ્યના લોસ એન્જલસ શહેરમાં ટેબલ ટોપ બાયર – સેલર મીટ યોજાશે. જેમાં વિશ્વભરના ખરીદદારો – વેચાણકારો તથા ઉત્પાદકો એક મંચ ઉપર આવશે. આથી સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને આ મીટમાં કાપડના વૈશ્વિક ખરીદદારો મળી રહેશે. ‘ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’એકઝીબીશનમાં ફેબ્રિકસ, ફાયબર, યાર્ન, એથનિક વેર, હોમ ટેક્ષ્ટાઇલ, એપેરલ્સ એન્ડ ગારમેન્ટ્સ, હેન્ડીક્રાફટ એન્ડ હેન્ડલૂમ અને ખાદીનું ઉત્પાદન કરનારા ઉદ્યોગકારો ભાગ લઇ રહયા છે. યુ.એસ.એ.ના ટેક્ષ્ટાઇલ ઇમ્પોર્ટર્સ, હોલસેલર્સ, રીટેલર્સ, એપેરલ બ્રાન્ડ્સ, ફેશન ડિઝાઇનર્સ તથા હોટેલિયર્સ વિગેરે વિઝીટર્સ એકઝીબીશનમાં આવશે. યુ.એસ.એ.ના જ્યોર્જિયા સહિતના વિવિધ રાજ્યોના ટેક્ષ્ટાઇલ મેન્યુફેકચરર્સનો ચેમ્બર દ્વારા ત્યાંની સ્થાનિક એસોસીએશનની સાથે મળીને સંપર્ક સાધવામાં આવ્યો છે. જેમાં જ્યોર્જિયા રાજ્યના ૩૭૩, નોર્થ કોરોલીનાના પ૩૯, સાઉથ કોરોલીનાના ર૦૪, ફલોરીડાના ર૧પ, અલાબામાના ૯૦, ટેનીસીના ૧૦પ અને વર્જિનિયા રાજ્યના ૧૦૭ મળી કુલ ૧૬૩૩ ટેક્ષ્ટાઇલ મેન્યુફેકચરર્સનો સમાવેશ થાય છે. આ એકઝીબીશનમાં પ્રથમ દિવસે માત્ર બીટુબી ઉપર ફોકસ કરાશે. જ્યારે બીજા દિવસે બીટુસી ઉપર ધ્યાન આપવામાં આવશે. ચેમ્બર દ્વારા યુ.એસ.એ.ની સ્થાનિક એસોસીએશન સાથે મળીને ત્યાંના બાયર્સ તથા ટ્રેડ એસોસીએશનના હોદ્દેદારો અને મેમ્બર્સને એકઝીબીશન માટે આમંત્રણ આપવામાં આવશે. ઉપરોકત સંદર્ભે ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો સાથે યોજાયેલી મિટીંગમાં એકઝીબીશનમાં સુરત પેવેલિયન માટે પ૦ થી વધુ ઉદ્યોગકારો દ્વારા સ્થળ પર જ બુકીંગની તૈયારી બતાવી હતી. જો કે, આ એકઝીબીશનમાં જે ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો ડાયરેકટ એન્ડ પ્રોડકટ બનાવે છે તથા પોતાની વેબસાઇટ ધરાવે છે તેઓને જ પ્રાધાન્ય આપવામાં આવશે. આ અંગેની સ્ક્રુટીની કર્યા બાદ ચેમ્બર દ્વારા એકઝીબીટર્સ વિશે અંતિમ નિર્ણય લઇ તેઓનો સંપર્ક કરાશે. કાપડ ઉદ્યોગ બાદ હવે ચેમ્બર યુ.એસ.એ. ખાતે ડાયમંડ તથા જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે પણ એકઝીબીશનના આયોજન વિશે વિચારી રહયું છે. અત્રે નોંધનીય છે કે, ભારતના કેન્દ્રીય ટેક્ષ્ટાઇલ મંત્રી પીયુષ ગોયલે પણ ચેમ્બરના કાર્યક્રમમાં ભારતની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને આપેલા એકસપોર્ટના ટાર્ગેટને પહોંચી વળવા માટે તથા ઇકોનોમિક વેલ્યુ ઓફ આઉટપુટ માટે ચેમ્બર દ્વારા પ્રયાસ કરાશે તેમ જણાવ્યું હતું. ભારત સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વની સાથે વેપાર અને સાંસ્કૃતિક સંબંધ વધારવાની દિશામાં પ્રયાસ કરવામાં આવી રહયા છે ત્યારે સુરતનો કાપડ ઉદ્યોગ પણ હવે ગ્લોબલ માર્કેટમાં સ્પર્ધાત્મક બને તે દિશામાં ચેમ્બર પ્રયાસ કરી રહયું છે. યુ.એસ.એ. ખાતે ‘ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’ એકઝીબીશનને પગલે સુરતના ટેકસટાઇલ ઉદ્યોગકારોને ગ્લોબલી ટ્રેડ માટે માર્કેટ એકસેસ મળી રહેશે. ભારત અને યુ.એસ.એ. વચ્ચે બાયલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટની શકયતા વધી જશે. વેપારની પ્રવૃત્તિ માટે ટેરીફ બેરીયર ઉપર બ્રેક લાગશે અને ભારતનો કાપડ ઉદ્યોગ સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમાંકે સ્થાન પ્રાપ્ત કરશે.

