સુરત

SGCCI દ્વારા ‘રીસેન્ટ એમેડમેન્ટ્‌સ એન્ડ ડેવલપમેન્ટ્‌સ અન્ડર જીએસટી એન્ડ ઇન્કમ ટેકસ’ વિષય ઉપર નોલેજ શેરીંગ સેશનનું આયોજન

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા  ‘રીસેન્ટ એમેડમેન્ટ્‌સ એન્ડ ડેવલપમેન્ટ્‌સ અન્ડર જીએસટી એન્ડ ઇન્કમ ટેકસ’ વિષય ઉપર નોલેજ શેરીંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંત વકતા તરીકે લક્ષ્મીકુમારન એન્ડ શ્રીધરનના ફાઉન્ડર એન્ડ મેનેજિંગ પાર્ટનર વી. લક્ષ્મીકુમારન દ્વારા વેપારીઓ તથા પ્રોફેશનલ્સને તાજેતરમાં જીએસટી અને ઇન્કમ ટેકસ કાયદા હેઠળ જે એમેડમેન્ટ્‌સ અને ડેવલપમેન્ટ્‌સ થયા છે તે અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

વી. લક્ષ્મીકુમારને જણાવ્યું હતું કે, ઇન્કમ ટેકસ સેટલમેન્ટ કમિશન ફોરમને ડિસકન્ટીન્યુ કરવામાં આવી છે. જેનો મોટામાં મોટો ફટકો સર્ચ એન્ડ સર્વે કેસીસને થશે. જે કરદાતાઓએ બે વર્ષથી રિટર્ન ભર્યા નથી અને જેઓનો રૂપિયા પ૦ હજારની ઉપર ટીડીએસ કપાય છે તેવા કરદાતાઓ માટે ટીડીએસનો દર બમણો કરવામાં આવ્યો છે. જે કરદાતાઓ યુલીપમાં રોકાણ કરે છે તેની ઉચ્ચતમ લિમિટ રૂપિયા અઢી લાખ કરવામાં આવી છે. જે કરદાતાઓ ટેકસ ઓડીટના દાયરામાં છે અને જેઓએ ૭પ ટકા ખરીદ–વેચાણ તથા અન્ય પેમેન્ટો ચેક અથવા ડિજીટલ માધ્યમથી કરી હોય તેઓની લિમિટ રૂપિયા પ કરોડથી વધારીને રૂપિયા ૧૦ કરોડની કરાઇ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમુક ટાઇમ લિમિટમાં રિટર્ન ભરવા, નોટીસો કાઢવા અને સ્ક્રુટીની એસેસમેન્ટ કમ્પ્લીટ કરવા અંગે ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. તા. ૧/૪/ર૦ર૧ પછી દરેક સર્ચ કેસોનું એસેસમેન્ટ ઇન્કમ ટેકસની કલમ ૧૪૩ (૩) અને ૧૪૮ મુજબ કરવામાં આવશે. હવે ઇન્કમ ટેકસ એપેલેટ ટ્રિબ્યુનલને પણ ફેસલેસ અને જ્યુરીસ્ડીકશન લેસ કરવાનું પ્રાવધાન છે. ૭પ વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનો માટે જો તેમની આવક ફકત પેન્શન અને વ્યાજની હોય અને તે પણ એકજ બેંકમાં ખાતુ હોય તો તેનો કર બેંક અધિકારીઓ આવકવેરાના પ્રાવધાન મુજબ કાપશે તથા તેવા સિનિયર સિટીઝનોને આવકવેરા પત્રક ભરવાની જરૂર રહેશે નહીં.

વી. લક્ષ્મીકુમારને જીએસટી કાયદા હેઠળ જે એમેડમેન્ટ્‌સ અને ડેવલપમેન્ટ્‌સ થયા છે તે અંગે જણાવ્યું હતું કે, જીએસટી કાયદામાં સેકશન ૭માં એક નવો કલોઝ AAનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેના કારણે કોન્સેપ્ટ ઓફ મ્યુચ્યુઆલિટીના કારણે જીએસટી હવે કલબ એન્ડ મેમ્બર્સની વચ્ચે પણ લાગશે તેનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. અગાઉ જીએસટી કલબ એન્ડ મેમ્બર્સની વચ્ચે લાગશે કે કેમ? તે અંગે મુંઝવણ હતી પણ હવે તા. ૧/૭/ર૦૧૭થી કલબ એન્ડ મેમ્બર્સની વચ્ચે પણ જીએસટી લાગશે જ તે બાબત સ્પષ્ટ કરવામાં આવી છે.

SGCCI organizes knowledge sharing session on 'Recent Amendments and Developments Under GST and Income Tax'

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જીએસટી કાયદામાં સેકશન ૧૬ (ર) AAનો સમાવેશ કરવામાં આવ્યો છે. આથી હવે સપ્લાયર ઓફ ગુડ્‌સ એન્ડ સર્વિસ પોતાનું આઉટવર્ડ સપ્લાયનું રિટર્ન ભરશે અને એવા ઇન્વોઇસ બાયર્સને પોતાના ર A રિટર્નમાં દેખાશે તો જ એની ક્રેડીટ મળશે. સેકશન પ૦માં પણ એક બદલાવ કરવામાં આવ્યો છે અને નવો પ્રોવિઝો સબસ્ટીટયુટ કરાયો છે. જેને કારણે હવે નેટ ટેકસ લાયબિલિટી ઉપર જ ઇન્ટરેસ્ટ ભરવાનું થશે તે બાબત સ્પષ્ટ કરવામાં આવી છે. આ બાબત પણ તા. ૧/૭/ર૦૧૭થી લાગુ પડશે. જીએસટી કાયદામાં સેકશન ૮૩ને પણ સબસ્ટીટયુટ કરાયો છે. જેમાં પ્રોવિઝનલ પ્રોપર્ટી અને બેંક એટેચમેન્ટ અંગેના અધિકારીઓના પાવર વધારવામાં આવ્યા છે.

ચેમ્બરની ઇન્કમ ટેકસ કમિટીના ચેરમેન સીએ વિરેશ રૂદલાલે સ્વાગત પ્રવચન કર્યું હતું. જીએસટી કમિટીના કો–ચેરમેન રોહન દેસાઇએ સમગ્ર સેશનનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના ગૃપ ચેરમેન સીએ હાર્દિક શાહે વકતા વી. લક્ષ્મીકુમારણનનો ટૂંકમાં પરિચય આપ્યો હતો. જ્યારે જીએસટી કમિટીના ચેરમેન સીએ મુકુંદ ચૌહાણે સેશનમાં પ્રાસંગિક વિધી કરી હતી. અંતે ચેમ્બરની ઇન્કમ ટેકસ કમિટીના કો–ચેરમેન સીએ પ્રજ્ઞેશ જગાશેઠે સર્વેનો આભાર માની સેશનનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button