સુરતહેલ્થ એન્ડ બ્યૂટી

વર્ષ ૨૦૨૧નું દેશનું પહેલું કેડેવર ઓર્ગન ડોનેશન

વર્ષ ૨૦૨૧નું દેશનું પહેલું કેડેવર ઓર્ગન ડોનેશન વિષ્ણુભાઈ પ્રહલાદભાઈ પટેલના પરિવારજનોના સહયોગથી મહાવીર ટ્રોમા હોસ્પીટલ સુરતથી ડોનેટ લાઈફ દ્વારા કરાવવામાં આવ્યું.

કડવા પટેલ મોટા બાવન બાવીસ સમાજના બ્રેઈનડેડ વિષ્ણુભાઈ પ્રહલાદભાઈ પટેલના પરિવારે તેમના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.

સુરત માંથી ડોનેટ લાઈફ દ્વારા એકત્રીસમા હ્રદય અને ફેફસાંના દાનની છઠ્ઠી ઘટના.

સુરતથી ચેન્નાઈનું ૧૬૧૮ કિ.મીનું અંતર ૧૭૦ મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ચેન્નાઈના રહેવાસી ૫૮ વર્ષીય વ્યક્તિમાં MGM હોસ્પીટલમાં અને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ ચેન્નાઈની રહેવાસી ૬૨ વર્ષીય મહિલામાં એપોલો હોસ્પીટલમાં કરવામાં આવ્યું, જયારે લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRCમાં કરવામાં આવ્યું.

સુરતની મહાવીર ટ્રોમા હોસ્પિટલથી અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) હોસ્પિટલ સુધીનું ૨૭૦ કિ.મિ રોડ માર્ગનું અંતર ૧૯૦ મીનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ખેડાના રહેવાસી ૪૫ વર્ષીય વ્યક્તિમાં ડૉ.પ્રાંજલ મોદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. જયારે બંને કિડની ખરાબ થઇ ગઈ હોવાથી તેનું ટ્રાન્સપ્લાન્ટ થઇ શક્યું નથી.

હ્રદય અને ફેફસાં સમયસર ચેન્નાઈ પહોંચાડવા માટે મહાવીર ટ્રોમા હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે સુરત શહેર પોલીસનો સહકાર સાંપડ્યો હતો. એજ રીતે કિડની અને લિવર અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) મોકલવા માટે મહાવીર ટ્રોમા હોસ્પિટલથી અમદાવાદ IKDRC હોસ્પિટલ સુધીના ૨૭૦ કિ.મિ. ના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૩૭૫ કિડની, ૧૫૩ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૩૧ હૃદય, ૧૨ ફેફસાં અને ૨૭૮ ચક્ષુઓ કુલ ૮૫૬ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૭૮૬ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button