ગુજરાતહેલ્થ એન્ડ બ્યૂટી
રાજય સરકારે કોરોના કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સનો અમલ તા. ૩૦ એપ્રિલ સુધી લંબાવ્યો
ચાર મહાનગરોમાં રાત્રિ કરફયુ તા.૧પમી એપ્રિલ સુધી યથાવત અમલમાં રહેશે
ગુજરાતમાં કોરોના કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ અંગેની ભારત સરકારની ગાઇડ લાઇન્સનો અમલ આગામી તા.૩૦ એપ્રિલ-ર૦ર૧ સુધી લંબાવવામાં આવ્યો છે
ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, કોરોના સંક્રમણના વ્યાપને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની કોરોના કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ માર્ગદર્શિકા આગામી તા.૩૦ એપ્રિલ સુધી યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે
આ ઉપરાંત, રાજ્યના ૪ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં હાલ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી જે રાત્રિ કરફયુ અમલમાં છે તે પણ આગામી તા.૧પ એપ્રિલ-ર૦ર૧ સુધી યથાવત ચાલુ રાખવામાં આવશે તેમ પણ ગૃહના અધિક મુખ્ય સચિવશ્રીએ જણાવ્યું છે.