15 ઓગસ્ટના દિવસે ઉંભેળ ગામની પ્રાથમિક શાળામાં શિરાઝ ગાંધી આર્ટ ફાઉન્ડેશન દ્વારા આર્ટ કેમ્પ યોજાયો
સુરત, ગુજરાત: 15 ઓગસ્ટના દિવસે દેશના બાળકોનું ભવિષ્ય ઉજળું બનાવવા માટે ઉંભેળ ગામમાં શિરાઝ ગાંધી આર્ટ ફાઉન્ડેશન દ્વારા અનોખા આર્ટ કેમ્પનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બાળકોના માટે આર્ટ કેમ્પની સાથે તેમની અંદર રહેલી ક્ષમતાને બહાર લાવવામાં આવી.
આઝાદીના મહાપર્વ પર સૌ કોઈ અલગ અલગ રીતે તેની ઉજવણી કરીરહ્યા છે. ત્યારે સુરતના ઉંભેળ ગામની પ્રાથમિક શાળામાં 100 જેટલાં બાળકોએ ડ્રોઈંગ કરી આ દિવસની ઉજવણી કરી. શિરાઝ ગાંધી આર્ટ ફાઉન્ડેશનના શિરાઝ ગાંધીએ તેનું આયોજન કર્યું. આ કાર્યક્રમમાં ગામના સરપંચ દર્શનભાઈ પટેલ અને શાળાના પરિવાર હાજર રહ્યો હતો.
સ્વતંત્રતા દિવસ પર નાના ભુલકાઓ ડ્રોઈંગ કેમ્પ માટે ઉત્સાહથી આગળ આવ્યા હતા. શિરાઝ ગાંધીએ જણાવ્યું કે, દરેક બાળકોમાં એક પ્રતિભા રહેલી છે અને તેને માત્ર એક દિશા આર્ટના માધ્યમથી આપી રહ્યા છે અને તેમનામાં રહેલા હુન્નરને બહાર કાઢવાનો એક નાનકડો પ્રયાસ થઇ રહ્યો છે. જેમાં બાળકોએ સુંદર મજાના ડ્રોઈંગ બનાવ્યા પણ છે અને તેની સાથે જ આકર્ષક રંગોથી તેને સજાવ્યા છે. આ સાથે તેમણે બાળકને પ્રોત્સાહિત કરવા માટે શ્રેષ્ઠ ડ્રોઈંગ બનાવનારને ઈનામ પણ આપ્યા.
શાળા બંધ હોવા છતાં આર્ટ કેમ્પ માટે બાળકોએ પણ ઉત્સાહ દેખાડ્યો હતો. બાળકોના ડ્રોઈંગ માટેનો લગાવ જોઇને સૌ કોઈ આનંદિત થયા. શિરાઝ ગાંધી આર્ટ ફાઉન્ડેશન બાળકોને આર્ટના માધ્યમથી એજ્યુકેશન આપી પગભર બનાવવા માંગે છે અને તે દિશામાં પ્રયત્ન કરી રહ્યું છે.