    Read More »
  • સુરતChamber to host 'Indian Textile Expo' in Dubai for textile and garment manufacturers in Surat

    ચેમ્બર દ્વારા સુરતના ફેબ્રિક અને ગારમેન્ટ ઉત્પાદકો માટે દુબઇ ખાતે ‘ઇન્ડીયન ટેક્ષટાઇલ એક્ષ્પો’ યોજાશે

    સુરત,ગુજરાત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ફનફ્રીડમ સંસ્થા દ્વારા સંયુકતપણે આગામી તા. ૧૯, ર૦ અને ર૧ ફેબ્રુઆરી ર૦રર દરમ્યાન દુબઇ ખાતે ત્રણ દિવસ માટે ‘ઇન્ડીયન ટેક્ષટાઇલ એક્ષ્પો’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સંદર્ભે બુધવાર, તા. ૧૯ જાન્યુઆરી, ર૦રરના રોજ મેરીયોટ સુરત ખાતે સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગકારો સાથે આ એક્ષ્પો માટે લોન્ચીંગ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, દુબઇની ખરીદ શકિત વધારે છે અને યુરોપિયન દેશોની સાથે બિઝનેસ કરવા માટેનું તે પ્રવેશ દ્વાર છે. દુબઇથી સમગ્ર વિશ્વભરમાં વેપાર થાય છે. સુરતના ઉદ્યોગકારોએ ટેક્ષટાઇલ સેકટરમાં આયાતની સામે નિર્યાત વધારે કરી છે. આથી સુરતના ફેબ્રિક અને ગારમેન્ટના ઉત્પાદકોને આંતરરાષ્ટ્રીય ખરીદદારો મળી રહે તેમજ તેઓ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બિઝનેસ કરી શકે તે હેતુથી ચેમ્બર દ્વારા દુબઇ ખાતે ‘ઇન્ડીયન ટેક્ષટાઇલ એક્ષ્પો’નું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દુબઇમાં ‘ઇન્ડીયન ટેક્ષટાઇલ એક્ષ્પો’ થકી સુરતના કાપડ ઉદ્યોગકારોને ચાર પ્રકારના બાયર્સ મળી રહેશે. જેમાં જૂની બિઝનેસ કંપની સાથે સંકળાયેલા ઉદ્યોગકારો, નવી સ્થાપિત થયેલી કંપનીઓ, નવો બિઝનેસ શરૂ કરવા માગતા ઉદ્યોગ સાહસિકો અને બાંગ્લાદેશ તથા અન્ય દેશોના ટ્રેડર્સનો સમાવેશ થાય છે. વિવિધ દેશોના ખરીદદારો તથા એજન્ટ્સ આ એકઝીબીશનમાં આવશે. આથી એકઝીબીટર્સને કોર્પોરેટ ક્રાઉડ, ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સ, ફેશન લવર્સ પાસેથી પણ બિઝનેસ મળી રહેશે. ફનફ્રીડમ સંસ્થાના સ્તુતી ગંગવારે જણાવ્યું હતું કે, ‘ઇન્ડીયન ટેક્ષટાઇલ એક્ષ્પો’માં બે હજારથી વધુ બાયર્સને આમંત્રિત કરવામાં આવશે.…

    Read More »
  • એન્ટરટેઇન્મેન્ટA remake version of the famous Gujarati Bhajan Hari Tu was released by Jagdish Italiya

    પ્રખ્યાત ગુજરાતી ભજન હરી તું નું જગદીશ ઇટાલિયા દ્વારા રીમેક વર્જન રજૂ કરાયું

    સુરત, ગુજરાત: લોકમુખે સતત ગવાતા સંભળાતા પરંપરાગત ગુજરાતી લોકગીતો, ભજનોને આકર્ષક અને આધુનિક રીતે રીમેક કરીને યંગસ્ટર્સના વિશાળ વર્ગમાં ગુજરાતી…

    Read More »
  • સુરતThe Chamber informed the entrepreneurs about the concept of 'Green Building Technology'

    ચેમ્બરે ઉદ્યોગકારોને ‘ગ્રીન બિલ્ડીંગ ટેકનોલોજી’ના કોન્સેપ્ટ વિશે માહિતગાર કર્યા

    રાજ્યમાં ગ્રીન બિલ્ડિંગ બનાવનાર બિલ્ડરો – ડેવલપરને ટેકસમાં કે FSIમાં ઈન્સેન્ટિવ આપવામાં આવે તો આ ક્ષેત્રમાં ઘણું સારું કામ થઈ…

    Read More »
  • હેલ્થ એન્ડ બ્યૂટીOn 11 January Celebrating 100 Years of Insulin Discovery and Use - Saving Millions of Lives Worldwide

    11 જાન્યુઆરીના રોજ ઇન્સ્યુલિનની શોધ અને ઉપયોગના 100 વર્ષની ઉજવણી – વિશ્વભરમાં લાખો લોકોના જીવન બચાવે છે

    આજથી લગભગ 100 વર્ષ પહેલાં બાળકના જીવન બચાવનારા ટાઇપ 1 ડાયાબિટીસ ઇન્સ્યુલિનની શોધ કેનેડામાં લિયોનાર્ડ થોમ્પસનને 11મી જાન્યુઆરી 1922ના રોજની…

    Read More »
Back to top button