વેલ-એક્સિલરેટ પ્રોજેક્ટનું વિસ્તરણ કરતાં કંપની વર્તમાન મહામારી વચ્ચે શિક્ષણ અવિરત ચાલુ રહે તે માટે તેનાં સંસાધનોને કામે લગાવે છે
વાપી : વેલસ્પન ફાઉન્ડેશન ફોર હેલ્થ એન્ડ નોલેજ વેલસ્પન ગ્રુપની કોર્પોરેટ સોશિયલ વેલ્યુ પાંખ છે, જેણે મહામારી દરમિયાન અંજાર, વલસાડ અને ભરૂચમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ એકધાર્યું ચાલુ રહે તે માટે હોમ લર્નિંગ પહેલ કરોના થોડી મસ્તી, થોડી પઢાઈ રજૂ કરી છે. કંપનીએ હમણાં સુધી 30થી વધુ સરકારી શાળાઓમાં 7500થી વધુ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ અભિમુખ બનાવી દીધું છે અને હવે જિલ્લામાં વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ કરવા માટે તેની પહોંચ વિસ્તારવા માગે છે. આ પ્રયાસ વેલસ્પનના ફ્લેગશિપ પ્રોગ્રામ વેલ- એક્સિલરેટનો વિસ્તાર છે, જેનું લક્ષ્ય બાળકો અને સમુદાયોમાં શિક્ષણના મહત્ત્વને પ્રોત્સાહિત કરવાનું છે.
કોવિડ-19 મહામારી ફેલાવાને લીધે દેશભરમાં શાળાઓ અને વિદ્યાર્થીઓ શિક્ષણ ટકાવવાના પડકારોનો સામનો કરી રહ્યાં છે. આના પ્રતિસાદમાં વેલસ્પન ફાઉન્ડેશને હોમ લર્નિંગ પ્રોજેક્ટ રજૂ કર્યો છે, જેના થકી કંપની ભણતર મોજમસ્તીથી અને પરોવી રાખે તે રીત ચાલુ રહે તેમાં પ્રોત્સાહન અને ટેકો આપતાં શૈક્ષણિક પેકેજ રજૂ કરવા માટે તેની ટેકનોલોજી અને ડિજિટલ કન્ટેન્ટનો લાભ લેવાનું લક્ષ્ય છે.
વેલસ્પન ફાઉન્ડેશને હોમ લર્નિંગ પ્રોગ્રામ નિર્માણ કરવા માટે વિવિધ પડકારો અને સૂચનોની ચર્ચા કરવા માટે ત્રણ જિલ્લામાં સરકારી શાળાઓમાં 100 પ્રાથમિક શિક્ષકો સાથે આદાનપ્રદાન કર્યું છે. આને ધ્યાનમાં રાખતાં કાર્યક્રમ વિદ્યાર્થીઓ મોજીલી રીતે ભણી શકે અને એનસીઈઆરટીની માર્ગદર્શિકા અનુસાર તેમના અભ્યાસક્રમ પૂર્ણ કરી શકે તેની ખાતરી રાખવા માટે ઓફફલાઈન અને ઓનલાઈન મંચોનો પણ ઉપયોગ કર્યો છે. તેમાં વિદ્યાર્થીઓ ઘરમાં ભણી શકે તે માટે વિવિધ વિષયો પર શિક્ષકો દ્વારા તૈયાર કરાયેલી વર્કશીટ્સ અને વાલીઓ અને વિદ્યાર્થીના મોટાં ભાઈ કે બહેન ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, કળા, સંગીત અને રંગમંચ જેવા વિષયોના પ્રકાર પર કેન્દ્રિત પ્રોજેક્ટ આધારિત પ્રવૃત્તિઓમાં બાળકોને સહભાગી કરી શકે તે માટે વ્હોટ્સએપ અને એસએમએસ સિરીઝનો પણ સમાવેશ થાય છે.
આ પ્રોજેક્ટ વિશે બોલતાં વેલસ્પન ફાઉન્ડેશનનાં ટ્રસ્ટી દીપાલી ગોયંકાએ જણાવ્યું હતું કે વેલસ્પન હંમેશાં તેના અવ્વલ કાર્યક્રમ વેલ-એક્સિલરેટ સાથે બાળકોને સહભાગી અને અભિમુખ બનાવવામાં આગળ રહી છે. હાલમાં મહામારીને લીધે ભારતની શૈક્ષણિક પ્રણાલીમાં આવેલા અવરોધને ધ્યાનમાં લેતાં અમે હોમ લર્નિંગ પહેલ કરોના થોડી મસ્તી, થોડી પઢાઈ રજૂ કરી છે. આપણા શિક્ષકો કોવિડ-19 શિક્ષણમાં અવરોધ પેદા નહીં કરે તેની ખાતરી રાખવા માટે સખત મહેનત લઈ રહ્યા છે ત્યારે આ પહેલ માળખાબદ્ધ, ટેકનોલોજી સમૃદ્ધ અને વ્યાપક કાર્યક્રમ થકી તેમને સહાય કરશે અને અભિમુખ બનાવશે. અમે અંજાર, વલસાડ અને ભરૂચમાં 7500થી વધુ વિદ્યાર્થીઓને અમારો ટેકો આપ્યો છે ત્યારે અમે એકધાર્યા રિમોટ લર્નિંગ માટે અમારાં સંસાધનોને વધુ વિદ્યાર્થીઓ પહોંચ ધરાવે તેની ખાતરી રાખવા અમારી પહોંચને વિસ્તારવાનું લક્ષ્ય રાખ્યું છે.
હેતુપ્રેરિત સંસ્થા તરીકે વેલસ્પનનાં કોર્પોરેટ સામાજિક મૂલ્યો અને સમુદાય કલ્યાણ પહેલો ત્રણ ઈ અક્ષરના પાયા પર ઊભો છે, જેમાં એજ્યુકેશન, એમ્પાવરમેન્ટ અને એન્વાયર્નમેન્ટ એન્ડ હેલ્થનો સમાવેશ થાય છે. તે હંમેશાં તેની કામગીરીમાં સક્ષમતા અને સમુદાય સ્વાસ્થ્ય કલ્યાણને આગળ રાખીને આર્થિક વિકાસમાં યોગદાન આપવા કટિબદ્ધ રહી છે.